Pornography Case: રાજ કુન્દ્રાને લઈ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ
પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને (Raj Kundra) લઇ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) ટીમ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) જુહૂ સ્થિત ઘર પર દરોડા પાડવા પહોંચી છે
Trending Photos
મુંબઇ: પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને (Raj Kundra) લઇ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની (Mumbai Crime Branch) ટીમ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) જુહૂ સ્થિત ઘર પર દરોડા પાડવા પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન મુંબઇ પોલીસ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને રૂબરૂ બેસાડીને પૂછપરછ પણ કરી શકે છે.
27 જુલાઇ સુધી કસ્ટડીમાં રહેશે રાજ કુન્દ્રા
આ દરોડાના થોડા કલાક પહેલા મુંબઈની એક અદાલતે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કર્યો છે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં હજી વધુ તપાસ થવાની બાકી છે અને પુરાવા મળવાના બાકી છે, જેના માટે તેમને સમયની જરૂર છે. તેથી કોર્ટે રાજના સહાયક રાયન થોર્પને કસ્ટડીમાં રાખવાનો ચુકાદો પણ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021 માં સામે આવેલા આ કેસમાં રાજ કુન્દ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ પોલીસે કોર્ટમાંથી રાજ કુન્દ્રાને વધુ સાત દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવા માંગ કરી હતી.
19 જુલાઈના રોજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી
રાજ કુન્દ્રા (Raj Kundra) એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પોર્ન ફિલ્મો બનાવાના આરોપમાં 19 જુલાઈની રાત્રે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Maharashtra: A team of Mumbai Police Crime Branch reaches at the residence of actor Shilpa Shetty, with her husband Raj Kundra in custody in a case related to the production of pornographic films pic.twitter.com/bfW98Pk0xi
— ANI (@ANI) July 23, 2021
રાજ કુન્દ્રાનો વિવાદો સાથે જૂનો સંબંધ
2009 માં રાજ કુન્દ્રા (Raj Kundra) અને શિલ્પા શેટ્ટી આઈપીએલ (IPL) ટીમ રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) માલિક બન્યા હતા. ત્યારબાદ 2013 માં તેના પર આઈપીએલમાં સટ્ટાબાજીનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં રાજસ્થાન રોયલ્સના શ્રીસંત સહિત 3 અન્ય ખેલાડીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાજની દિલ્હી પોલીસે (Delhi Police) લગભગ 10 કલાક પૂછપરછ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે