અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ

મુખ્યમંત્રી કમલનાથના નજીકના કહેવાતા અને તેમના OSD પ્રવિણ કક્કડે આયકર વિભાગના દરોડા પર વાત કરતા કહ્યું કે, 2 દિવસ સુધી ચાલેલા દરોડા છતાં તેમને એવા કોઇ દસ્તાવેજ મળ્યા નથી

અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકોના ઘર અને સ્તાવાર મકાનો પર ચાલેલા બે દિવસીય દરોડામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસે જ્યાં આયકર વિભાગના દરોડામાં લગભગ 281 કરોડ બેહિસાબી રોકડ રૂપિયાનું રેકેટ સામે આવ્યું, 14.6 કરોડ રૂપિયાની બેહિસાબી રોકડ મળી અને મધ્ય પ્રદેશ તથા દિલ્હીની વચ્ચે શંકાસ્પદ ચૂકવણીથી જોડાયેલી ડાયરી તથા કોમ્પ્યુટર ફાઇલો જપ્ત કરી લીધી છે. તો બીજી બાજુ OSD પ્રવીણ કક્કડનું કહેવું છે કે, 2 દિવસ સુધી ચાલેલા દરોડામાં આયકર વિભાગને સત્તાવાર એવું કંઇ જ મળ્યું નથી. જેને તેઓ જપ્ત કરી શકે અથવા તે શંકાસ્પદ લાગે. આ સંપૂર્ણ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પ્રવિણ કક્કડે આયકર વિભાગના દરોડાની જગ્યાએ રાજકીય ઓપરેશન જણાવ્યું છે.

મુખ્યમંત્રી કમલનાથના નજીકના કહેવાતા અને તેમના OSD પ્રવિણ કક્કડે આયકર વિભાગના દરોડા પર વાત કરતા કહ્યું કે, 2 દિવસ સુધી ચાલેલા દરોડા છતાં તેમને એવા કોઇ દસ્તાવેજ મળ્યા નથી. જેને તેઓ જપ્ત કરી શકે, અધિકારીઓને કોઇ રોકડ અને દાગીના પણ મળ્યા નથી. તેમને કંઇપણ આપત્તિજનક લાગ્યુ નથી. આ એક રાજકીય ઓપરેશન હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે, આયકર વિભાગના દરોડા નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીનું રાજકીય ઓપરેશન હતું.

જણાવી દઇએ કે, આયકર વિભાગની એક ટીમે સીએમ કમલનાથના ખાનગી સચિવ પ્રવિણ કક્કડની સાથે તેમના નજીકના પ્રતિક જોશી અને અશ્વિન શર્માના ઘરો અને ઓફિસની સાથે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જ્યાં આયકર વિભાગના અધિકારીઓને દરોડા દરમિયાન 14.6 કરોડની રોકડ, 252 દારૂની બોટલ, કેટલાક હથિયાર અને કેટલીક વાઘની ચામડી પણ મળી હતી. દરોડા વિશે સીબીડીટીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ટીમને એક કેશબુક પણ મળી છે. જેમાં 230 કરોડની લગભગ બેનામી લણદેણ થઇ છે. આ ઉપરાંત દિલ્હીમાં કરવામાં આવેલા દરોડામાં કેશ રેકેટ સાથે જોડાયેલા કેટલાક પુરાવા હાથ લાગ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news