PM મોદીએ 'મન કી બાત'માં કર્યા વીર સાવરકરની નિડરતાના વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત' કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાની વીર સાવરકરને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વીર સાવરકર પહેલાં વ્યક્તિ હતા જેમણે 1857માં અંગ્રેજો વિરૂદ્ધ ભારતીય વીરોના સંઘર્ષને દેશની આઝાદીની પહેલી લડાઇ કહેવાની હિંમત કરી.

PM મોદીએ 'મન કી બાત'માં કર્યા વીર સાવરકરની નિડરતાના વખાણ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 'મન કી બાત' કાર્યક્રમમાં સ્વતંત્ર સેનાની વીર સાવરકરને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વીર સાવરકર પહેલાં વ્યક્તિ હતા જેમણે 1857માં અંગ્રેજો વિરૂદ્ધ ભારતીય વીરોના સંઘર્ષને દેશની આઝાદીની પહેલી લડાઇ કહેવાની હિંમત કરી. પીએમ મોદીએ મન કી બાતમાં કહેલી આ વાતને વીડિયો ટ્વિટ પણ કર્યું. 

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે આ મહિનાની એક યાદ વધુ એક યાદ સાથે જોડાયેલી છે તે છે વીર સાવરકર. 1857માં આ તે જ મહિનો હતો જ્યારે દેશના વીરોએ અંગ્રેજોને પોતાની તાકાત બતાવી હતી. દેશના ઘણા ભાગોમાં આપણા જવાન અને ખેડૂતો પોતાની બહાદુરી બતાવતાં અન્યાયના વિરોધમાં ઉભા રહ્યા હતા.

દુખની વાત એ છે કે આપણે લાંબા સમય સુધી 1857ની ઘટનાઓને ફક્ત વિદ્રોહ અથવા સિપાહી વિદ્રોહ કહેતા રહ્યા. હકિકતમાં ના ફક્ત તે ઘટનાને ઓછી કરીને આંકવામાં આવી પરંતુ તે આપણા સ્વાભિમાનને પણ ઠેસ પહોંચાડવાનો એક પ્રયાસ હતો. આ વીર સાવરકર જ હતા જેમણે નિર્ભીક થઇને લખ્યું કે 1857માં જે કંઇપણ થયું તે કોઇ વિદ્રોહ ન હતો પરંતુ આઝાદીની પહેલી લડાઇ હતી. વીર સાવરકર સહિત લંડનમાં ઇન્ડીયા હાઉસના વીરોને તેની વર્ષગાંઠ ધૂમધામથી ઉજવી. 

— Narendra Modi (@narendramodi) May 28, 2020

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ અદભૂત સંયોગની વાત કરી જે મહિનાના પહેલા સ્વાધીનતા સંગ્રામ પ્રારંભ થયો. તે મહિને વીર સાવરકરજીનો જન્મ પણ હતો. સાવરકરજીનું વ્યક્તિત્વ વિશેષતાઓથી ભરેલું પડ્યું છે. તે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ઉપાસક હતા. સામાન્ય રીતે વીર સાવરકરએ તેમની બહાદુરી અને બ્રિટીશ રાજના વિરૂદ્ધ સંઘર્ષ માટે જાણિતા હતા. 

તેમણે કહ્યું કે, આ બધા ઉપરાંત તે એક ઓજસ્વી કવિ અને સમાજ સુધારક પણ હતા. જેમને હંમેશા સદભાવના અને એકતા પર બળ આપ્યું હતું. વીર સાવરકરજીના વિશે એક અદભૂત વર્ણન આપણા પ્રિય આદરણીય અટલ બિહારી વાજપેયીએ પણ કર્યું છે. અટલજીએ કહ્યું હતું કે સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ, સાવરકર એટલે તત્વ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તારણ, સાવરકર એટલે તીર, સાવરકર એટલે તલવાર કેટલું સટીક ચિત્રણ કર્યું હતું અટલજીએ સાવરકર કવિતા અને ક્રાંતિ બંનેને સાથે લઇને ચાલતા હતા. સંવેદનશીલ કવિ હોવાની સાથે-સાથે સાહસિક ક્રાંતિકારી પણ હતા.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news