PM નરેન્દ્ર મોદી 7માં યોગ દિવસ કાર્યક્રમને કરશે સંબોધિત, જાણો તમામ વિગતો

યોગ પ્રદર્શન બાદ સવારે સાત કલાકથી 7.45 કલાક સુધી પ્રધાનમંત્રી મોદીનું સંબોધન થશે. કાર્યક્રમમાં આયુષ રાજ્યમંત્રી કિરણ રિજિજૂનું પણ સંબોધન થઈ શકે છે. 

PM નરેન્દ્ર મોદી 7માં યોગ દિવસ કાર્યક્રમને કરશે સંબોધિત, જાણો તમામ વિગતો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 7માં યોગ દિવસ કાર્યક્રમને સોમવારે સવારે આશરે 6.30 કલાકે સંબોધિત કરશે. પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી યોગ દિવસનું મુખ્ય આયોજન એક ટેલીવિઝન કાર્યક્રમ દ્વારા થશે. દૂરદર્શનની તમામ ચેનલો પર સવારે 6.30 કલાકે તેની શરૂઆત થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નોડલ એજન્સી આયુષ મંત્રાલય પ્રમાણે આ વર્ષે યોગ દિવસની મુખ્ય થીમ 'સ્વાસ્થ્ય માટે યોગ' (યોગ ફોર વેલનેસ) છે. 

યોગ પ્રદર્શન બાદ સવારે સાત કલાકથી 7.45 કલાક સુધી પ્રધાનમંત્રી મોદીનું સંબોધન થશે. કાર્યક્રમમાં આયુષ રાજ્યમંત્રી કિરણ રિજિજૂનું પણ સંબોધન થઈ શકે છે. મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ યોગ દ્વારા યોગનું સજીવ પ્રદર્શન પણ સામેલ થશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વના આશરે 190 દેશોમાં થશે. આ અવસર માટે વિદેશમાં ભારતીય મિશન સંબંધિત દેશોની સાથે વિભિન્ન ગતિવિધિઓમાં સમન્વય કરી રહ્યું છે. આ તકે ભારતીય ડાક વિભાગ એક સ્પેશિયલ કૈન્સિલેશન સ્ટેમ્પ જારી કરશે. 

— Narendra Modi (@narendramodi) June 20, 2021

પ્રધાનમંત્રીના સંબોધન બાદ વિભિન્ન કાર્યક્રમોમાં 15 આધ્યાત્મિક તથા યોગ ગુરૂ પોતાના સંદેશ આપશે. તેમાં શ્રીશ્રી રવિશંકર, સદગુરૂ જગ્ગી વાસુદેવ, ડો. એચઆર નગેન્દ્ર, કમલેશ પટેલ, સ્વામી ભારત ભૂષણ, ડો. વિશ્વાસ મંડાલિક, સિસ્ટર બીકે શિવાની, એસ. શ્રીધરન, ડો. વીરેન્દ્ર હેગડે, ડો. હમસાજી જયદેવ, ઓપી તિવારી, સ્વામી ચિદાનંદ સરસ્વતી, ડો. ચિન્મય પાન્ડેય, મુનિ શ્રી સાગર મહારાજ અને એ. રોજી સામેલ છે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ- કાલે 21 જૂને આપણે સાતમાં યોગ દિવસની ઉજવણી કરીશું. આ વર્ષનો મુખ્ય વિષય શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગાભ્યાર પર કેન્દ્રીત છે. હું લગભગ 6.30 કલાકે યોગ દિવસ પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કરીશ. આયુષ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે દેશના વિભિન્ન ભાગથી આવેલા રિપોર્ટથી તે વાતનો સંકેત મળે છે કે કોરોના દર્દીઓની સારવારમાં ઘણી હોસ્પિટલોમાં યોગ અભ્યાસને સફળતાપૂર્વક સામેલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news