રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે અલગ અલગ જગ્યાઓથી 8 ટ્રેનોને લીલીઝંડી બતાવાઈ
Trending Photos
- ટ્રેનોને એકસાથે લીલીઝંડી બતાવીને તેમણે સૌથી પહેલા કહ્યું કે, બહુ જ સુંદર તસવીર, આવિષ્કારનું સુંદર સ્વરૂપ ઐતિહાસિક બની રહ્યું
ઝી મીડિયા/બ્યૂરો :આજે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાનમાં વધારો કરતી સુવિધાની લીલીઝંડી બતાવી છે. પીએમ મોદી (narendra modi) દ્વારા 8 ટ્રેનોને લીલીઝંડી અપાઈ છે, જે દેશના અલગ અલગ રાજ્યોના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડશે. પીએમ મોદીએ નવી દિલ્દીથી અન્ય 8 ટ્રેનોને એકસાથે લીલીઝંડી (Statue Of Unity By Rail) આપી. ત્યારે દેશના અલગ અલગ સ્ટેશનોથી એકસાથે ટ્રેન ઉપડી હતી. આ નજારો જોવા જેવો બની રહ્યો હતો. જેમાં અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, દાદર, રેવા, વારાણસી, પ્રતાપનગર અને કેવડિયાથી બે મેમુ સહિત 8 ટ્રેન દોડશે. આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ( kevadiya train) માં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. ટ્રેનોને એકસાથે લીલીઝંડી બતાવીને તેમણે સૌથી પહેલા કહ્યું કે, બહુ જ સુંદર તસવીર, આવિષ્કારનું સુંદર સ્વરૂપ ઐતિહાસિક બની રહ્યું.
તેમણે કહ્યું કે, રેલવેના ઈતિહાસ (indian railway) માં પહેલીવાર એવું બન્યું, જેમા એકસાથે અલગ અલગ જગ્યાઓથી આટલી ટ્રેનોને લીલીઝંડી બતાવવામાં આવી. કેવડિયા પણ એવું સ્થળ છે. આ સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતનું મંત્ર સાબિત કરે છે. આજે કેવિડયાનું દેશની દરેક દિશાથી સીધી રેલ કનેક્ટિવિટીથી જોડવું દેશ માટે અદભૂત ક્ષણ છે. ગર્વભરી પળ છે. વારાણસી, રીવા, દાદર, દિલ્હીથી જનશતાબ્દી એક્સપ્રેસ કેવડિયા માટે નીકળી છે. ડભોઈ ચાણોદ ટ્રેન નેરોગેજમાઁથી બ્રોડગેજમાં કન્વર્ટ થઈ છે. આ કનેક્ટિવિટીથી કેવડિયા (kevadiya) ના આદિવાસી લોકોનું જીવન પણ બદલશે. તે રોજગારીની નવી તક પણ લાવશે. કરનાળી, પોઈચા અને ગરુડેશ્વર જેવા આસ્થા સાથે જોડાયેલા સ્થળો પણ રેલવેથી કનેક્ટ થશે. આ વિસ્તાર સ્પીરીચ્યુઅલ વાઈબ્રેશનથી ભરેલા સ્થળો છે. આજે કેવડિયા ગુજરાતના દુર્ગમ વિસ્તારમાં આવેલો નાનકડો બ્લોક રહ્યો નથી. પણ તે વિશ્વના સૌથી મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન (gujarat tourism) તરીકે ઉભરી રહ્યું છે. અહી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ વધુ પ્રવાસી આવી રહ્યાં છે. લોકાર્પણ બાદ 50 લાખ લોકો તેને નિહાળી ચૂક્યાં છે. કોરોનામાં મહિના સુધી બધુ બંધ રહ્યા છતા, હવે તેના પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
એક સરવે મુજબ, જેમ કનેક્ટિવિટી વધશે, ભવિષ્યમાં એક લાખ લોકો કેવડિયા આવવા લાગશે. નાનકડું કેવડિયા ઈકોનોમી અને ઈકોલોજીના વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. લોકોને પહેલા આ કામમાં શંકા લાગતી હતી. ગ્રામીણ પૃષ્ઠભૂમિમાં કેવડિયા એક નાનકડું ગામ જ હતું. પણ આજે ત્યાં બધુ જ છે. આજે દેશના અનેક સ્થળોથી કેવડિયા જોડાઈ ગયુ છે. આ શહેર કમ્પ્લીટ ફેમિલી પેકજ તરીકે સેવા આપી રહ્યું છે.
