પૂર્વ CJI રંજન ગોગોઈ જશે રાજ્યસભા, રાષ્ટ્રપતિએ કર્યાં નોમિનેટ
સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સોમવારે રાત્રે જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કર્યાં છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના રૂપમાં રંજન ગોગોઈનો કાર્યકાળ આશરે સાડા તેર મહિના રહ્યો હતો. આ દરમિયાન તેમણે કુલ 47 ચુકાદા આવ્યા, જેમાં કેટલાક ઔતિહાસિક ચુકાદા પણ સામેલ છે.
જસ્ટિસ રંજન ગોગોઈએ ઘણા મહત્વના મામલાની સુનાવણી કરી અને ચુકાદા આપ્યા હતા. તેમને અયોધ્યા મામલો, ચીફ જસ્ટિસની ઓફિસને આરટીઆઈ હેઠળ લાવવી, રાફેલ ડીલ, સબરીમાલા મંદિર અને સરકારી જાહેરાતમાં નેતાઓની તસવીર પ્રકાશિત કરવા પર પ્રતિબંધ જેવા મામલા પર ચુકાદો આપવા માટે હંમેશા યાદ કરવામાં આવે છે.
મહત્વનું છે કે જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટમાંથી 17 નવેમ્બર 2019ના નિવૃત થયા હતા. તેમણે 2010માં પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટમાં સ્થાળાંતરિત થતાં પહેલા 2001માં ગુવાહાટી હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપમાં ન્યાયિક સેવામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે