વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન : FCI થશે મજબૂત, મોદી કેબિનેટના મોટા નિર્ણયો

Cabinet decisions: કેબિનેટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મળશે.
 

 વિદ્યાર્થીઓને મળશે 10 લાખની એજ્યુકેશન લોન : FCI થશે મજબૂત, મોદી કેબિનેટના મોટા નિર્ણયો

PM Modi Cabinet: આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મીટિંગ વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ને વધુ મજબૂત કરવા માટે તેની ઈક્વિટી મૂડી વધારીને 10,700 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 2004થી 2014 સુધી ફૂડ સબસિડી રૂ. 5.15 લાખ કરોડ હતી, જે 2014 થી 2024 સુધીમાં વધીને રૂ. 21.56 લાખ કરોડ થઈ છે, જેનાથી ખાદ્ય સુરક્ષા અને વિતરણ વ્યવસ્થામાં સુધારો થશે.

વિદ્યાલક્ષ્મી યોજના (Vidyalakshmi Yojana) પણ મંજૂર
આ સાથે જ કેબિનેટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાને (Pradhan Mantri Vidyalakshmi Yojana) પણ મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન (education loan) મળશે. 

— ANI (@ANI) November 6, 2024

— ANI (@ANI) November 6, 2024

આ લોન દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેથી તેઓ આર્થિક સંકટ છતાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. આ યોજના માટે 3,600 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી છે, જે નાણાકીય વર્ષ 2024-25 થી લાગુ કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news