Afghanistan સંકટ પર PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત

અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે વાતચીત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે લગભગ 45 મિનિટ સુધી વાત કરી. 

Afghanistan સંકટ પર PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને લઈને ભારત અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે વાતચીત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે લગભગ 45 મિનિટ સુધી વાત કરી. 

મળતી માહિતી મુજબ બંને નેતાઓએ આ દરમિયાન અફઘાનિસ્તાનના તાજા હાલાત અને બંને દેશોના સહયોગ અંગે ચર્ચા કરી. અત્રે જણાવવાનું કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અગાઉ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ અફઘાનિસ્તાન મુદ્દે વાત કરી હતી. હાલ તમામ દેશો અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટ પર નજર રાખી રહ્યા છે. આ સાથે જ કાબુલ એરપોર્ટથી રેસ્ક્યૂ ઓપરેશનને લઈને પણ તમામ દેશો વચ્ચે સહયોગ ચાલુ છે. 

નોંધનીય છે કે ભારત સતત આ મુદ્દે વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યું છે. ભારતનું ફોકસ હાલ ત્યાંથી પોતાના નાગરિકોને કાઢવા પર છે. જો કે ભારત સરકારે 26 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન મુદ્દે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે.

— ANI (@ANI) August 24, 2021

અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનના શાસનને એક અઠવાડિયું વીતી ગયું છે અને દુનિયાના અનેક દેશો સતત પોતાના લોકોને રેસ્ક્યૂ કરવામાં લાગેલા છે. અત્યાર સુધીમાં કોઈ પણ દેશે ખોંખારીને તાલિબાનને માન્યતા આપવાની વાત કરી નથી. જો કે અનેક દેશોએ પ્રતિબંધો લગાવવાના સંકેત જરૂર આપ્યા છે. 

તાલિબાન સતત દુનિયાને અપીલ કરી રહ્યું છે કે તેને માન્યતા આપવામાં આવે. આ સાથે જ તાલિબાને તમામ દેશોને પોતાના દૂતાવાસ  ચાલુ રાખવાની અપીલ પણ કરી છે. જો કે મોટાભાગના દેશો પોતાના દૂતાવાસ ખાલી કરી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news