PM મોદી આવતીકાલે IIM સંબલપુરના કાયમી કેમ્પસનો કરશે શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 2 જાન્યુઆરી 2021 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 કલાકે આઈઆઈએમ સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 2 જાન્યુઆરી 2021 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 કલાકે આઈઆઈએમ સંબલપુરના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ શ્રી રમેશ પોખરીયલ ‘નિશંક’, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપચંદ્ર સારંગી પણ ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ, આઇઆઇએમ સંબલપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સહિત 5000 થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેશે.
આઈઆઈએમ સંબલપુર વિશે...
આઇઆઇએમ સંબલપુર એ ફ્લિપ કરેલા વર્ગખંડના વિચારને અમલમાં મૂકનાર પ્રથમ આઈઆઈએમ છે જ્યાં મૂળભૂત વિચારો ડિજિટલ મોડમાં શીખવવામાં આવે છે અને ઉદ્યોગ ને જીવંત પ્રોજેક્ટ્સ દ્વારા વર્ગમાં પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાએ એમબીએ (2019-21) બેચમાં 49% અને એમબીએ (2020-22) બેચમાં 43% વિદ્યાર્થીનીઓ સાથે ઉચ્ચતમ લિંગ વિવિધતાના સંદર્ભમાં અન્ય તમામ આઈઆઈએમને પણ પાછળ છોડી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે