LIVE: ચીની સૈનિકો સાથે લોહિયાણ સંઘર્ષમાં ઘાયલ થયેલા જવાનોને મળ્યાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત પણ છે. પીએમ મોદી આજે સવારે લેહ પહોંચ્યા અને જવાનો સાથે મુલાકાત થઈ. આ અગાઉ ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત જ લેહની મુલાકાતે આવવાના હતાં. 

LIVE: ચીની સૈનિકો સાથે લોહિયાણ સંઘર્ષમાં ઘાયલ થયેલા જવાનોને મળ્યાં પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત અને આર્મી ચીફ એમ.એમ નરવણે પણ છે. આ અગાઉ ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત જ લેહની મુલાકાતે આવવાના હતાં. પીએમ મોદી લદાખની જે જગ્યાએ પહોંચ્યા છે તેનું નામ નીમુ છે. તે લેહથી દ્રાસ તરફ પડે છે. અહીં તેઓ આર્મી, એરફોર્સ અને આઈટીબીપીના જવાનોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. આ બોર્ડરની ફોરવર્ડ લોકેશન છે. લગભગ 11000 હજાર ફૂટની ઊંચાઈ સ્થિત નીમુની ટેરેન ખુબ જ મુશ્કેલ ગણાય છે. આ વિસ્તાર સિંધુ નદીના કિનારા પર સ્થિત છે. 

ઘાયલ જવાનોને મળ્યા પીએમ મોદી
નીમુની ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધા બાદ પીએમ મોદી લેહ ખાતે વોર મેમોરિયલ પહોંચ્યાં. અહીં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ચીની સૈનિકો સાથે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ઘાયલ થયેલા જવાનોને પણ પીએમ મોદી મળ્યાં. અત્રે જણાવવાનું કે આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતાં અને ચીનના પણ 40 જેટલા જવાનો માર્યા ગયા હતાં. તથા અનેક ઘાયલ થયા હતાં. 

— ANI (@ANI) July 3, 2020

મે મહિનાથી જ ચીન સાથે બોર્ડર પર તણાવ ચાલુ છે. બોર્ડર પર સતત ગંભીર સ્થિતિ છે. આ બધા વચ્ચે પીએમ મોદીએ લેહ પહોંચીને ચીનને કડક સંદેશ આપ્યો છે. આ અગાઉ ચીન વિરુદ્ધ ડિજિટલ સ્ટ્રાઈક અને દરેક મોરચે તેને ઘેરીને તેની આર્થિક કમર તોડવાની રણનીતિમાં લાગેલા ભારતને દુનિયાના મોટા મોટા દેશોનો સાથ મળી રહ્યો છે. આ જ કડીમાં ગુરુવારે ભારતની દૂરંદર્શી કૂટનીતિક રણનીતિને વધુ એક સફળતા મળી. જ્યારે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિને એક બીજા સાથે ફોન પર લાંબી વાત કરી. 

— ANI (@ANI) July 3, 2020

બંને નેતાઓ વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીતમાં એ વાત પર સહમતિ બની કે દ્વિપક્ષીય સંપર્ક અને પરામર્શની ઝડપ જાળવી રાખવામાં આવશે. જે આ વર્ષના અંતમાં ભારતમાં થનારા વાર્ષિક દ્વિપક્ષીય શિખર સંમેલનના આયોજનમાં ખુબ મદદગાર સાબિત થશે. 

— ANI (@ANI) July 3, 2020

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે શુક્રવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ લેહની મુલાકાત જવાના હતાં. પરંતુ ગુરુવારે તેમના કાર્યક્રમમાં ફેરફાર થઓ અને ત્યારબાદ નક્કી થયું કે ફક્ત બિપિન રાવત જ લેહ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news