મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી,'ડોક્ટરો પાસે સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ'

રેડિયો પર મન કી બાત કાર્યક્રમના 45મા સંસ્કરણનું આજે પ્રસારણ થયું છે

મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી,'ડોક્ટરો પાસે સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ'

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો. રેડિયો પર મન કી બાત કાર્યક્રમના 45મા સંસ્કરણમાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે, 'બેંગ્લુરુમાં ઐતિહાસિક ટેસ્ટ મેચ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચ યાદગાર સાબિત થઈ છે. અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાને આખી દુનિયા સામે પોતાના દેશના પ્રતિનિધિત્વ કર્યું છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની ખાસ વાત

  • ભારત અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને મારી શુભકામના છે અને તેઓ આવા જ સ્પિરીટ સાથે રમશે અને વિકસશે.
  • મન કી બાતમાં વડાપ્રધાન મોદી ડોક્ટર દિવસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ડોક્ટર્સ પાસે સ્વસ્થ જીવન જીવવાનો અનુભવ.
  • 21 જૂને ચોથા વિશ્વ યોગ દિવસે આખા દેશે ગૌરવની લાગણી અનુભવી જ્યારે પાયદળ, હવાઈદળ અને નૌકાદળના સૈનિકોએ યોગનો અભ્યાસ કર્યો.
  • ભારતીય સૈનિકોએ પનડુબ્બીની અંદર અને સિયાચીનમાં બરફના પહાડ પર યોગ અભ્યાસ કર્યો.
  • 1 જુલાઈએ ડોક્ટર દિવસની અનેક શુભેચ્છા. માતા આપણને જન્મ આપે છે પણ ડોક્ટર બીજું જીવન આપે છે.
  • કબીદ દાસજીએ છેલ્લો સમય મગહરમાં ગાળ્યો હતો એટલે હું 28 જૂને ગોરખપુરના મગહર જઈશ અને ત્યાંની ખાસ વાતો જાણવાનો પ્રયાસ કરીશ.
  • ભારતના સમૃદ્ધ ઇતિહાસમાં એવો કોઈ મહિનો નથી જ્યારે કોઈ ઐતિહાસિક ઘટના ન બની હોય. ભારતના દરેક સ્થાનની પોતાની ખાસ વિરાસત છે. 

વહુને કહેતાં હતાં કાળી...કાળી, અંતે થયું ન થવાનું

મન કી બાતના 44મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ફિટ ઇન્ડિ્યા, પર્યાવરણ અને યોગ જીવન માટે જરૂરી છે. એ સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની 6 દીકરીઓ 250થી વધારે દિવસ ‘નાવિકા સાગર પરિક્રમા’ને INSV તારિણીમાં આખી દુનિયા ફરીને 21 મેના દિવસે ભારત પરત ફરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news