Consumer Appliances: મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટરના ભાવમાં થવાનો છે ધરખમ ઘટાડો! કારણ જાણીને તમે ચોંકી જશો

Smartphone: જે સમયે કોવિડ ચરમસીમાએ હતો ત્યારે ચીનથી કન્ટેઈનરોનો ખર્ચો  8000 ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. જે હવે 850-1000 ડોલર સુધી નીચો આવ્યો છે. એક્ઝીક્યુટિવ્સનું કહેવું છે કે સેમીકન્ડક્ટર ચિપ્સની કિંમતો પણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર આવી ગઈ છે જે કોવિડ સમયનો લગભગ 10મો હિસ્સો છે.

Consumer Appliances: મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટરના ભાવમાં થવાનો છે ધરખમ ઘટાડો! કારણ જાણીને તમે ચોંકી જશો

ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ સતત વર્ષથી સાવ સુસ્ત પડેલી માંગણીને વધારવા માટે પ્રોડક્ટના ભાવ ઘટાડવા પર વિચાર કરી શકે છે. આવું ઈનપુટ ખર્ચમાં આવી રહેલી કમીના કારણે શક્ય બનશે. ઈકોનોમિક ટાઈન્સના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. હકીકતમાં ટેલિવિઝન, મોબાઈલ ફોન, એપ્લાયન્સીસ અને કમ્પ્યુટરના મોટાભાગના ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટની કિંમતોને તેમને કારખાનાઓ સુધી મોકલવાના ખર્ચ છેલ્લા બે વર્ષથી રેકોર્ડ ઊંચાઈને સ્પર્શીયા બાદ કોવિડ પહેલાના સ્તર પર આવી ગયા છે. આ ઉપરાંત ખર્ચાના ઓછા દબાણથી કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના પરિચાલન લાભ માર્જિનમાં પણ વધારો થવાની આશા છે. ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે કંપનીઓ આ ઈનપુટ ખર્ચમાં ઘટાડાનો કેટલોક ભાગ દિવાળી બાદ  ગ્રાહકો સાથે વહેંચવા પર વિચાર કરી શકે છે. 

જે સમયે કોવિડ ચરમસીમાએ હતો ત્યારે ચીનથી કન્ટેઈનરોનો ખર્ચો  8000 ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. જે હવે 850-1000 ડોલર સુધી નીચો આવ્યો છે. એક્ઝીક્યુટિવ્સનું કહેવું છે કે સેમીકન્ડક્ટર ચિપ્સની કિંમતો પણ અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર આવી ગઈ છે જે કોવિડ સમયનો લગભગ 10મો હિસ્સો છે. બીજી બાજુ ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટના ભાવ 60-80 ટકા ઓછા છે. ડિક્સન ટેક્નોલોજીસ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અતુલ લાલે પણ કહ્યું કે તમામ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના કોમ્પોનન્ટની કિંમતો અને તેમના લાવવાના ખર્ચ કોવિડ પહેલાના સ્તર પર પહોંચ્યા છે. આવું માગણીમાં દુનિયાભરના સ્તરે ઘટાડો આવવા અને કેટલાક દેશોમાં આર્થિક સુસ્તીના કારણે થઈ રહ્યું છે. 

ક્યારે થશે ઘટાડો
જૈન ગ્રુપના એમડી પ્રદીપ જૈને કહ્યું કે ચિપ્સ અને કેમેરા મોડ્યૂલ સહિત તમામ સ્માર્ટફોન કોમ્પોનન્ટના ભાવ ઘટ્યા છે. તહેવારની સીઝનની આજુબાજુ બજારમાં હલચલ પેદા કરવામાં મદદ કરવા માટે બ્રાન્ડ તેમાથી કેટલાક પ્રોડક્ટના ભાવ ઘટાડી શકે છે. ડિક્સન ટેક્નોલોજીસ હેવેલ્સ અને બ્લ્યુ સ્ટાર જેવી કંપનીઓએ ગત ત્રિમાસિકમાં પોતાની કમાણીની વિગતો આપતી વખતે સંકેત આપ્યો હતો કે આ વર્ષે તેમના માર્જિનમાં સુધારો આવવાની સંભાવના છે. ડિક્સન મેનેજમેન્ટે કહ્યું હતું કે ગ્લોબલ લેવલ પર ઓપન સેલના ભાવમાં ઘટાડાના કારણે તેમના ગ્રાહકો ઈલેક્ટ્રોનિક્સ પોર્ટફોલિયોનું સરેરાશ વેચાણ મૂલ્ય 2021-2022 ના 16,400 રૂપિયાની સરખામણીમાં 2022-23 માં લગભગ 11,500 રૂપિયાના સ્તરે આવ્યું છે. ઓપન સેલ ટેલિવિઝિનનું સૌથી મહત્વનું અને મોંઘુ કોમ્પોનન્ટ છે. 

રસપ્રદ વાત એ છે કે કેટલાક ઈન્ડસ્ટ્રીના એક્ઝીક્યુટિવ્સે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં માલ પરિવહનના ખર્ચમાં ચારથી પાંચ ટકાનો વધારો થયો છે. પરંતુ આ માંગમાં ઘટાડાના કારણે છે. ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ હાયર ઈન્ડિયાના અધ્યક્ષ સતીશ એનએસએ કહ્યું કે નબળી માંગના કારણે કન્ટેઈનર ભરાતા નથી અને આથી જો માલ જલદી પહોંચાડવો હોય તો ફ્રેટ ઓપરેટર વધુ પૈસા માંગી રહ્યા છે કે પછી રાહ જોવા માટે કહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news