10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન, રાજકારણના ઈતિહાસમાં મોદી યુગની અતૂટ છાપ જોવા મળશે
Trending Photos
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાને વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
- બધુ જ બરાબર રહ્યું તો 2022ની દિવાળીમાં ભારતીય સંસદ નવા રંગરૂપમાં જોવા મળશે
બ્રિજેશ દોશી/ગાંધીનગર :નવા સંસદભવનનું ભૂમિપૂજન 10 ડિસેમ્બરે થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીના હાથે નવા સંસદભવનનું ભૂમિપૂજન થશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાના એક ભાગનું ભૂમિપૂજન થશે. સંસદના દિગ્ગજોની હાજરીમાં આ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે.
- આ નવું સંસદ ભવન 65 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જ્યારે વર્તમાન સંસદ ભવન 44,940 ચોરસ મીટરમાં ફેલાયેલું છે.
- વર્તમાન સંસદભવનમાં લોકસભાની 552 બેઠકો છે, અને રાજ્યસભાની 245 બેઠકો માટેની વ્યવસ્થા છે. જ્યારે નવા સંસદ ભવનમાં લોકસભાની 888 બેઠકો અને રાજ્યસભાની 384 બેઠકો સાથે કુલ 1272 સંસદસભ્યો માટેની વ્યવસ્થા છે.
- નવા ભવનમાં કુલ 120 ઓફીસો આવેલી છે અને તેના 6 દરવાજા છે.
- આ ઉપરાંત લાઈબ્રેરી અને મ્યુઝિયમ પણ હશે.
આ પણ વાંચો : વડોદરા : ચાલુ એક્ટીવા પર પાછળથી નર્સ પત્નીને મારીને પતિ ભાગી ગયો, રસ્તા પર મળી લાશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાને વર્ષ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બધુ જ બરાબર રહ્યું તો 2022ની દિવાળીમાં ભારતીય સંસદ નવા રંગરૂપમાં જોવા મળશે. ભારતીય લોકશાહીનું મંદિર એવા સંસદને સંપૂર્ણ રીતે ભારતીય રંગરૂપમાં ઢાળવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ બિમલ પટેલના દાવા પ્રમાણે 2022ની દિવાળી સુધીમાં આ નવી સંસદ તૈયાર થઈ જશે.
ભારતની નવી સંસદને સંપૂર્ણ રીતે ભારતીયકરણ જોવા મળશે અને ભારતની પોતાની સંસદની અનુભૂતિ પણ આ નવા બિલ્ડીંગમાં થશે. હાલનું સંસદ ભવન એ બ્રિટીશ અનુકૂળતા પ્રમાણે બનેલું છે જેના કારણે પ્રધાનમંત્રી મોદીએ પોતે વિશેષ રસ દાખવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને હાથ પર લીધો હતો. 20 હજાર કરોડથી વધુના ખર્ચે દિલ્હીના હૃદય સમા 4 કિમી વિસ્તારનું પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના વિસ્તારની રોનક બદલાઈ જશે.
આ પણ વાંચો : સુરત : દલાલને 3 લાખ ચૂકવી પત્ની લાવ્યો, પછી હત્યા કરીને લાશ અગાશી પર મૂકી
રાષ્ટ્રપતિ ભવન, સંસદ તેમજ સરકારનું સંચાલન થાય છે તે નોર્થ અને સાઉથ બ્લોકનું પણ પુનઃનિર્માણ થવાનું છે. આ પ્રોજેક્ટ સાકાર થતાં જ ભારતીય રાજકારણ અને ઈતિહાસમાં મોદી યુગની અતૂટ છાપ જોવા મળશે. આ પ્રોજેક્ટ સાથે અનેક વિવાદો પણ સંકળાયેલા છે કારણ કે વિરોધીઓ માને છે કે, દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની સામાજીક રાજનીતિની છાપ ધરાવતા તમામ સ્થાનકોને બદલવામાં આવશે અને એટલા માટે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે.
જાણકારોનો દાવો છે કે, નરેન્દ્ર મોદીની આ જ કાર્ય પદ્ધતિ છે અને તેઓ જે પણ કામ હાથ પર લે છે તેમાં તેમની છાંટ ચોક્કસ જોવા મળશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આકાર પામ્યા બાદ ભારતીય રાજનીતિના ઈતિહાસમાં મોદી યુગની અમિટ છાપ કાયમી થઈ જશે. હાલ આ પ્રોજેક્ટ સામે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે