FTAને લઇ સરકાર એક્શનમાં, ચીનથી આયાત ઘટાડવા માટે કોમર્સ મંત્રાલયથી માગ્યા સૂચનો

ચીનથી આયાતને ઘટાડવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે કોમર્સ મંત્રાલય પાસેથી સૂચનો માગ્યા છે. પીએમઓએ કોમર્સ મંત્રાલયને કહ્યું કે, તેઓ એવા પગલાંઓ જણાવે કે જેના દ્વારા ચીનથી આયાત ઘટાડી શકાય છે.
FTAને લઇ સરકાર એક્શનમાં, ચીનથી આયાત ઘટાડવા માટે કોમર્સ મંત્રાલયથી માગ્યા સૂચનો

નવી દિલ્હી: ચીનથી આયાતને ઘટાડવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે કોમર્સ મંત્રાલય પાસેથી સૂચનો માગ્યા છે. પીએમઓએ કોમર્સ મંત્રાલયને કહ્યું કે, તેઓ એવા પગલાંઓ જણાવે કે જેના દ્વારા ચીનથી આયાત ઘટાડી શકાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમઓએ અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે, FATના મામલે સમીક્ષા કરી છે. FATને લઇને સરકાર એક્શનના મુડમાં છે.

સરકાર અન્ય દેશો સાથે ભારતમાં સમાનની ડંપિંગની સ્થિતિને રોકવા માટે FATની સતત સમીક્ષા કરી રહી છે. એવામાં સંભવ છે કે, આવનારા સમયમાં અન્ય કેટલાક દેશોમાંથી ઇમ્પોર્ટને ઘટાડવા માટે સરકાર કડક પગલા લઇ શકે છે.

ASEAN દેશો જેવા કે, કોરિયા, મલેશિયા, સિંગાપુર જેવા દેશોથી દેશમાં આયાત કરવામાં આવતા સામાનને લઇ સરકારની નજર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news