PM મોદીએ મણિપુરને આપી મોટી ભેટ, પૂર્વોત્તર કેવી રીતે ભારતના વિકાસનું ગેટવે છે તે પણ સમજાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પૂર્વોત્તર રાજ્ય મણિપુરના પ્રવાસે છે. પીએમ મોદીએ મણિપુરમાં 4800 કરોડ રૂપિયાથી વધુના 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
Trending Photos
ઈમ્ફાલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પૂર્વોત્તર રાજ્ય મણિપુરના પ્રવાસે છે. પીએમ મોદીએ મણિપુરમાં 4800 કરોડ રૂપિયાથી વધુના 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ ઈમ્ફાલમાં એક જનસભાને પણ સંબોધિત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે એરપોર્ટથી અહીં આવ્યો તો સમગ્ર રસ્તે લગભગ આઠ કિલોમીટરની હ્યુમન વોલ જોવા મળી. તમારા લોકોનો આ પ્રેમ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. હવે થોડા દિવસ પછી 21 જાન્યુઆરીના રોજ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યે 50 વર્ષ પૂરા થઈ જશે. દેશ હાલ પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ સમય પોતાનામાં જ એક ખુબ મોટી પ્રેરણા છે.
પીએમ મોદીએ કહ્યું કે મે પહેલા પણ કહ્યું છે કે દેશનો પૂર્વ ભાગ ભારતના વિકાસનો પ્રમુખ સ્ત્રોત બનશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે મણિપુર અને નોર્થ ઈસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ ભરી રહ્યા છે. આટલા બધા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ થયું છે. આ બધુ મણિપુરની મણીઓ છે જે મણિપુરની શાન વધારશે.
તેમણે વધુમાં કહ્યું કે આજે મણિપુરના 60 ટકા ઘરોમાં પાઈપથી પાણી પહોંચી રહ્યું છે. જલદી મણિપુર 100 ટકાનો લક્ષ્યાંક પૂરો કરશે. આ ડબલ એન્જિનની તાકાત છે. આજે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તેમની સાથે જ આજે મણિપુરના લોકોનો ફરીથી આભાર માનુ છું.
ये सब आपके एक वोट की ताकत है, जिसकी वजह से मणिपुर के 6 लाख परिवारों को पीएम गरीब कल्याण योजना के अंतर्गत मुफ्त राशन का लाभ मिल रहा है।
पीएम आवास योजना के तहत करीब 80 हजार घरों को स्वीकृति मिली है।
- पीएम @narendramodi
— BJP (@BJP4India) January 4, 2022
પીએમ મોદીએ કહ્યું કે તમે મણિપુરમાં એવી સ્થિર સરકાર બનાવી જે પૂરેપૂરા દમખમથી ચાલી રહી છે. આ તમારા એક મતના કારણે થયું. આ તમારા એક મતની તાકાત છે જેના કારણે મણિપુરના 6 લાખ ખેડૂતોને પીએમ સન્માન નિધિના પૈસા મળ્યા. આ બધુ તમારા એક મતની તાકાત છે જેના કારણે 6 લાખ ગરીબ પરિવારોને મફત રાશન મળી રહ્યું છે.
मैं जब प्रधानमंत्री नहीं बना था, उससे पहले भी अनेकों बार मणिपुर आया था।
मैं जानता था कि आपके दिल में किस बात का दर्द है।
इसलिए 2014 के बाद मैं दिल्ली को, भारत सरकार को आपके दरवाजे पर लेकर आ गया।
— BJP (@BJP4India) January 4, 2022
પીએમ મોદીએ કહ્યું કે હું જ્યારે પ્રધાનમંત્રી નહતો બન્યો તે પહેલા પણ અનેકવાર મણિપુર આવ્યો હતો. હું જાણતો હતો કે તમારા હ્રદયમાં કઈ વાતનું દર્દ છે? આથી 2014 પછી દિલ્હીને, ભારત સરકારને તમારા દરવાજે લઈને આવી ગયો. અમારી સરકારની સાત વર્ષની મહેનત પૂરા નોર્થ ઈસ્ટમાં જોવા મળી રહી છે. મણિપુરમાં જોવા મળી રહી છે. આજે મણિપુર બદલાવનું, એક નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિક બની રહ્યું છે. આ બદલાવ છે - મણિપુરના કલ્ચર માટે, કેર માટે. તેમાં કનેક્ટિવિટીને પણ પ્રાથમિકતા છે, Creativity ને પણ એટલું જ મહત્વ છે.
आपको ये याद रखना होगा कि कुछ लोग सत्ता पाने के लिए मणिपुर को फिर से अस्थिर करना चाहते हैं।
ये लोग उम्मीद लगाए बैठे हैं कि कब उन्हें मौका मिले और कब वो अशांति का खेल खेलें।
लेकिन मणिपुर के लोग इन्हें पहचान चुके हैं।
— BJP (@BJP4India) January 4, 2022
તેમણે કહ્યું કે અમે પૂર્વોત્તર માટે 'એક્ટ ઈસ્ટ' નો સંકલ્પ લીધો છે. ઈશ્વરે આ વિસ્તારને એટલા પ્રાકૃતિક સંસાધન આપ્યા છે, એટલું સામર્થ્ય આપ્યું છે. અહીં વિકાસની, ટુરિઝમની ખુબ સંભાવનાઓ છે. નોર્થ ઈસ્ટની આ સંભાવનાઓ પર હવે કામ થઈ રહ્યું છે. પૂર્વોત્તર હવે ભારતના વિકાસનું ગેટવે બની રહ્યું છે. મણિપુર દેશ માટે એકથી એક ચડિયાતા રત્નો આપનારું રાજ્ય રહ્યું છે. અહીંના યુવાઓએ અને ખાસ કરીને મણિપુરની દીકરીઓએ સમગ્ર દુનિયામાં ભારતનો ઝંડો ઉઠાવ્યો છે. ગર્વથી દેશનું માથું ઊંચુ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે