PM મોદીએ ફાની અસરગ્રસ્ત ઓડિશાની લીધી મુલાકાત, 1000 કરોડ સહાયની કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલી ક્ષતિનું નિરિક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ હવાઇ મુલાકાત બાદ ઓડિશાની હાલાત પર મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલી ક્ષતિનું નિરિક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ હવાઇ મુલાકાત બાદ ઓડિશાની હાલાત પર મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની તરફથી આપત્તિ અસરગ્રસ્ત ઓડિશાને 1000 કરોડ રૂપિયાની વધારાની સહાયની ઘોષણા કરી છે. આ પહેલા ઓડિશાને કેન્દ્ર સરકારની તરફથી 381 કરોડ રૂપિયા સહાય આપવામાં આવી છે.
ઓડિશાના આપત્તિ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ દરમિયાન પીએમ મોદીની સાથે રાજ્યપાલ ગણશી લાલ અને મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યાં હતા. પીએમઓ તરફથી આ જાણકારી આપવામાં આવી છે કે, પીએમ મોદી કેન્દ્ર સરકારની તરફથી પશ્ચિમ બંગાળના ટાચના અધિકારીઓ સાથે ફાની વાવાઝોડા બાદના હાલાત પર સમીક્ષા બેઠક કરવા ઇચ્છે છે. તેના માટે પશ્ચિમ બંગાળ સરકારને પત્ર પણ લખ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે દરેક અધિકારીઓ ચૂંટણી ડ્યૂટીમાં તૈનાત હોવાના કારણે સમીક્ષા બેઠકથી ઇનકાર કર્યો હતો.
વધુમાં વાંચો: ‘ભાજપ ઉમેદવારે કહ્યું- TMCના કાર્યકર્તાઓએ લોકોને મતદાન કરવાથી રોક્યા, મારી પર કર્યો હુમલો’
પીએમ મોદી અહીં પહોંચ્યા બાદ વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત પુરી જિલ્લો અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ લેવા સીધા તેમના હેલિકોપ્ટરમાં ગયા. ઓડિશાના કોસ્ટ પર ગત શુક્રવારે પહોંચેલા ફાની વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 34 લોકોનું મોત થયા છે અને હજારો લોકો જળસંકટથી લડી રહ્યાં છે. વડાપ્રધાને શનિવારે મુખ્યમંત્રીથી ફોન પર પણ વાત કરી ફાની વાવાઝોડા બાદની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને સતત સપોર્ટ કરવાની ખાતરી આપી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે, કાલ સવાર ઓડિશા જઇશ, જ્યાં હું ફાની વાવાઝોડાના કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરીશ અને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીશ. કેન્દ્ર રાહતકાર્ય અને બચાવ કામગીરીમાં દરેક સંભવ મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે