Maharashtra Govt Formation Live : શિવસેના અને એનસીપીએ સાથે મળીને કરી પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસે ન આપી હાજરી

એનસીપી (NCP) અને શિવસેના (Shivsena)એ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ, મહારાષ્ટ્રના રાજકારણની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે કરવામાં આવ્યા ખુલાસા

Maharashtra Govt Formation Live : શિવસેના અને એનસીપીએ સાથે મળીને કરી પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસે ન આપી હાજરી

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શિવસેના (Shivsena)ના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો ઝુંટવાઈ ગયો છે. જોકે શરદ પવારે આ નિર્ણયને એનસીપીનો નિર્ણય ગણાવ્યો નથી. શરદ પવારે કહ્યું છે કે, અજીત પવારે પાર્ટીના ભાગલા પાડ્યા છે અને તેઓ આ નિર્ણયમાં સહમત નથી. પરિણામે હવે એનસીપી અને શિવસેનાએ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ કરવાનો નિર્ણય કર્યો છે. 

  • અમે બધા સાથે છીએ નહોતી : શરદ પવાર
  • ધારાસભ્યોને બચાવવા જે કરવું પડે એ કરીશું : શરદ પવાર
  • અજિત પાસેથી આવી આશા નહોતી : શરદ પવાર
  • અજિત પવાર પાસેની ચિઠ્ઠીમાં તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર : શરદ પવાર

— ANI (@ANI) November 23, 2019

  • અમારી પાસે નંબર છે અને અમે જ સરકાર બનાવીશું : શરદ પવાર
  • સુપ્રિયા સુળેને જરા પણ મુખ્યમંત્રી બનવા માટે રસ ન હતો. તેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે : શરદ પવાર

— ANI (@ANI) November 23, 2019

  • અજિત પવાર વિશે જે નિર્ણય અમે લેવાનો હશે એ લઇશું : શરદ પવાર
  • મને કોઈ ચિંતા નથી, મારી સાથે પહેલાં પણ આવું થયું છે અને ષડયંત્ર નિષ્ફળ થયા છે : શરદ પવાર
  • હરિયાણા અને બિહારમાં તેઓ સરકાર ફોડીને અંદર ઘૂસ્યા : ઉદ્ધવ ઠાકરેમહારાષ્ટ્રના સ્વરાજ્ય પર સર્જિકલ સ્ટ્રાઈલ કરાઈ છે : ઉદ્ધવ ઠાકરે
  • તે લોકો તોડે છે અમે જોડીએ છીએ : ઉદ્ધવ ઠાકરે
  • અમે જે કરીએ છીએ એ દિવસના અજવાળામાં કરીએ છીએ : ઉદ્ધવ ઠાકરે
  • જે ખેલ ચાલી રહ્યો છે એ આખો દેશ જોઈ રહ્યો છે : ઉદ્ધવ ઠાકરેઅજિત સાથે ગયેલા કેટલાક ધારાસભ્યો અમારી સાથે આવી ગયા છે : શરદ પવાર
  • ધારાસભ્યોને પણ શપથ લેવાના હોવાનો અંદાજ નહોતો
  • ધારાસભ્યોને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે
  • અજિત પવારના ફોનના કારણે અમે ગયા હતા : રાજેન્દ્ર શિંગણે
  • અજિત સાથે ગયેલા કેટલાક ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો : શરદ પવાર
  • ધારાસભ્ય રાજેન્દ્ર શિંગણેએ તેઓ શરદ પવાર સાથે હોવાનો દાવો કર્યો
  • ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત નહીં કરી શકેઅજિત પવારના નિર્ણય સાથે નથી એનસીપી
  • ધારાસભ્યોને દલ બદલ કાયદો ખબર હોવી જોઈએ
  • અમે નક્કી કર્યું હતું કે શિવસેના જ અમારું નેતૃત્વ કરશે
  • બહુમત સાબિત કરવા માટે 30 નવેમ્બરનો સમય અપાયો છે, ત્યાં સુધી અમે એક છીએ
  • આ અજિત પવારનો અંગત નિર્ણય છે  : શરદ પવાર 
  • અજિત સાથે ગયેલા કેટલાક ધારાસભ્યો અમારી સાથે આવી ગયા છે : શરદ પવાર
  • ધારાસભ્યોને પણ શપથ લેવાના હોવાનો અંદાજ નહોતો
  • ધારાસભ્યોને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે
  • અજિત પવારના ફોનના કારણે અમે ગયા હતા : રાજેન્દ્ર શિંગણે
  • અમારા લગભગ 11 ધારાસભ્યો પક્ષ છોડી શકે છે : શરદ પવાર
  • અમે ત્રણેય પક્ષ સાથે જ છીએ : શરદ પવાર
  • અજિત કેટલાક ધારાસભ્યોને રાજભવન લઈ ગયો હતો શરદ પવારNCPનો સાચો સભ્ય ક્યારેય ભાજપમાં ન જાય
  • મહારાષ્ટ્રમાં જન્મેલો માણસ ક્યારેય આ સરકારને નહીં માને
  • શિવસેના અને એનસીપીએ સંયુક્ત રીતે સંબોધી પ્રેસ કોન્ફરન્સ

— ANI (@ANI) November 23, 2019

  • શિવસેનાના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પ્રેસ કોન્ફરન્સ માટે પહોંચ્યા મુંબઈના YB Chavan Centreમાં, એનસીપીના સુપ્રિયા સુળે પણ હાજર

— ANI (@ANI) November 23, 2019

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news