36 કલાક, 5300 કિમી, સાત શહેર અને આઠ કાર્યક્રમો... PM મોદી કરશે દિલ્હીથી દમણનો તોફાની પ્રવાસ

PM Modi News: પીએમ મોદી સોમવારે દિલ્હીથી મધ્ય પ્રદેશ જશે. પછી કેરલ, દાદરા અને નગર હવેલી, ત્યારબાદ દમણ અને દીવની પણ યાત્રા કરશે. કુલ મળીને 36 કલાકમાં પીએમ 5300 કિલોમીટરથી વધુનું ટ્રાવેલ કરશે. 

36 કલાક, 5300 કિમી, સાત શહેર અને આઠ કાર્યક્રમો... PM મોદી કરશે દિલ્હીથી દમણનો તોફાની પ્રવાસ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ફિઝિકલ ફિટનેસનો એક નમૂનો આગામી સપ્તાહે રજૂ કરશે. તેઓ સોમવારે 36 કલાકની એવી યાત્રા કરવાના છે, જે દરમિયાન તે સાત શહેરોમાંથી પસાર થશે. 5300 કિલોમીટરથી વધુનું અંતર કવર કરશે. પીએમ મોદી દિલ્હીથી પહેલાં મધ્ય પ્રદેશ જશે, ત્યારબાદ દક્ષિણમાં કેરલ પહોંચશે. ત્યાંથી દાદરા અને નગર હવેલી માટે નિકળશે. અંતમાં દમણ અને દીવમાં પણ પીએમ મોદીનો કાર્યક્રમ છે. આ બધુ 36 કલાકમાં સમાપ્ત કરીને પીએમ મોદી દિલ્હી પરત ફરશે. પ્રધાનમંત્રી છેલ્લા કેટલાક દિવસથી નિયમિત રૂપથી મધ્ય પ્રદેશનો પ્રવાસ કરી રહ્યાં છે, કારણ કે રાજકીય રૂપથી મહત્વપૂર્ણ આ રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે. પ્રધાનમંત્રી મંગળવારે કેરલની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે, કોચ્ચિ વોટર મેટ્રોનું ઉદ્ધાટન કરશે અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દીવ દમણના સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ દમણમાં દેવકા સીફ્રંટનું પણ ઉદ્ઘાટન કરશે. 

શું છે પીએમ મોદીનો મેગા કાર્યક્રમ
મોદી 24 એપ્રિલે, રીવા, મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ સમારોહમાં ભાગ લેશે. આયોજન દરમિયાન પ્રધાનમંત્રી પંચાયત સ્તર પર જાહેર ખરીદી માટે એકીકૃત ઈગ્રામસ્વરાજ અને જેઈએમ પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. તેઓ લગભગ 17 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાની આધારશિલા રાખશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. મોદી 25 એપ્રિલે તિરૂવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડશે. ત્યારબાદ તેઓ તિરૂવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓની આધારશિલા રાખશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ મોદી નમો ચિકિત્સા શિક્ષણ અને રિસર્ચ સેન્ટરનો પ્રવાસ કરશે અને પછી સેલવાસા, દાદરા અને નગર હવેલીમાં 4850 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓની આધારશિલા રાખશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી દમનમાં દેવકા સમુદ્રી કિનારાનું ઉદ્ઘાટન કરશે. 

પીએમ મોદી મધ્ય પ્રદેશમાં આશરે 4200 કરોડ રૂપિયાની રેલ પરિયોજનાઓની શરૂઆત કરશે. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તેમાં મધ્ય પ્રદેશમાં 100 ટકા રેલ વિદ્યુતીકરણ સામેલ છે, જ્યારે ગ્વાલિયર સ્ટેશનના પુનર્વિકાસ માટે આધારશિલા પણ રાખવામાં આવશે. 

મોદી બે દિવસમાં 5300 કિમીનો પ્રવાસ કરશે
PM બીજા દિવસે સવારે કોચીથી તિરુવનંતપુરમ જશે અને લગભગ 190 કિલોમીટરનું અંતર કાપશે. મોદી તિરુવનંતપુરમમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અહીં તેઓ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. મોદી સુરત થઈને સિલ્વાસા જશે. આ યાત્રા લગભગ 1570 કિમીની હશે. મોદી અહીં નમો મેડિકલ કોલેજની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news