PM મોદી આજે કરી રહ્યા છે કોરોના રસીની તૈયારીઓની સમીક્ષા, જાણો ત્રણેય રસી કયા ટ્રાયલ સ્ટેજમાં છે

પીએમ મોદીએ સૌથી પહેલા આજે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી જ્યાં તેઓએ ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડીની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ ક્રમશ: હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીની પણ સમીક્ષા કરશે. અમને તમને જણાવીએ કે કઈ રસી હાલ કયા ટ્રાયલ સ્ટેજમાં છે. 

PM મોદી આજે કરી રહ્યા છે કોરોના રસીની તૈયારીઓની સમીક્ષા, જાણો ત્રણેય રસી કયા ટ્રાયલ સ્ટેજમાં છે

નવી દિલ્હી: ભારત સહિત આખી દુનિયા કોરોનાની રસી (Corona Vaccine) ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોરોના રસીની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. પીએમ મોદી (PM Narendra Modi) એ સૌથી પહેલા આજે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી જ્યાં તેઓએ ઝાયડસ કેડિલાની રસી ઝાયકોવ-ડીની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ ક્રમશ: હૈદરાબાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીની પણ સમીક્ષા કરશે. અમને તમને જણાવીએ કે કઈ રસી હાલ કયા ટ્રાયલ સ્ટેજમાં છે. 

રસી બનાવવામાં દુનિયામાં નંબર 1 છે ભારત
ભારત વિશ્વમાં સૌથી વધુ રસી મેન્યુફેક્ચરિંગ કરે છે. મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે જો કોઈ વેક્સિનેશન પ્રોગ્રામ આખી દુનિયામાં ચલાવવો હોય તો ભારત વગર શક્ય નથી. આ ક્ષમતા ભારતમાં જ છે કે કેટલા મોટા પાયે રસી તૈયાર કરી શકે. જરૂરિયાત અને વસ્તીના કારણે ભારત સામાન્ય રીતે દર વર્ષે 3 અબજ જેટલી રસી તૈયાર કરે છે. જેમાંથી તે 2 અબજ રસીના ડોઝ દર વર્ષે નિકાસ કરે છે. રસી મેન્યુફેક્ચરિંગમાં ભારત કેટલું આગળ છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે દર 3 માંથી એક રસી મેડ ઈન ઈન્ડિયા હોય છે. ભારતમાં રસીના માસ પ્રોડક્શનના કારણે તે બીજા દેશોની સરખામણીએ સસ્તી હોય છે. દર વર્ષે 1.5 અબજ ડોઝ રસી તૈયાર થાય છે. અત્રે જણાવવાનું કે SII ઓક્સફોર્ડ સાથે મળીને કોરોના રસી કોવિશીલ્ડ તૈયાર કરી રહી છે જે ત્રણ ફેઝના ટ્રાયલ બાદ લગભગ 90 ટકા સફળ ગણાવવામાં આવી છે. 

કેડિલા પ્લાન્ટની અંદરની તસવીરો, જ્યાં પીએમ મોદીએ કર્યું કોરોના વેક્સીનનું નિરીક્ષણ

કોરોના રસીને લોકો સુધી પહોંચાડવા માટે ચૂંટણી જેવી મહાતૈયારી
ભારતમાં લોકોને રસી આપવાની તૈયારી થઈ રહી છે. આમ તો દેશવાસીઓને કોરોનાથી બચાવવા માટે રસી લગાવવાની યોજના છે, પરંતુ સૌથી પહેલા 30 કરોડ લોકો રસી માટે પ્રાથમિતા છે. પ્રાથમિકતાના આધારે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, અને સીનીયર સિટિઝન્સને રસી આપવાની તૈયારી છે. રસીકરણ માટે નીતિ આયોગ તરફથી સૂચવવામાં આવેલા પ્લાન હેઠળ ચૂંટણીમાં જે પ્રકારે પોલિંગ બૂથ બનાવવામાં આવે છે તે જ રીતે રસી બૂથ બનાવીને લોકોને રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતે કોરોના વયારસ રસીની 60 કરોડ ડોઝનો પ્રી ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત એક અબજ ડોઝ વધુ મેળવવા માટે વાતચીત ચાલુ છે. ભારતમાં 40 લાખ ડોક્ટર અને નર્સો રસીના કામમાં લાગેલા છે. રસીકરણને પૂરું કરવા માટે 300 કરોડ ડિસ્પોઝેબલ સિરિન્જની જરૂર પડશે. 

કોરોનાને રોકવામાં 90 ટકા કારગર છે ઓક્સફોર્ડ રસી
ઓક્સફોર્ડની રસી કોવિશિલ્ડથી ભારતને ખુબ આશા છે. કારણ કે તેના માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) પુણેએ એસ્ટ્રાજેનેકા સાથે ડીલ કરી છે. SII કોવિશિલ્ડના 100 કરોડ ડોઝ તૈયાર કરશે. ભારત સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના સંપર્કમાં છે અને રસીની ખરીદી અંગે વાત ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબહ આમ તો આ રસીની કિંમત 500-600 રહેશે પરંતુ સરકાર માટે તેની કિંમત લગભગ અડધી થઈ જશે. કોવિશિલ્ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિશિષ્ઠત રિસર્ચ સંસ્થાએ બનાવી છે અને તે 90 ટકા જેટલી કારગર છે. તેને સ્ટોર કરવા માટે બહુ ઓછા તાપમાનની જરૂર નથી અને ભાવ પણ અન્ય રસી કરતા ઓછા છે. રસીના ત્રીજા ફેઝની ટ્રાયલના જે પરિણામ સામે આવ્યા છે તેના વચગાળાના વિશ્લેષણ જણાવે છે કે ઓવરઓલ તેની એફિસિયન્સી 70.4 ટકા છે. ખાસ વાત એ છે કે રિસર્ચર્સ કહે છે કે ડોઝની માત્રા બદલવા પર રસી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. જ્યારે રસીનો પહેલો ડોઝ અડધો અને બીજો ડોઝ પૂરો આપવામાં આવ્યો તો રસી 90  ટકા સુધી અસરદાર રહી. 

ભારત બાયોટેકની કોવેક્સિન ના ત્રીજા તબક્કાની ટ્રાયલ એમ્સમાં શરૂ
ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવી રહેલી દેશી રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાની હ્યુમન ટ્રાયલ એમ્સમાં શરૂ થઈ ગઈ છે. એમ્સના તંત્રિકા વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ એમવી પદ્મા શ્રીવાસ્તવ અને ત્રણ અન્ય સ્વયંસેવકોએ આ રસીનો પહેલો ડોઝ લીધો છે. ICMR સાથે મળીને ભારત બાયોટેક કોવેક્સિન બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડો.શ્રીવાસ્તવે પહેલી રસી મૂકાવી હતી અને આગામી થોડા દિવસમાં એમ્સમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોને રસી મૂકાશે. સૂત્રોએ  કહ્યું કે પરીક્ષણ હેઠળ 0.5 મીલીલીટરનો પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ 0.5 મિલીલીટરનો બીજો ડોઝ અપાશે. ત્રીજા તબક્કા બેઠળ 18 વર્ષ અને તેનાથી વદુ વર્ષના 28,500 લોકોને વિભિન્ન કેન્દ્રો પર પરીક્ષણ રસી આપવામાં આવશે. 

ઝાયડસ કેડિલાની રસી પણ છે રેસમાં
દવા કંપની ઝાયડસ કેડિલા પણ કોરોનાની રસીનું નિર્માણ કરી રહી છે અને તેની રસીને ઝાયકોવ-ડી નામ આપવામાં આવ્યું છે. કંપનીએ પહેલા જાહેરાત કરી હતી કે કોવિડ-19ની સંભવિત રસીના પહેલા ફેઝની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે અને બીજા ફેઝની ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરી દેવાઈ હતી. જાણકારી મુજબ ઝાયડસ કેડિલાની રસી આગામી વર્ષ માર્ચ સુધીમાં ઉપયોગ માટે તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. કહેવાય છે કે ઝાયડસ કેડિલા 17 કરોડ રસી બનાવવાની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ આજે ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચીને રસીની તૈયારીઓની સમીક્ષા કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news