Presidential Election Result: દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેળવી શાનદાર જીત

Presidential Election Result: એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ શાનદાર જીત મેળવી છે. આ સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂએ યશવંત સિન્હાના હરાવ્યા છે. હવે દ્રૌપદી મુર્મૂ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે 25 જુલાઈએ શપથ લેશે. 

Presidential Election Result: દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેળવી શાનદાર જીત

નવી દિલ્હીઃ દેશના 15મા રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ઈતિહાસ રચી દીધો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર 77 મત મળ્યા છે. એટલે કે દ્રૌપદી મુર્મૂને 50 ટકાથી વધુ મત મળી ગયા છે. જ્યારે વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને અત્યાર સુધી 2 લાખ 61 હજાર 62 મત મળ્યા છે.

દ્રૌપદી મુર્મૂએ જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી
દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મેળવી લીધા છે. ત્રીજા રાઉન્ડની ગણતરીની વાત કરીએ તો તેમાં કુલ મત 1333 હતા. જેની વેલ્યૂ 1,65,664 હતી. તેમાં મુર્મૂને 812 મત મળ્યા. તો યશવંત સિન્હાને 521 મત મળ્યા છે. 

કુલ ત્રણેય રાઉન્ડની વાત કરીએ તો કુલ મત 3219 હતા. તેની વેલ્યૂ 8,38,839 હતી. તેમાં દ્રૌપદી મુર્મૂને 2161 મત (વેલ્યૂ 5,77,777) મળ્યા છે. તો યશવંત સિન્હાને 1058 મત (વેલ્યૂ 2,61,062) મળ્યા છે. 

યશવંત સિન્હાએ દ્રૌપદી મુર્મૂને આપી શુભેચ્છા
સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર થઈ છે. દ્રૌપદી મુર્મૂની શાનદાર જીત બાદ યશવંત સિન્હાએ ટ્વીટ કરીને તેમને અભિનંદન આપ્યા છે.
 

— ANI (@ANI) July 21, 2022

પ્રથમ રાઉન્ડના પરિણામમાં કોને કેટલા મત મળ્યા
મત ગણનાના પ્રથમ રાઉન્ડમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 540 સાંસદોના મત મળ્યા હતા, જેનું મૂલ્ય 3,78,000 છે. તો વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને 208 સાંસદોના મત મળ્યા જેનું મૂલ્ય 1,45,600 છે. સાંસદોના કુલ મત 748 મત પડ્યા, જેનું મૂલ્ય 5,23,600 છે. 

બીજા રાઉન્ડના પરિણામમાં પણ મુર્મૂએ મેળવી હતી લીડ
રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જણાવ્યુ કે બીજા રાઉન્ડ બાદ પ્રથમ 10 રાજ્યોના મતપત્રોની ગણતરી કરવામાં આવી, તેમાંથી કુલ કાયદેસર મત 1138 છે, તેની કુલ વેલ્યૂ 1,49,575 છે. તેમાંથી દ્રૌપદી મુર્મૂને 809 મત મળ્યા, જેની વેલ્યૂ  1,05,299 છે અને યશવંત સિન્હાને 329 મત મળ્યા, જેની વેલ્યૂ 44276 છે. 

ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર
ત્રીજા રાઉન્ડની મત ગણતરીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં દ્રૌપદી મુર્મૂને 812 મત મળ્યા છે. જ્યારે યશવંત સિન્હાને 521 મત મળ્યા છે. ત્રીજા રાઉન્ડમાં કુલ 1333 મત હતા, જેની વેલ્યૂ 1,65,664 હતી. એટલે કે દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. 

દ્રૌપદી મુર્મૂની રાજકીય સફર પર એક નજર
20 જૂન, 1958
ઓડિશાના મયૂરભંજમાં જન્મ થયો

વર્ષ 1997
રાયરંગપુર નગર પંચાયતના પાર્ષદ બન્યા

વર્ષ 2000 
ઓડિશાના રાયરંગપુરથી ધારાસભ્ય બન્યા

વર્ષ 2000
ઓડિશા સરકારમાં પરિવહન, વાણિજ્ય મંત્રી બન્યા

વર્ષ 2013
ભાજપ એસટી મોર્ચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા

વર્ષ 2015
ઝારખંડના 9માં રાજ્યપાલ બન્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news