Bharat Drone Mahotsav 2022: દેશને નવી તાકાત, સ્પીડ અને સ્કેલ આપવા ટેક્નોલોજીને મહત્વનું માધ્યમ બનાવ્યું- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ડ્રોન મહોત્સવનું ઉદ્ધાટન કર્યું.

Bharat Drone Mahotsav 2022: દેશને નવી તાકાત, સ્પીડ અને સ્કેલ આપવા ટેક્નોલોજીને મહત્વનું માધ્યમ બનાવ્યું- PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ડ્રોન મહોત્સવનું ઉદ્ધાટન કર્યું. આ મહોત્સવ 27 મે થી 28 મે સુધી રહેશે. કાર્યક્રમમાં નરેન્દ્ર તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગિરિરાજ સિંહ અને અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા. ડ્રોન મહોત્સવમાં 70 એક્ઝિબિટર પોતાની ડ્રોન ટેક્નિકને ડિસ્પ્લે કરી રહ્યા છે. 1600 જેટલા ડેલિગેટ ભાગ લઈ રહ્યા છે. 

પીએમ મોદીનું સંબોધન
આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારત ડ્રોન મહોત્સવના આયોજન બદલ બધાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ ડ્રોન પ્રદર્શનથી હું ઘણો પ્રભાવિત થયો છું. મારા માટે આજનો અનુભવ ખુબ સુખદ રહ્યો. જે જે સ્ટોલમાં હું ગયો ત્યાં બધા ગર્વથી કહેતા હતા કે આ મેક ઈન ઈન્ડિયા છે. ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદભૂત છે. આ જે ઉર્જા જોવા મળી રહી છે તે ભારતમાં ડ્રોન સર્વિસ અને ડ્રોન આધારિત ઈન્ડસ્ટ્રીની લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. તે ભારતમાં એમ્પ્લોયમેન્ટ જનરેશનના એક ઊભરતા મોટા સેક્ટરની સંભાવના દેખાડે છે. 

પીએમ મોદીએ  કહ્યું કે આ ઉત્સવ ફક્ત એક ટેક્નોલોજીનો નથી પરંતુ નવા ભારતની નવી ગવર્નન્સનો, નવા પ્રયોગો પ્રત્યે અભૂતપૂર્વ સકારાત્મકતાનો પણ ઉત્સવ છે. 8 વર્ષ પહેલા આ જ એ સમય હતો જ્યારે ભારતમાં અમે સુશાસનના નવા મંત્રોને લાગૂ કરવાની શરૂઆત કરી હતી. Minimum government, maximum governance ના રસ્તે ચાલતા ease of living, ease of doing business ને અમે પ્રાથમિકતા બનાવ્યા. 

- पीएम @narendramodi

— BJP (@BJP4India) May 27, 2022

તેમણે કહ્યું કે આપણા ત્યાં એવું માની લેવાયું હતું કે ટેક્નિક ફક્ત અમીર લોકોનો વેપાર છે, સામાન્ય લોકોના જીવનમાં તેનું કોઈ સ્થાન નથી. આ સમગ્ર માનસિકતાને બદલીને અમે ટેક્નોલોજીને સર્વજન માટે સુલભ કરવા અનેક પગલાં ઉઠાવ્યા અને આગળ પણ ઉઠાવવાના છીએ. પહેલાની સરકારોના સમયમાં ટેક્નોલોજીને સમસ્યાનો હિસ્સો ગણવામાં આવ્યો, તેને એન્ટી પુઅર સાબિત કરવાની કોશિશ થઈ. જેના કારણે 2014 પહેલા ગવર્નન્સમાં ટેક્નોલોજીના ઉપયોગને લઈને ઉદાસીનતાનું વાતાવરણ રહ્યું. જેનું સૌથી વધુ નુકસાન દેશના ગરીબોને થયું, વંચિતોને થયું, મિડલ ક્લાસને થયું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલાના સમયમાં લોકોએ કલાકો સુધી અનાજ, કેરોસિન, ખાંડ માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. લોકોને ડર હતો કે તેના ભાગનો સામાન તેમને મળશે કે નહીં. આજે ટેક્નોલોજીની મદદથી અમે આ ડર સમાપ્ત કર્યો છે. હવે લોકોને ભરોસો છે કે તેમને તેમના ભાગનો હિસ્સો મળશે જ. ટેક્નોલોજીએ લાસ્ટ માઈલ ડિલિવરીને સુનિશ્ચિત કરવામાં saturation ના વિઝનને આગળ ધપાવવામાં મદદ કરી છે. હું જાણું છું કે આપણે આ ગતિથી આગળ વધીને અંત્યોદયના લક્ષ્યને સિદ્ધ કરી શકીએ છીએ. 