આ પણ વાંચો : વેક્સીન અંગેના તમારા ગૂંચવતા સવાલોનો જવાબ આ રહ્યો, કોણે-ક્યારે-શા માટે રસી લેવી?
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તેમણે કહ્યું કે, રેલવે ટ્રાન્સપોર્ટ, મલ્ટી ડિસીપ્લીનરી રિસર્ચ, ટ્રેનિંગ, આધુનિક સુવિધાઓ બધુ જ ભારતમાં છે. રેલવે યુનિવર્સિટી રેલવેને આધુનિક બનાવશે. ગુજરાત સહિત આખા દેશને નવી રેલ સુવિધા માટે અભિનંદન. સરદારનું એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરતું આ સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અલગ અલગ રાજ્યોના લોકો આવશે તો દેશની એક્તાનું દ્રશ્ય દેખાશે. લઘુ ભારત જોવા મળશે. એકતા અને અખંડિતતાનું નવુ સોપાન છે આ સ્થળ.
One of the trains flagged off for Kevadia today originates at Puratchi Thalaivar Dr MG Ramachandran Central Railway Station. It is a pleasant coincidence that today is the birth anniversary of MGR. His life was dedicated to the service of the poor: PM Narendra Modi https://t.co/4XsQzOvvwF pic.twitter.com/nlXQx1eBXw
— ANI (@ANI) January 17, 2021
કેવડિયામાં હોમ સ્ટે પણ ઉભું કરાયું
પીએમ મોદીએ જણાવ્યું કે, બાળકો, યુવકો, વૃદ્ધો તમામ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણુ બધુ છે. કેવડિયાના આદિવાસી ગામોમાં 200 થી વધુ રૂમની ઓળખ કરીને તેને હોમ સ્ટે માટે પસંદ કરાયા છે. કેવડિયાના રેલવે સ્ટેશન પણ ઈકો ફ્રેન્ડલી બનાવાયું છે. અહી ગ્રીન ગેલેરી બનાવાઈ છે. આ પ્રયાસ ભારતીય રેલવેના બદલતા સ્વરૂપનું ઉદાહરણ છે. ભારત રેલવે પ્રમુખ ટુરિસ્ટ અને આસ્થા સાથે જોડાયેલ સર્કિટને પણ સીધી કનેક્ટિવિટી આપી રહી છે. વિસ્ટાડોમ કોચ પણ હવે મૂકાયા છે. દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં જે કામ થયું, તે અભૂતપૂર્વ છે. આઝાદી બાદ આપણી મોટીભાગની ઉર્જા પહેલાની વ્યવસ્થાને યોગ્ય બનાવવામાં વપરાઈ હતી. નવી ટેકનોલોજી પર ફોકસ ઓછો રહ્યો હતો. તેથી આ એપ્રોચ બદલાવો જરૂરી હતો. તેથી અમે રેલવેમાં વ્યાપક બદલાવ લાવવાનું કામ કર્યુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેન શરૂ--
- કેવડિયાથી વારાણસીમહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
- દાદરથી કેવડિયાદાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
- અમદાવાદથી કેવડિયાજનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
- કેવડિયાથી હઝરત નિઝામુદ્દીનનિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ(દ્વિ-સાપ્તાહિક)
- કેવડિયાથી રીવાકેવડિયા-રીવા એક્સપ્રેસ(સાપ્તાહિક)
- ચેન્નઈથી કેવડિયાચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ(સાપ્તાહિક)
- પ્રતાપનગરથી કેવડિયામેમૂ ટ્રેન (દૈનિક)
- કેવડિયાથી પ્રતાપનગરમેમૂ ટ્રેન (દૈનિક)
Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity in Kevadia, Gujarat with different regions of the country, via video conference. pic.twitter.com/QkzIB0bnKG
— ANI (@ANI) January 17, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે