ભારતમાં 7.82 ટકા ઘટી ગઈ હિન્દુઓની વસ્તી, મુસ્લિમોની જનસંખ્યા 43.15 ટકા વધી
ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સીલ ટૂ પ્રાઇમ મિનિસ્ટર (EAC-PM)તરફથી જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી કે ભારતમાં હિન્દુઓની વસ્તી ઘટી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચોથા તબક્કાના મતદાન પહેલાં દેશમાં ધર્મના આધારે વસતી પરનો એક રિપોર્ટ સામે આવ્યો છે.. આ રિપોર્ટમાં જે આંકડા છે એ હકીકતમાં ચોંકાવનારા છે.. જી હાં, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ પ્રમાણે ભારતમાં બહુમતિ સમુદાયની આબાદીમાં ઘટાડો થયો છે.. એટલે કે, હિન્દુઓની આબાદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમોની આબાદીમાં વધારો થયો છે.. ચૂંટણી ટાણે જ આ રિપોર્ટ સામે આવતા રાજનીતિના સમિકરણ બદલાઈ ગયા છે.. જુઓ આ રિપોર્ટ..
જી હાં, ચોથા તબક્કાના મતદાન પહેલાં આ એક નવો જ ઘટસ્ફોટ છે જેનાથી રાજકીય ઉથલ પાથલ સર્જાય શકે છે. દેશમાં 1950થી 2024 વચ્ચે હિન્દુઓની સંખ્યામાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે જ્યારે મુસ્લિમોની આબાદીમાં વધારો થયો છે. ન માત્ર હિન્દુ પરંતુ, પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ પ્રમાણે બૌદ્ધ, જૈન અને પારસીની આબાદીમાં પણ ઘટાડો થયો છે..
ભારતમાં 1950થી વસવાટ કરતાં વિવિધ સમુદાયોની વસ્તીની વાત કરીએ તો, રિપોર્ટ પ્રમાણે 1950માં હિન્દુઓની આબાદી 84.68% હતી જે 2024માં ઘટીને 78.06% થઈ ગઈ છે. જ્યારે મુસ્લિમોની આબાદી 1950માં 9.84% હતી જે 2024માં 14.09% જેટલી વધી ગઈ છે.. આ સિવાય ઈસાઈની આબાદી 2.24% હતી જ હાલ 2.36% થઈ છે.. શીખ સમુદાયની આબાદી 1.24% હતી જે વધીને 1.85% થઈ છે.. બૌધ સમુદાયની વસતી 0.05% હતી જે વધીને 0.81% થઈ ગઈ છે..જૈનની સમુદાયની આબાદી 0.45%થી ઘટીને 0.36% થઈ ગઈ છે. જ્યારે પારસીની આબાદી પણ 0.03%થી ઘટીને 0.004% જેટલી જ રહી છે..
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન પહેલાં આ રિપોર્ટ ચૂંટણીમાં નવા રાજકીય મુદ્દા સાથે આવ્યો છે.. જી હાં, કોંગ્રેસ સહિત વિપક્ષના લોકો રિપોર્ટને વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે..
જોકે, ભાજપ આ મુદ્દાને ચૂંટણી માટેનો મુખ્ય મુદ્દો બનાવવાની ફિરાકમાં છે.. ભાજપના નેતાઓનું કહેવું છેકે, આ આંકડો હકીકતમાં ચોંકાવનારો છે અને એ જાણવું ખૂબ જરૂરી છેકે, ગેરકાયદે વસવાટ કરનારા મુસ્લિમ સમુદાયના લોકોનો ફાળો આમાં કેટલો છે..?
મહત્વનું છેકે, આ સ્ટડીનો રિપોર્ટ મે 2024માં જાહેર કરવામાં આવ્યો.. આ રિપોર્ટમાં દુનિયાના 167 દેશોનું અધ્યયન કરવામાં આવ્યું છે.. સ્ટડીના લેખકોનું કહેવું છેકે, દુનિયાનો ટ્રેન્ડ જોતા ભારતમાં એક સ્થિરતા જોવા મળી છે.. લેખકોનું કહેવું છેકે, ડેટાના વિશ્લેષણથી એ જાણવા મળે છેકે, ભારતમાં લઘુમતિ સમુદાય ન માત્ર સુરક્ષિત છે પરંતુ તેમની જનસંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે..
એક તરફ ભારતમાં બહુમિત સમુદાયની જનસંખ્યામાં ઘટાડો થયો છે તો બીજી તરફ પાડોશી દેશોમાં બહુમિતઓની સંખ્યામાં વધારો થયો છે.. બાંગ્લાદેશમાં મુસ્લિમોની આબાદીમાં સૌથી વધુ 18.5%નો વધારો નોંધાયો છે.. આ સિવાય પાકિસ્તાનમાં પણ 3.75%નો વધારો નોંધાયો છે..
અફઘાનિસ્તાનમાં મુસ્લિમોની આબાદીમાં 0.29%નો વધારો થયો છે..
આ સિવાય માલદીવમાં તેની બહુમતી વસ્તીમાં 1.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારતના બે પડોશી દેશો ભૂટાન અને શ્રીલંકામાં બહુમતી વસ્તી વધી છે.. ભૂટાનમાં બહુમતી વસ્તીમાં 17.6 ટકા અને શ્રીલંકામાં 5.25 ટકાનો વધારો થયો છે.. તમને જણાવી દઈએ કે શ્રીલંકા અને ભૂટાનમાં બૌદ્ધ ધર્મના લોકો બહુમતીમાં છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે