PM Surya Ghar: મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ, 300 યૂનિટ ફ્રી મળશે વિજળી, જાણી લો પ્રોસેસ

Rooftop Solar Power Scheme: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.
 

PM Surya Ghar: મફત વિજળી માટે રજિસ્ટ્રેશન શરૂ, 300 યૂનિટ ફ્રી મળશે વિજળી, જાણી લો પ્રોસેસ

Free Electricity Scheme: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે મંગળવારે પીએમ સૂર્ય ઘર: નાગરિકોને મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે લોકોના ભલા માટે અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવતી નોંધપાત્ર સબસિડીથી લઈને ભારે રાહતવાળી બેંક લોન સુધી, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકો પર કોઈ ખર્ચનો બોજ ન પડે. તેમણે કહ્યું કે તમામ હિતધારકોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે સાંકળી લેવામાં આવશે જે વધુ સુવિધા વધારશે. મોદીએ કહ્યું કે યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમ (છત પર સૌર ઊર્જા)ને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, આ યોજનાથી લોકો માટે વધુ આવક થશે, વીજળીનું બિલ ઓછું થશે અને રોજગારીનું સર્જન થશે. સૌર ઉર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રીએ તમામ રહેણાંક ગ્રાહકોને ખાસ કરીને યુવાનોને PMSuryaGhar.gov.in પર અરજી કરીને PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મજબૂત કરે. 

સોલાર પેનલ માટે કેવી રીતે અરજી કરવી
- સૌ પ્રથમ પોર્ટલમાં નોંધણી કરો. તે પછી તમારું રાજ્ય પસંદ કરો. વીજળી વિતરણ કંપની પસંદ કરો. તે પછી વીજળી ગ્રાહક નંબર દાખલ કરો. તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરો. પોર્ટલમાં આપેલા નિર્દેશોને અનુસરો.

- ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરો. ફોર્મના અનુસાર રૂફટોપ સોલાર માટે અરજી કરો.

- ડિસ્કોમથી ફિજિબિલિટી એપ્રૂવલની રાહ જુઓ. એકવાર જ્યારે તમે ફિજિબિલિટી એપ્રૂવલ મળી જાય તો તમારે ડિસ્કોમમાં કોઇપણ રજિસ્ટર્ડ વેંડર પાસેથી પ્લાન્ટ લગાવો. 

- એકવાર ઇંસ્ટોલેશન પુરૂ થઇ જાય, પ્લાન્ટની ડિટેલ ડિપોઝિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો. 

- નેટ મીટરની ઇંસ્ટોલેશન અને ડિસ્કોમ દ્વારા ઇંસ્પેક્શન બાદ, તે પોર્ટલ પરથી કમીશનિંગ સર્ટિફિકેટ તૈયાર કરશે. 

- એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવો. પોર્ટલના માધ્યમથી બેંક ખાતાની વિગતો આપો અને કેન્સલ ચેક ડિપોઝિટ કરો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં તમારી સબસિડી મળશે.

ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર સિસ્ટમના ફાયદા શું છે?
- વીજળી બિલમાં ગ્રાહકને બચત.
- ઉપલબ્ધ છતની જગ્યાનો ઉપયોગ, વધારાની જમીનની જરૂર નથી.
- ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇન માટે કોઈ વધારાની જરૂર નથી.
- વીજળીના વપરાશ અને ઉત્પાદનને સંતુલિત કરીને, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન લોસ ઓછું થાય છે.
- ટેલ-એન્ડ ગ્રીડ વોલ્ટેજમાં સુધારો અને સિસ્ટમ કંજેશનમાં ઘટાડો. 
- સ્વચ્છ સૂર્યપ્રકાશના દિવસે, 1 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ એક દિવસમાં 4 થી 5.5 યુનિટ જનરેટ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news