બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા પર PM મોદી, માલદીવ્સમાં સંસદને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શનિવારથી શરૂ થતી માલદીવ્સ અને શ્રીલંકાની તેમની મુલાકાત ભારત દ્વારા ‘પડોશી પ્રથમ’ નીતિને આપવાનું મહત્વ દર્શાવે છે અને સમુદ્રથી ઘેરાયેલા બંને દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે.

બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા પર PM મોદી, માલદીવ્સમાં સંસદને સંબોધશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે શનિવારથી શરૂ થતી માલદીવ્સ અને શ્રીલંકાની તેમની મુલાકાત ભારત દ્વારા ‘પડોશી પ્રથમ’ નીતિને આપવાનું મહત્વ દર્શાવે છે અને સમુદ્રથી ઘેરાયેલા બંને દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. લોકસભાની ચૂંટણી જીત્યા પછી પીએમ મોદી બીજી વખત સત્તામાં આવ્યા બાદ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત અંતર્ગત સૌપ્રથમ મલદીવમાં જશે. ત્યારબાદ રવિવારે માલદીવ્સથી તેઓ શ્રીલંકા જશે.

વડાપ્રધાનએ કહ્યું, ‘મને ખાતરી છે કે માલદિવ્સ અને શ્રીલંકાની મારી મુલાકાતથી આપણી ‘પાડોશી પ્રથમ નીતિ’ અને ક્ષેત્રમાં દરેક માટે સુરક્ષા તેમજ પ્રગતિના દ્રષ્ટિકોણના આધારે આપણા દરિયાઈ પડોશી દેશો સાથેના નજીકના અને સૌમ્ય સંબંધો વધુ મજબુત થશે. એવું જાણવા મળ્યું છે કે માલદીવ્સ મોદીને પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ઓર્ડર ઓફ નિશાનીજીજુદ્દીન’થી સન્માનીત કરશે.

https://english.cdn.zeenews.com/sites/default/files/2018/12/17/744673-modi-maldives.jpg

તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રીલંકાની તેમની યાત્રા 21 એપ્રિલના રોજ થયેલા ‘ભયંકર આતંકવાદી હુમલા’ના સંદર્ભમાં ઇન્સ્યુલર દેશની સરકાર અને ત્યાંના લોકો પ્રતિ ભારતની એકતા વ્યક્ત કરવા માટે છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ભારતના લોકો શ્રીલંકાના લોકો સાથે નિશ્ચિતપણે ઉભા છે, જેઓ ઇસ્ટર દિવસના ભયંકર આતંકવાદી હુમલાના પગલે ભારે પીડા અને વિનાશનો સામનો કરી રહ્યા છે. અમે આતંકવાદ સામેની લડતમાં શ્રીલંકાને સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ. ‘ઇસ્ટરના પ્રસંગે શ્રીલંકામાં ઘણા બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા.

શ્રીલંકામાં ઘાતકી હુમલા પછી મોદી શ્રીલંકાની યાત્રા કરનાર કોઇપણ સરકારના પ્રથમ વડા બનશે. વડાપ્રધાન મોદીએ માલદીવ્સની તેમની મુલાકાત વિશે જણાવ્યું હતું કે ભારત આ દેશને મૂલ્યવાન ભાગીદાર માને છે, જેની સાથે તે ઇતિહાસ અને સંસ્કૃતિ વચ્ચેનો ઊંડો સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલના સમયમાં માલદીવ્સ સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધો ખૂબ મજબૂત રહ્યા છે. હું દૃઢપણે વિશ્વાસ કરું છું કે અમારી મુલાકાત દ્વારા આપણી બહુ-પરિમાણીય ભાગીદારી વધુ ઊંડી બનશે.’ ગત વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ માલદીવની મુલાકાત લીધી ત્યારે તેઓ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહાના શપથગ્રહણમાં સામેલ થવા ત્યાં ગયા હતા.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news