આજે દેશના 6 કરોડ ખેડૂતોને પીએમ મોદી આપશે નવા વર્ષની ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુરુવારે દેશના છ કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં 12000 કરોડ રૂપિયા આપીને તેમને નવા વર્ષની ભેટ આપશે. પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જશે. કારણ કે, ત્યાંના ખેડૂતો હજી સુધી પીએમ-કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાઈ શક્યા નથી. કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન ગુરુવારે તુમકુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ રકમને ખેડૂતોના ખાતામાં મોકલશે.
Trending Photos
અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ગુરુવારે દેશના છ કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં 12000 કરોડ રૂપિયા આપીને તેમને નવા વર્ષની ભેટ આપશે. પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જશે. કારણ કે, ત્યાંના ખેડૂતો હજી સુધી પીએમ-કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાઈ શક્યા નથી. કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, વડાપ્રધાન ગુરુવારે તુમકુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ રકમને ખેડૂતોના ખાતામાં મોકલશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ ખેડૂત સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોને ડિસેમ્બરમાં મળનારા 2000 રૂપિયાનુ ભથ્થુ મળ્યું નથી.
મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-10 લિસ્ટમાં પહોંચ્યા
બંગાળના ખેડૂતો રહી જશે વંચિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીવાળી યોજના પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ દેશભરના ખેડૂતો ઉઠાવી રહ્યા છે, પરંતુ પશ્ચિમ બંગાળના 70 લાખ ખેડૂતો હજી સુધી આ લાભથી વંચિત છે. પશ્ચિમ બંગાળી મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ યોજનાનો વિરોધ કરીને તેને હજી લાગુ કરી નથી. મમતા બેનરજી આ યોજનાના આલોચક બની હતી. તેથી તેઓ યોજનાનો પોતાના રાજ્યમાં લાગુ કરવામાં પક્ષમાં નથી. આ રીતે કેન્દ્ર અને બંગાળ સરકારની તકરારમાં પશ્ચિમ બંગાળના ગરીબ ખેડૂતો પીસાઈ રહ્યાં છે, જેઓ આ યોજનાના લાભથી વંચિત છે.
45000 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
પ્રદેશના ખેડૂતોને આ યોજનામાં રસ છે, તેથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન ખેડૂત સમ્માન નિધિ પોર્ટ પર ખેડૂતોએ ખુદ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો વિકલ્પ આપ્યા બાદ પ્રદેશના 45000 ખેડૂતો આ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. રજિસ્ટર્ડ ખેડૂતોને પીએમ-કિસાન સમ્માન નિધિનો લાભ ત્યારે જ મળશે, જ્યારે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા તેમના પાત્ર લાભાર્થી હોવાની ખરાઈ કરવામા આવશે.
6000 રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં મોકલાય છે
પીએમ કિસાન સમ્માન નિધિમાં એક ખેડૂત પરિવારને વાર્ષિક 6000 રૂપિયા સીધા તેમના ખાતામાં મોકલવામાં આવે છે. ત્રણ હપ્તામાં આ રકમને ચૂકવવામાં આવશે અને પ્રત્યેક હપ્તાની રકમ 2000 રૂપિયા થાય છે. ખેડૂતો માટે આ યોજનાનો લાભ ગત વર્ષે ડિસેમ્બર મહિનાથી આપવામાં આવી રહ્યો છે. પરંતુ ખેડૂતો જ્યારે આ યોજના સાથે જોડાયે છે, ત્યારે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરિયાત છે. તો જ તેઓને આ યોજનાનો લાભ મળે છે. આવામાં પશ્ચિમ બંગાળના ખેડૂતો અત્યાર સુધીના ત્રણ હપ્તા એટલે કે 6000 રૂપિયાનો લાભ લેવાથી વંચિત રહી ગયા છે.
9.2 કરોડ ખેડૂતોનું ડેટા કલેક્શન
કેન્દ્ર સરકારે 29 ડિસેમ્બર સુધી અંદાજે 9.2 કરોડ ખેડૂતોનો ડેટા કલેક્ટ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં કુલ 2.4 કરોડ ખેડૂત છે. જેમાંથી 2 કરોડ ખેડૂતોના ડેટાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તત્કાલીન ફાઈનાન્સ મંત્રી પિષુય ગોયલે પોતાના અંતરિમ બજેટમાં આ ડાયરેક્ટ-બેનિફીટ ટ્રાન્સફર સ્કીમની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે