PM મોદીનો US પ્રવાસ એકદમ ખાસમખાસ, અમેરિકા સાથે કરશે આ 6 મોટી ડીલ, જાણો વિગતો

PM Narendra Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યુએનમાં થનારા ખાસ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી સાંસદોના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિનર પણ કરશે

PM મોદીનો US પ્રવાસ એકદમ ખાસમખાસ, અમેરિકા સાથે કરશે આ 6 મોટી ડીલ, જાણો વિગતો

PM Narendra Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. પીએમ મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યુએનમાં થનારા ખાસ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકી સાંસદોના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિનર પણ કરશે. આ સાથે પ્રધાનમંત્રી પોતાના પ્રવાસ દરમિયાન પ્રવાસી નેતાઓની સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદી પોતાના આ રાજકીય પ્રવાસ દરમિયાન અમેરિકા સાથે 6 મોટી ડિફેન્સ ડીલ સાઈન કરશે. જેનાથી ભારતની વ્યૂહાત્મક તાકાત વધવાની સાથે સાથે રોજગારીની તકો પણ વધશે. 

પીએમ મોદી UN માં યોગ સત્રનું કરશે નેતૃત્વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર (UNHQ) માં યોગ સત્રનું નેતૃત્વ કરશે. પીએમ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહમાં દુનિયાના 180 દેશોના લોકો સામેલ થાય તેવી શક્યતા છે. કાર્યક્રમમાં રાજનયિકો, કલાકારો, શિક્ષણવિદો, બિઝનેસમેન સહિત સમાજના વિભિન્ન વર્ગના લોકો ભાગ લે તેવી શક્યતા છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના આહ્વાન બાદ યુએનએ વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 

He will attend Yoga Day celebrations at the UN HQ in New York and hold talks with US President Joe Biden & address to the Joint Session of the US Congress in… pic.twitter.com/y6avSoPpkd

— ANI (@ANI) June 20, 2023

પીએમ મોદી કરશે બાઈડન સાથે કરશે ડિનર
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ આપ્યું છે. જો બાઈડેન અને તેમના પત્ની ઝીલ બાઈડેન 22 જૂનની સાંજે પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં રાજકીય રાત્રિભોજની મેજબાની કરશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી અત્યાર સુધીમાં બીજા ભારતીય પ્રધાનમંત્રી અને ત્રીજા સૌથી મોટા નેતા છે. જેમને અમેરિકા તરફથી સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ અપાયું છે. આ અગાઉ વર્ષ 2009માં મનમોહન સિંહ અને વર્ષ 1963માં રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને અમેરિકાએ સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ આપ્યું હતું. 

પીએમ મોદી અમેરિકા સાથે કરશે આ 6 મોટી ડીલ
પ્રધાનમંત્રી મોદી 20થી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તના રાજકીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથે પહેલાથી મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરશે. પીએમ મોદીના ગત 7 અમેરિકી પ્રવાસોની સરખામણીમાં આ વખતનો પ્રવાસ ખુબ જ ખાસ છે. કારણ કે આ વખતે જો બાઈડેન સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદી અનેક મહત્વની ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર કરશે, જેનાથી ભારતની વ્યૂહાત્મક તાકાત વધશે. 

— Narendra Modi (@narendramodi) June 20, 2023

1 જીઈ-414 જેટ એન્જિન નિર્માણ સમજૂતિ
પાકિસ્તાન અને ચીન સાથે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ભારત સરકાર પોતાની સેનાને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. આ જ કડીમાં સરકાર ફાઈટર વિમાનોની સંખ્યા વધારવાના ઈરાદે તેજસ માર્ક-2 માટે નવા જેટ એન્જિન બનાવવા માંગે છે. અમેરિકા તેના માટે ટેક્નોલોજી ટ્રાન્સફર માટે સહમત થઈ ગયું છે અને આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી GE F414 Engine  નું નિર્માણ ભારતમાં કરવા અંગેની ડીલ સાઈન કરશે. 

2. M-777 લાઈટ હોવિત્ઝરને અપગ્રેડ કરવાની ડીલ
અમેરિકાએ M-777 લાઈટ હોવિત્ઝર તોપને અપગ્રેડ કરવાની ઓફર આપી છે, જેનાથી તેની મારક ક્ષમતા વધી જશે.  પીએમ મોદી અમેરિકી પ્રવાસ પર આ ડીલ પર સાઈન કરશે. અત્રે જણાવવાનું કે M-777 લાઈટ હોવિત્ઝર તોપ હાલ લદાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના પહાડી વિસ્તારોમાં તૈનાત છે. 

3. સ્ટ્રાઈકર બખ્તરબંધ વાહનનું ઉત્પાદન
અમેરિકાએ દુનિયાની સૌથી  શક્તિશાળી બખ્તરબંધ ગાડી સ્ટ્રાઈકર બખ્તરબંધને ભારત સાથે મળીને બનાવવાની ઓફર મૂકી છે. પીએમ મોદી આ ડીલ ઉપર પણ સાઈન કરશે. અત્રે જણાવવાનું કે સ્ટ્રાઈકર બખ્તરબંધ વાહન પોતાની તાકાત માટે ફેમસ છે અને  તેમાં મોબાઈલ ગન સિસ્ટમ, 105 એમએમની તોપ અને એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ લાગેલી છે જેનાથી તે દુશ્મનોની ટેંકોને પણ બરબાદ કરી શકે છે. 

4. પ્રીડેટર ડ્રોન ખરીદીને અંતિમ સ્વરૂપ
ભારતને પોતાની સરહદ પર નિગરાણી માટે અમેરિકી પ્રીડેટર ડ્રોનની ખુબ જરૂર છે અને રક્ષા મંત્રાલયે તેની ખરીદી અંગે લીલી ઝંડી આપી દીધી છે. પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન પ્રીડેટર ડ્રોનની ખરીદીને અંતિમ સ્વરૂપ આપી શકે છે. અત્રે જણાવવાનું કે પ્રીડેટર ડ્રોન ખુબ ખતરનાક છે અને તેની મારક ક્ષમતા 1200 કિલોમીટર છે. અમેરિકાએ તાલિબાન અને આઈએસઆઈએસ વિરુદ્ધ આ ડ્રોન દ્વારા અચૂક હુમલા કર્યા હતા. 

5. બોમ્બ અને મિસાઈલના નિર્માણ અંગે ડીલ
ભારત સતત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને આ જ કારણ છે કે ભારત પોતાની ડિફેન્સ તાકાત વધારવા માટે સતત હથિયારોનું નિર્માણ દેશમાં જ કરી રહ્યું છે. હવે ભારત હવાથી હવામાં માર કરનારી અમેરિકી મિસાઈલ અને લાંબી રેન્જવાળા આર્ટિલરી  બોમ્બનું નિર્માણ દેશમાં કરવા માંગે છે. પીએમ મોદી અમેરિકી પ્રવાસ દરમિયાન આ કરાર પર સાઈન કરી શકે છે. 

6. F-18 સુપર હોર્નેટની ખરીદી પર મહોર
ભારતને પોતાના સ્વદેશી એરક્રાફ્ટ કરિયર આઈએનએસ વિક્રાંત માટે દમદાર ફાઈટર એરક્રાફ્ટની તલાશ છે અને પીએમ મોદીના અમેરિકી પ્રવાસ પર અમેરિકાથી 26 F-18 સુપર હોર્નેટની ખરીદી પર મહોર લાગી શકે છે. અત્રે જણાવવાનું કે ભારતે ગત વર્ષે જ પોતાના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને લોંચ કર્યું હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

       

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news