Holi Special: કેમ હોળી પર ખવાય છે ધાણી, ખજૂર અને ચણા? જાણો આ છે કારણ

આપણી હિંદુ સંસ્કૃતિમાં વિવિધ તહેવારો-ઉત્સવોનું આગવુ મહત્વ હોય છે. તમામની પાછળ ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે. કેટલાક તહેવારોમાં ઉપવાસ રાખવાની પણ પરંપરા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તહેવારોના ઉપવાસ અને સ્વાસ્થ્યને સીધો સંબંધ રહેલો છે.

Holi Special: કેમ હોળી પર ખવાય છે ધાણી, ખજૂર અને ચણા? જાણો આ છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણી હિંદુ સંસ્કૃતિમાં વિવિધ તહેવારો-ઉત્સવોનું આગવુ મહત્વ હોય છે. તમામની પાછળ ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે. કેટલાક તહેવારોમાં ઉપવાસ રાખવાની પણ પરંપરા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તહેવારોના ઉપવાસ અને સ્વાસ્થ્યને સીધો સંબંધ રહેલો છે. હોળીના દિવસે ‘પ્રહલાદ અને હોલિકા' સાથે જોડાયેલી દંતકથાને અનુલક્ષીને સાંજે ચાર રસ્તા કે ચોક પર લાકડા, છાણાનો ઢગલો કરીને હોળી પ્રગટાવવામાં આવે છે.

હોળીની અગ્નિમાં ચણા, ધાણી, ખજૂર, નારિયેળ હોમી, પાણી રેડીને પ્રદક્ષિણા કરવામાં આવે છે. આમ કરવાથી અગ્નિના તાપની અસરથી શરીરમાં ખાસ કરીને ફેફસાં, સાયનસમાં જમા થયેલો કફ પીગળી જાય છે અને સહેલાઈથી બહાર આવી શકે છે. આ દિવસે સવારથી સાંજ સુધી માત્ર ધાણી-ચણા અને ખજૂર ખાવાની છૂટ રાખવામાં આવે છે. સાંજે હોળીના દર્શન બાદ પરિવાર-મિત્રો સાથે મિષ્ટાન્ન કરવામાં આવે છે.

ચણા, ધાણી અને ખજૂર
ચણાઃ ખેતરોમાં ચણાના પાકને આસો મહિના દરમિયાન વાવી દેવામાં આવે છે. હોળીનો તહેવાર આવે ત્યાં સુધીમાં તે પાકીને તૈયાર થઈ જાય છે. ચણા શરીરમાં થતી કફની ચીકાશને દૂર કરવામાં મદદરૂપ છે. આયુર્વેદની દ્રષ્ટિએ શેકેલા ચણા કફ, વાયુ અને થાકને દૂર કરે છે. કફ જામી ગયો હોય, સળેખમ થઈ હોય ત્યારે શેકેલા ચણા ખાવાથી કફ આંતરડા વાટે પચીને શરીરની બહાર નીકળી જાય છે. કફને કારણે મ્હોંનો સ્વાદ બગડી ગયો હોય, ભૂખ ન લાગતી હોય ત્યારે પણ ચણામાં સિંધવ, મરી, લીંબુ ઉમેરીને ખાઈ શકો છો. ચણા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સૉર્સ છે. મેંગેનીઝ, ફોલેટ અને પ્રોટીન, કોપર, ફોસ્ફરસ અને આયર્નનો શ્રેષ્ઠ સૉર્સ હોવાને કારણે, ગોળ સાથે ચણા હોળીના દિવસે ઉપવાસ દરમિયાન ખાવાની વિશેષ સલાહ આપવામાં આવે છે.

જુવારની ધાણીઃ જુવારની ધાણીમાં એન્ટિઓક્સિડન્ટની ઊંંચી માત્રા રહેલી છે. જુવારની ધાણી ઘણી રીતે ઘઉં કરતાં પણ સુપીરિયર છે. જુવારની ધાણીના ન્યુટ્રિશિયનની વાત કરવામાં આવે તો, જેમને ડાયાબિટીસ હોય અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમના માટે જુવારની ધાણી સર્વશ્રેષ્ઠ છે. ખાસ કરીને સ્પ્રિંગમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે જુવારની ધાણીના સેવનથી શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો

ખજૂરઃ આર્યનથી ભરપૂર અને એનર્જીનો બેસ્ટ સોર્સ એટલે ખજૂર. ખજૂર એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને જ્યારે ઉપવાસ હોય ત્યારે એનર્જી લેવલ જાળવી રાખવામાં ખજૂર મદદરૂપ થાય છે. ખજૂરની કિંમત તમામ વર્ગને પરવડે તેવી હોય છે.

Holi Special: કેસુડાના રંગથી રંગોત્સવની રંગત...જાણો કેસૂડા વિના કેમ અધૂરી કહેવાય છે ધૂળેટી

ઠંડાઈઃ હોળીનો તહેવાર ઠંડાઈ વગર અધૂરો લાગે છે. હોળીના દિવસોમાં પીરસવામાં આવતી ભાંગ કે ઠંડાઈ અથવા તો લસ્સી એક ન્યુટ્રિશિયસ રિફ્રેશિંગ પીણું છે. આ પીણામાં વરિયાળી, મગજતરી બીયા(તરબૂચનાં બીયા), ગુલાબની પાંખડીઓ, મરી, ઈલાયચી, કેસર, દૂધ અને ખાંડ ઉમેરવામાં આવે છે. સામગ્રીમાં વધ-ઘટ કરીને કે અન્ય વસ્તુઓ ઉમેરીને ઠંડાઈ બનાવવામાં આવે છે. આ સિવાય ભાંગ કે ઠંડાઈમાં નટ્સ અને એરોમેટિક સ્પાઇસીસ ઉમેરવાથી એક મજેદાર રિફ્રેશિંગ પીણું તૈયાર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news