દિલ્હી: અનાજ મંડી આગમાં 43 લોકોના મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ

દિલ્હીના રાણી ઝાંસી રોડ (Rani Jhansi Road) પાસે અનાજ મંડી (Anaj Mandi) વિસ્તારમાં લાગેલી આગ બાદ 43 લોકોના મોત પર પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi )એ દુખ વ્યક્ત કર્યું છે, પીએઅમ મોદીએ કહ્યું કે પોતાના પ્રિયજનોને ગુમાવનાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓ ઘટનાસ્થળે દરેક સંભવ મદદ કરી રહ્યા છે. 

દિલ્હી: અનાજ મંડી આગમાં 43 લોકોના મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હી: દિલ્હીના રાણી ઝાંસી રોડ (Rani Jhansi Road) પાસે અનાજ મંડી (Anaj Mandi) વિસ્તારમાં લાગેલી આગ બાદ 43 લોકોના મોત પર પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi )એ દુખ વ્યક્ત કર્યું છે, પીએઅમ મોદીએ કહ્યું કે પોતાના પ્રિયજનોને ગુમાવનાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના. પીએમ મોદીએ કહ્યું કે અધિકારીઓ ઘટનાસ્થળે દરેક સંભવ મદદ કરી રહ્યા છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'દિલ્હીની અનાજમાં આગ લાગી હોવાના દુખદ સમાચાર સાંભળીને ખૂબ દુખ થયું. મારા વિચાર અને પ્રાર્થનાઓ પ્રભાવિત પરિવારો સાથે છે. ઘાયલોને જલદી સ્વસ્થ થવાની કામના. સ્થાનિક અધિકારીઓ લોકોને બચાવવા અને મદદ પુરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ રાણી ઝાંસી રોડ (Rani Jhansi Road) સ્થિત અનાજ મંડીમાં લાગેલી ભીષણ આગ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું. અમિત શાહે અધિકારીઓને તત્કાલિક દરેક સંભવ મદદ આપવાના નિર્દેશ આપ્યા છે.

અમિત શાહે કહ્યું કે જે પરિવારજ્નોએ પોતાનાઓને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદનાઓ. તેમણે કહ્યું કે ઘાયલોના જલદી સ્વાસ્થ્ય થવાની કામના કરું છું. 

તમને જણાવી દઇએ કે દિલ્હીની અનાજ મંડી વિસ્તારમાં રવિવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધી 43 લોકોના મોતના સમાચાર છે. આ વિસ્તારની જૂની દિલ્હીના રાણી ઝાંસી વિસ્તાર સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે છે. આ આગમાં અત્યાર સુધી 52 લોકોને બચાવવામાં આવ્યા છે. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણેય ઘરોમાં લાગી, અને કાગળની ગેરકાયદેસર ફેક્ટરઈ ચાલતી ચાલતી હતી. જેથી આગ ફેલાઇ અને તેણે ત્રણેય મકાનના બે માળને ચપેટમાં લઇ લીધા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news