પાણી કરતાં પણ સસ્તા ભાવે મળે છે વ્હિસ્કી, બીયર કિંમત જોઇને છક્ક થઇ જશો

Alcohol Rates: પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નૌકાદળના અધિકારીઓ માટે દારૂની કિંમત ઘણી ઓછી છે. એક તાજેતરની તસવીર જે ઓનલાઈન સામે આવી છે તેમાં નૌકાદળના અધિકારીઓના મેસનું મેનૂ અને દારૂના ભાવોએ ઈન્ટરનેટ યૂઝર્સને હેરાન કરી દીધા છે.

પાણી કરતાં પણ સસ્તા ભાવે મળે છે વ્હિસ્કી, બીયર કિંમત જોઇને છક્ક થઇ જશો

Cheap Alcohol: બાર, પબ અને હોટલમાં પ્રીમિયમ વ્હિસ્કી અથવા બીયરની ચુસ્કી માટે ઘણા રૂપિયા ખર્ચવા પડે છે. તેમાં પણ ઓછામાં ઓછા હજાર-બે હજારનું બિલ બને છે. એવામાં પાણી કરતાં ઓછા ભાવે દારૂનો એક પેગ મળે તો શું વાતછે. આ કોઈ કહેવા સાંભળવાની વાત નથી પણ હકિકત છે. તાજેતરમાં ઓનલાઇન સામે આવેલી એક તસવીરમાં નેવી ઓફિસર્સ મેસનું મેનૂ દેખાય છે. જેમાં દારૂની કિંમતોએ ઈન્ટરનેટ યુઝર્સને ચોંકાવી દીધા છે.

દેશમાં કોઈપણ ફંક્શન કે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો દારૂનું સેવન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણામાંથી મોટાભાગના લોકો માટે, કોઇપણ પાર્ટી દારૂ વિના પુરી થતી નથી. કેટલાક લોકો ઘરે રસપ્રદ કોકટેલ બનાવવાનું પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો તેમના મનપસંદ પીણાંનો આનંદ માણવા માટે રેસ્ટોરાં અને બારની મુલાકાત લેવાનું પસંદ કરે છે. જો કે, રેસ્ટોરાંમાં દારૂની કિંમત વધારે હોય છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નૌકાદળના અધિકારીઓ માટે દારૂની કિંમત ઘણી ઓછી છે. એક તાજેતરની તસવીર જે ઓનલાઈન સામે આવી છે તેમાં નૌકાદળના અધિકારીઓના મેસનું મેનૂ અને દારૂના ભાવોએ ઈન્ટરનેટ યૂઝર્સને હેરાન કરી દીધા છે.

— Anant (@AnantNoFilter) February 4, 2023

અનંત નામના ટ્વિટર યુઝરે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર મેસમાંથી મેનુની તસવીર શેર કરી છે. વ્હિસ્કી અને બીયરની ઘણી બ્રાન્ડ ખૂબ જ ઓછી કિંમતે મેનુમાં જોવા મળે છે. મોટાભાગના પીણાંની કિંમત 100 રૂપિયાથી ઓછી છે.પોસ્ટના કૅપ્શન વાંચો "મારું બેંગ્લોર મગજ આ કિંમતોને સમજી શકતું નથી,". નેવી ઓફિસર્સ મેસમાં દારૂના ભાવથી નેટીઝન્સ ચોંકી ગયા છે.

આર્મી કર્મચારીઓને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવે છે, તેથી જ લશ્કરી કેન્ટીનમાં દારૂ અને કરિયાણા ઓછામાં ઓછા 10-15% સસ્તું હોય છે. આ પોસ્ટ જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, તેને 22.7K વખત જોવામાં આવ્યું છે અને તેને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news