- पीएम @narendramodi

— BJP (@BJP4India) May 27, 2022

પીએમએ કહ્યું કે 21મી સદીના નવા ભારતમાં યુવા ભારતમાં અમે દેશને એક નવી તાકાત સ્પીડ અને સ્કેલ આપવા માટે ટેક્નોલોજીને મહત્વનું માધ્યમ બનાવ્યું છે. આજે દેશે જે Robust, UPI ફ્રેમવર્ક ડેવલપ કર્યું છે તેની મદદથી લાખો કરોડ રૂપિયા ગરીબ લોકોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર થાય છે. મહિલાઓને, ખેડૂતોને, વિદ્યાર્થીઓને હવે સીધી સરકારી મદદ મળી રહી છે. પીએમ સ્વામિત્વ યોજના હેઠળ પહેલીવાર દેશના ગામડાઓની દરેક પ્રોપર્ટીનું ડિજિટલ મેપિંગ થઈ રહ્યું છે. ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ લોકોને અપાઈ રહ્યા છે. તેનાથી ભેદભાવની શક્યતા ખતમ થઈ છે. તેમાં મોટી  ભૂમિકા ડ્રોનની રહી છે. 

- पीएम @narendramodi

— BJP (@BJP4India) May 27, 2022

છેલ્લા 8 વર્ષમાં જે પ્રયત્ન થયા છે તેણે ખેડૂતોનો ટેક્નોલોજી પ્રત્યે ભરોસો ખુબ વધાર્યો છે. આજે દેશના ખેડૂતો ટેક્નોલોજી સાથે ઘણા સહજ છે, તેને વધુને વધુ અપનાવી રહ્યા છે. ડ્રોન ટેક્નિક આપણા કૃષિ સેક્ટરને હવે બીજા સ્તરે લઈ જવાની છે. સમાર્ટ ટેક્નિક આધારિત ડ્રોન તેમાં ખુબ કામ આવી શકે છે. પહેલાના સમયમાં ટેક્નોલોજી અને તેનાથી થયેલા  Invention એ ઉચ્ચ વર્ગ માટે ગણાતા હતા. આજે અમે ટેક્નોલોજીને સૌથી પહેલા Masses ને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। ડ્રોન ટેક્નોલોજી પણ તેનું ઉદાહરણ છે. અમે ખુબ ઓછા સમયમાં ડ્રોન પર લાગતા Restriction હટાવ્યા છે. 

ડ્રોન ટેક્નોલોજી વિશે વાત કરતા તેમણે કહ્યું કે પીએમ સ્વામિત્વ યોજના હેઠળ પહેલીવાર દેશના ગામડાઓની દરેક પ્રોપર્ટીનું ડિજિટલ મેપિંગ થઈ રહ્યું છે. ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ લોકોને આપવામાં આવે છે. તેનાથી ભેદભાવની શક્યતા દૂર થઈ છે. આમાં ડ્રોનની મોટી ભૂમિકા છે. ડ્રોન ટેક્નોલજી આપણા કૃષિ સેક્ટરને હવે બીજા સ્તર પર લઈ જશે. સ્માર્ટ ટેક્નોલોજી આધારિત ડ્રોન તેમાં ખુબ કામ આવી શકે છે. 

— ANI_HindiNews (@AHindinews) May 27, 2022

તેમણે વધુમાં કહ્યું જ્યારે કેદારનાથના પુર્નનિર્માણનું કામ શરૂ થયું ત્યારે દર વખતે મારું ત્યાં જવું શક્ય નહતું. ત્યારે મે ડ્રોન દ્વારા કેદારનાથના કામનું નિરિક્ષણ કર્યું. આજે સરકારી કામોની ગુણવત્તાને જોવી હોય તો એ જરૂરી નથી કે હું કહું કે મારે ત્યાં નિરિક્ષણ કરવા જવું છે. જેથી કરીને  બધુ ઠીક થઈ જાય. હું ડ્રોન મોકલી દઉ તો તે ત્યાંથી જાણકારી લઈ આવે અને તેમને ખબર પણ ન પડે કે મેં જાણકારી લીધી છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે અદભૂત છે. જે ઉર્જા જોવા મળી રહી છે તે ભારતમાં ડ્રોન સર્વિસ અને ડ્રોન આધારિત ઈન્ડસ્ટ્રીની લાંબી છલાંગનું પ્રતિબિંબ છે. તે ભારતમાં રોજગારના એક ઉભરતા મોટા સેક્ટરની સંભાવના દેખાડે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news