PMC બેન્ક કૌભાંડઃ HDILના માલિકોએ રાજકારણીઓને 'ગિફ્ટ'માં આપ્યા હતા 'આલિશાન બંગલા'...!!!

HDILના નજીકના લોકોનાં ત્યાં દરોડાની કાર્યવાહી દરમિયાન મળેલી આ માહિતી ઈડી પણ ચોંકી ગયું છે અને હવે તેણે આ દિશામાં પણ વિસ્તૃત તપાસ હાથ ધરી છે. જો આ કૌભાડમાં રાજકારણીઓ પણ સંડોવાયેલા હશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે છે.

PMC બેન્ક કૌભાંડઃ HDILના માલિકોએ રાજકારણીઓને 'ગિફ્ટ'માં આપ્યા હતા 'આલિશાન બંગલા'...!!!

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સોમવારે HDILના ચેરમેન રાકેશ વાધવાન અને તેના પુત્ર સારંગ વાધવાનના નજીકના સંબંધીઓને ત્યાં રૂ.4355 કરોડના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ કેસમાં દરોડા પાડ્યા હતા. ઈડીએ શુક્રવારે વાધવાન સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યા પછી આ કાર્યવાહી કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ દરોડા દરમિયાન EDને જાણવા મળ્યું છે કે, HDILના માલિકો દ્વારા મહારાષ્ટ્રના કેટલાક પોશ વિસ્તારોમાં રાજ્યના રાજકારણીઓને 'ગિફ્ટ' તરીકે 'આલિશાન બંગલા' આપવામાં આવ્યા હતા. 

HDILના નજીકના લોકોનાં ત્યાં દરોડાની કાર્યવાહી દરમિયાન મળેલી આ માહિતી ઈડી પણ ચોંકી ગયું છે અને હવે તેણે આ દિશામાં પણ વિસ્તૃત તપાસ હાથ ધરી છે. જો આ કૌભાડમાં રાજકારણીઓ પણ સંડોવાયેલા હશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે છે. 

સોમવારે ઈડીએ અલીબાગમાં એક 22 રૂમના આલિશાન બંગલામાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સૌથી ખાસ વાત એ છે કે, ઈડીને HDILના પ્રમોટરના નામનું એક પ્રાઈવેટ જેટ પ્લેન અને એક યાટ પણ મળી છે. આ યાટ અત્યારે માલદીવમાં ઊભી છે. ઈડીએ યાટને પણ કબ્જામાં લેવાની તૈયારી કરી છે. ઈડીએ વાધવાનની 60 કરોડની જ્વેલરી પણ જપ્ત કરી છે. 

PMC બેન્ક કૌભાંડઃ EDના દરોડામાં અલીબાગમાં મળ્યો કરોડોનો બંગલો, એરક્રાફ્ટ પણ વસાવ્યું

પીએમસી બેન્કના ચેરમેન વારયામ સિંહની ધરપકડ
પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કના ચેરમેન એસ. વરયામ સિંહ ()ની પણ મુંબઈની આર્થિક અપરાધ શાખાએ શનિવારે ધરપકડ કરી છે. પીએમસી કૌભાંડ બહાર આવ્યા પછી ચેરમેન વરયામ સિંહ ગાયબ થઈ ગયા હતા. પોલીસે તેમને માહિમમાંથી પકડ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, પોલીસની FIR મુજબ બેન્કમાં રૂ.4355 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાડમાં HDILના 44 ખાતાને લોન આપવામાં આવી છે. ગોટાળો પકડાયા પછી માત્ર 10 ખાતાની તપાસ થઈ છે. 44 ખાતાની રકમ છુપાવા માટે 21,049 ડમી ખાતા બનાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ 21,049 ડમી ખાતા બેન્કના CBS ખાતા સાથે લિન્ક કરાયા ન હતા. બેન્કના એડવાન્સ માસ્ટર ઈન્ડેન્ટ સોફ્ટવેરમાં 44 મોટા ખાતાના બદલે 21,049 ડમી ખાતા મળ્યા છે. HDIL દ્વારા આચરવામાં આવેલી નાણાકિય ગેરરીતિ બહાર આવ્યા પછી પોલીસ દ્વારા કંપનીના માલિકો સામે લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી, જેથી તેઓ દેશની બહાર ભાગી ન જાય. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news