PM નરેન્દ્ર મોદીની અપ્રૂવલ રેટિંગ સૌથી આગળ, વિશ્વના બધા નેતાઓને પછાડ્યા
અમેરિકી એજન્સી પ્રમાણે પીએમ મોદીની કુલ અપ્રૂવલ રેટિંગ 55 પોઈન્ટ છે. એજન્સીના રિપોર્ટમાં તે પણ દેખાડવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તમામ વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના કાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની વિશ્વભરમાં લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. અમેરિકી એજન્સી મોર્નિંગ કન્સલ્ટ (Morning Consult) દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે. એજન્સી પ્રમાણે પીએમ મોદીની કુલ અપ્રૂવલ રેટિંગ 55 પોઈન્ટ છે. એજન્સીના રિપોર્ટમાં તે પણ દેખાડવામાં આવ્યું કે, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તમામ વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ છે. આ એજન્સી વિશ્વભરના નેતાઓ અને સરકારની અપ્રૂવલ રેટિંગ જારી કરે છે.
જાણો કોની લોકપ્રિયતામાં થયો વધારો
મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ (Morning consult political intelligence)એ વર્તમાનમાં 13 દેશો (ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા)ના નેતાઓની અપ્રૂવલ રેટિંગ જારી કરી છે. એજન્સીના તાજા સર્વેમાં પીએમ મોદી સિવાય જે અન્ય નેતાઓની લોકપ્રિયતામાં વૃદ્ધિ જોવા મળી છે તેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મૈનુઅલ લોપેજ ઓબરાડોર અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સામેલ છે. સર્વે અનુસાર 22 ડિસેમ્બર સુધી, મેક્સિકન રાષ્ટ્રપતિ ઓબ્રેડોરનો સ્કોર 29 હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનનો સ્કોર 27 હતો.
આ પણ વાંચોઃ વર્ષ 2020 સમાપ્ત થવામાં થોડી કલાકો બાકી, અહીં જુઓ વર્ષના છેલ્લા સૂર્યાસ્તની સુંદર તસવીરો
વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરશે ભારત
આ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં વિશ્વના સૌથી મોટા કોરોના વેક્સિનના રસીકરણ અભિયાનની શરૂઆત કરવાના છે. તેમણે આજે ગુજરાતના રાજકોટમાં એમ્સની આધારશિલા રાખતા આ વાત કહી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારત વિશ્વના સૌથી મોટા કોવિડ-19 વેક્સિનેશન (Covid-19 vaccination) અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું, દેશમાં કોવિડ સંક્રમણના નવા કેસની સંખ્યા હવે ઘટી રહી છે. આપણે આગામી વર્ષમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ ચલાવવાની તૈયારી કરી રહ્યાં છીએ.
પીએમ મોદીએ આપ્યો 2021નો મંત્ર
પીએમ મોદીએ આગળ કહ્યુ, 'સ્વાસ્થ્ય જ સંપત્તિ છે, વર્ષ 2020એ આપણને તે શીખવ્યું છે. ભારત વૈશ્વિક સ્વાસ્થ્યના જ્ઞાનતંત્ર કેન્દ્રના રૂપમાં ઉભર્યું છે. વર્ષ 2021માં આપણે સ્વાસ્થ્ય સેવામાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત કરવી પડશે.' પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2021 માટે આપણો મંત્ર હોવો જોઈએ 'દવાઈ ભી ઔર કડાઈ ભી', આ પહેલા મેં કહ્યું હતું જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે