BJP સાંસદોને અપાઈ કામની યાદી, 15 દિવસમાં પૂરા કરવા પડશે, PM મોદીની શિખામણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 20 એપ્રિલ સુધી કેન્દ્ર સરકારની મહત્વની અને મહત્વકાંક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર કરવા અને જનતા વચ્ચે જઈને કામ કરવા જણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 20 એપ્રિલ સુધી કેન્દ્ર સરકારની મહત્વની અને મહત્વકાંક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર કરવા અને જનતા વચ્ચે જઈને કામ કરવા જણાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત ભાજપની સંસદીય દળની બેઠકમાં કરી.
સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને સ્થાપના દિવસ પખવાડિયા હેઠળ પોત પોતાના સંસદીય વિસ્તારોમાં રોજ એક મોટું આયોજન કરવા અને સમાજના છેવાડે ઊભેલા વ્યક્તિ સુધી સમાજિક ન્યાય સુનિશ્ચિત કરવા જણાવ્યું. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને પોત પોતાના સંસદીય મતવિસ્તારોમાં વધુમાં વધુ તળાવ ખોદાવવા પણ કહ્યું. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ નેતા અને પાર્ટીના સાંસદ હાજર હતા. નોંધનીય છે કે સંસદ સત્ર દરમિયાન દરેક મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક થાય છે. હાલના બજેટ સત્ર દરમિયાન સંસદીય દળની આ છેલ્લી બેઠક હતી.
સસંદના બજેટ સત્રનું 8 એપ્રિલના રોજ સમાપન થશે. પરંતુ ભાજપે પોતાના સાંસદોને એક નવી જવાબદારી સોંપી છે. આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં સાંસદોને 6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી એક પખવાડિયાની કાર્ય યોજના અપાઈ છે. 6 એપ્રિલના રોજ પાર્ટીનો સ્થાપના દિવસ છે. આ અવસરે પ્રધાનમંત્રી દેશભરના પાર્ટી કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. પરંતુ ભાજપના સાંસદોને નિર્દેશ અપાયા છે કે તેઓ સંસદના એનેક્સી ભવનમાં થનારા પીએમ મોદીના કાર્યક્રમમાં હાજર રહે.
15 દિવસમાં આ કામ પૂરા કરવા પડશે
આ ઉપરાંત પાર્ટી સાંસદોને સરકારની અલગ અલગ યોજનાઓને જનતા વચ્ચે લઈ જવાની જવાબદારી અપાઈ છે. 7 એપ્રિલના રોજ આયુષ્યમાન ભારતના જન ઔષધિ કેન્દ્ર પર સાંસદોએ જવાનું રહેશે અને જોવાનું કે ત્યાં કેવું કામ થાય છે? 8 એપ્રિલના રોજ ભાજપ સાંસદ પોત પોતાના વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મૂલ્યાંકન કરશે. 9 એપ્રિલે દરેક હર ઘર નલ યોજના પર ધ્યાન કેન્દ્રીત કરશે. 11 એપ્રિલના રોજ ભાજપ સાંસદ પોત પોતાના વિસ્તારોમાં જ્યોતિબા ફૂલે દિવસ ઉજવશે. 12 એપ્રિલે સાંસદ રસીકરણ સેન્ટર પર જશે.
ત્યારબાદ 13 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી અન્ન યોજનાની પોત પોતાના વિસ્તારોમાં સમીક્ષા કરશે અને જોશે કે આ યોજનાને જરૂરિયાતવાળા લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જન્મદિવસ ઉજવશે. 15 એપ્રિલે એસટી દિવસ ઉજવવાના નિર્દેશ અપાયા છે. 16 એપ્રિલના રોજ ભાજપ સાંસદ અસંગઠિત ક્ષેત્ર યોજના પર ફોકસ કરશે. એ જ રીતે 17 એપ્રિલના રોજ Financial Inclusion યોજનાઓને સારી રીતે લાગૂ કરવા માટે કહેવાયું છે. 18 એપ્રિલે ખેડૂત યોજનાઓ પર સાંસદોને લોકોને જાગૃત કરવા કહેવાયું છે. 19 એપ્રિલે પોષણ અભિયાન અને આંગણવાડી કેન્દ્રોમાં જવા કહેવાયું છે. જ્યારે 20મી એપ્રિલે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ પોત પોતાના વિસ્તારોમાં Unsung Heroes ને ટ્રિબ્યૂટ આપવાનું કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે