થાઇલેન્ડના 3 દિવસના પ્રવાસ માટે આજે રવાના થશે PM મોદી, ASEAN-ભારત સંમેલનમાં લેશે ભાગ

પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે. 

થાઇલેન્ડના 3 દિવસના પ્રવાસ માટે આજે રવાના થશે PM મોદી, ASEAN-ભારત સંમેલનમાં લેશે ભાગ

નવી દિલ્હી: પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે. 

પીએમ મોદી થાઇલેન્ડમાં 4 નવેમ્બર સુધી રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુરૂ નાનક દેવની 550મા પ્રકાશોત્સવના અવસર પર એક સ્મારક સિક્કો પણ જાહેર કરશે. આ સાથે જ તે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન તમિલ ક્લાસ્કિ તૂરૂક્કુરલનું થાઇ અનુવાદ પણ કરશે. 

વડાપ્રધાન નરેંદ્ર મોદી થાઇલેન્ડના પીએમ પ્રયુત ચાન-ઓ-ચાની સાથે 3 નવેમ્બરના રોજ 16મા આસિયાન-ભારત શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી 16મા આસિયાન-ભારત સંમેલન, 14મા આસિયાન એશિયા સંમેલન અને ત્રીજા ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી (આરસીઇપી) સંમેલન સહિત સંબંધિત કાર્યક્રમોમાં સામેલ થશે. બેકોંકમાં આઇરસીઇપી સાથે સંકળાયેલા પેન્ડિંગ મુદ્દાઓ માટે વાતચીત ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news