NITI Aayog: મુખ્યમંત્રીઓ સાથે મીટિંગમાં PM મોદીએ કહ્યું- ખેડૂતોને થોડા ગાઇડ કરવાની જરૂર છે

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. તેમને વીડિયો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીતિ આયોગની સંચાલન સમિતિની છઠ્ઠી બેઠકને સંબોધિત કરી હતી.

NITI Aayog: મુખ્યમંત્રીઓ સાથે મીટિંગમાં PM મોદીએ કહ્યું- ખેડૂતોને થોડા ગાઇડ કરવાની જરૂર છે

નવી દિલ્હી: નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. તેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. તેમને વીડિયો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીતિ આયોગની સંચાલન સમિતિની છઠ્ઠી બેઠકને સંબોધિત કરી હતી.

બેઠકને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ પુરા કરવા જઇ રહ્યો છે ત્યારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક અને મહત્વપૂર્ણ થઇ ગયા છે. હું રાજ્યો પાસે આગ્રહ કરીશ કે આઝાદીના 75 વર્ષ માટે પોત પોતાના રાજ્યોમાંથી સમાજના તમામ લોકોને જોડીને સમિતિઓનું નિર્માણ થાય. 

પીએમ મોદીએ કહ્યું કે અમે કોરોના દરમિયાન જોયું કે કેવા કેંદ્ર અને રાજ્ય સરકારોને રાષ્ટ્રને સફળ બનાવવામાં એકસાથે કામ કર્યું છે. તેનાથી વિશ્વસ્તર પર દેશની સકારાત્મક છબિ બનાવી છે. ઘણા રાજ્યોમાં ઝડપથી ગતિથી વિકાસનું કામ કર્યું છે. કેન્દ્ર-રાજ્ય સાથે મળીને કામ કર્યું, વિકાસ પ્રાઇમ એજન્ડા હોવો જોઇએ. 

મોદીએ કહ્યું કે કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને વધુ સાર્થક બનાવવા અને એટલું જ નહી અમે પ્રયત્નપૂર્વક કમ્પટેટિવ કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને ન ફક્ત રાજ્યો વચ્ચે પરંતુ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી લઇ જવી પડશે જેથી વિકાસની સ્પર્ધા સતત ચાલતી રહે. 

પીએમ મોદીએ કહ્યું કે 2014થી ગ્રામીણ અને શહેરી ભારતમા6 2.4 કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યા છે. વધુ એક પહેલ ચાલી રહી છે જેમાં ભારતમાં છ રાજ્યોમાં આધુનિક ટેક્નોલોજીથી મકાન બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિનામાં નવા મોડલ સાથે મજબૂત ઘર બનાવવામાં આવશે. 

 આ બેઠકના એજન્ડામાં કૃષિ, માળખગત સુવિધાઓ, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, પાયાના સ્તરે સેવાઓ પહોંચાડવી તેમજ આરોગ્ય અને પોષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા સમાવવામાં આવી છે.

સંચાલન સમિતિ આંતર-ક્ષેત્રીય, આંતર-વિભાગીય અને સંઘીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડે છે. તેમાં પ્રધાનમંત્રી, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT)ના મુખ્યમંત્રીઓ તેમજ ધારાસભ્યો અને અન્ય UTના લેફ્ટેનન્ટ ગવર્નરો સામેલ હોય છે. છઠ્ઠી બેઠકમાં પ્રથમ વખત લદાખનો પ્રવેશ થઇ રહ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીર પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ભાગ લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news