PM મોદીએ બાબા કેદારનાથના દર્શન સમયે પહેર્યો આ ખાસ ડ્રેસ, જાણો કોણે આપ્યો હતો ભેટમાં

PM Narendra Modi dress Kedarnath Temple: પીએમ મોદી હાલ ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં તેમણે પહેરેલો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો છે. જાણો આખરે શું છે આ ડ્રેસમાં એવું તે ખાસ...હિમાચલ પ્રદેશ સાથે તેનું શું છે કનેક્શન...વધુ વિગતો માટે વાંચો અહેવાલ...

PM મોદીએ બાબા કેદારનાથના દર્શન સમયે પહેર્યો આ ખાસ ડ્રેસ, જાણો કોણે આપ્યો હતો ભેટમાં

PM Narendra Modi dress Kedarnath Temple: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ઉત્તરાખંડ પ્રવાસે છે. તેમણે સૌથી પહેલા કેદારનાથ મંદિર પહોંચીને દર્શન અને પૂજા અર્ચના કરી. પીએમ મોદી જ્યારે બાબા કેદારનાથની પાવન ભૂમિ પર દર્શન માટે પહોંચ્યા તો તેમણે એક ખાસ ડ્રેસ પહેર્યો હતો. જેનું હિમાચલ પ્રદેશ સાથે ખાસ કનેક્શન છે. 

प्रधानमंत्री श्री @narendramodi ने केदारनाथ धाम में पूजा-अर्चना की।

जय-जय श्री केदार 🛕#ModiInDevBhumi pic.twitter.com/MvjRAWNytr

— BJP (@BJP4India) October 21, 2022

હિમાચલની મહિલાએ હાથેથી બનાવીને આપ્યો હતો ડ્રેસ
પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથ પ્રવાસમાં જે ડ્રેસ પહેર્યો તેને ચોલા ડોરા કહે છે અને તે હિમાચલ પ્રદેશના હાથવણાટ ઉદ્યોગમાં નિર્મિત છે. પીએમ મોદી જ્યારે હિમાચલના ચંબા પ્રવાસ પર ગયા હતા, ત્યારે એક મહિલાએ પોતાના હાથેથી બનાવીને તેમને આ ડ્રેસ ગિફ્ટ કર્યો હતો. 

આ વીડિયો પણ ખાસ જૂઓ...

પીએમ મોદીએ પણ વચન નિભાવ્યું
પીએમ મોદીએ ચંબા પ્રવાસ દરમિયાન ડ્રેસ ભેટ તરીકે સ્વીકારતા મહિલાને વચન આપ્યું હતું કે જ્યારે પણ તેઓ કોઈ ઠંડી જગ્યાએ જશે ત્યારે તેને પહેરશે. કેદારનાથ મંદિર પહોંચતા પીએમ મોદીએ વચન પૂરું કર્યું. આજે તેઓ આ જ ડ્રેસ પહેરીને પહોંચ્યા. આ ડ્રેસ પર ખુબ જ સરસ હસ્તકળા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news