વોટ બેંક માટે અસત્ય અને વિશ્વાસઘાતની રાજનીતિ કરે છે કોંગ્રેસ: વડાપ્રધાન મોદી

વોટ બેંક માટે અસત્ય અને વિશ્વાસઘાતની રાજનીતિ કરે છે કોંગ્રેસ: વડાપ્રધાન મોદી

વોટ બેંક માટે અસત્ય અને વિશ્વાસઘાતની રાજનીતિ કરે છે કોંગ્રેસ: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે (3 જાન્યુઆરી) પંજાબના ગુરદાસપુરમાં ધન્યવાદ રેલી કરી રહ્યા છે. આ રેલી પુડા ગ્રાઉન્ડમાં યોજાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન લોકોને ગુરદાસપુરની ઉપલબ્ધિઓને ગણાવી હતી. તેમણે કહ્યું કે, અમે પંજાબની ખુશાલી માટે કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુરદાસપુરની ધરતી દેશ, સમાજ, માનવતા માટે હંમેશાથા પ્રેરણાદાયક રહી છે. માટે 2022 સુધી ન્યૂ ઇન્ડિયાનાં નિર્માણ માટે પણ સવાસો કરોડ દેશવાસીઓનો સંકલ્પ સિદ્ધ કરવા માટે અહીંથી નવી ઉર્જા સંચાર થશે. 

કોંગ્રેસ પર નિશાન
વડાપ્રધાને આ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જેમનો ઇતિહાસ રાષ્ટ્રીય સુરક્ષાની સાથે રમત કરવાનો રહ્યો હોય અને જેઓ આજે પણ દેશનાં સૈનિકો અને સેનાને નબળું પાડવા માટે અસત્ય ફેલાવી રહ્યા હોય. જેમનો ઇતિહાસ માત્ર એક જ પરિવારનું જયગાન કરી રહ્યું હોય અને જે આજે પણ વંદે માતરમ અને ભારત માતાનો વિરોધ કરી રહ્યા હોય તેમનો ઇતિહાસ હજારો શીખ ભાઇ બહેનોની હત્યા કરવાનો હોય અને જે આજે પણ તોફાનોનાં આરોપીઓને મુખ્યમંત્રીપદનું પુરસ્કાર આપતા હોય તે લોકોને પંજાબ સહિત સમગ્ર દેશવાસીઓએ સતર્ક રહેવાની જરૂર છે.

શીખ તોફાનો અંગે બોલી રહ્યા છે વડાપ્રધાન મોદી
એક પરિવારનાં ઇશારા પર શીખ તોફાનોનાં આરોપીઓને ફાઇલો દબાવવામાં આવી. એક પરિવારનાં ઇશારા પર જે જે આરોપીઓને સજ્જન ગણાવીને ફાઇલો દબાવી દેવામાં આવી હતી, NDA સરકારે તેમને બહાર કાઢી મુક્યા, SITની રચનાં કરી અને પરિણામ તમામ લોકોની સામે છે. દેશનો ખેડૂત સશક્ત બને, આ જ અમારો મંત્ર છે. 

કોંગ્રેસે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો
કોંગ્રેસ પર ભરોસાની સજા આજે પણ ખેડૂતો ભોગવી રહ્યા છે. દેવા માફી પર કોંગ્રેસે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસ વોટબેંક માટે ખોટી રાજનીતિ કરી રહ્યા છે. દેવા માફીમાં કોંગ્રેસનો ઇતિહાસ હંમેશા દાગદાર રહ્યું છે. દેવામાફીના નામે કોંગ્રેસે ખેડૂતોનાં મત વહેંચ્યા. પંજાબમાં ડોઢ વર્ષમાં માત્ર 3400 કરોડ રૂપિયાનું દેવુ માફ કરી દેવામાં આવ્યું. 

સરકાર વિકાસનાં મુખ્ય પાંચ તત્વો પર કામ કરી રહ્યા છે. 
વડાપ્રધાન મોદીએ રેલીમાં કહ્યું કે, એનડીએ સરકાર વિકાસની પાંચ ધારા જન-જનની સુનવણી સાથે જ બાળકોમાં અભ્યાસ, યુવાની કમાણી, વૃદ્ધોની દવા, ખેડૂતને સિંચાઇ પર કામ કરી રહી છે. સિંચાઇ અને સોયલ હેલ્થ કાર્ડની સાથે સાથે ખેડૂતની ઉપજને યોગ્ય ભાવ અપાવવા માટે ઉપજમાં વેલ્યું એડિશન માટે પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોનું અનાજ, પાક, શાકભાજી, દુધ બર્બાદ ન થાય તેના માટે વડાપ્રધાન કિસાન સંપદા યોજના હેઠળ સમગ્ર દેશમાં વ્યાપક સ્તર પર કામગીરી થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news