રાષ્ટ્રને સંબોધિત કરતાં PM એ કહ્યું, જ્યારે દેશમાં ધાર્મિક કટ્ટરતાની આંધી આવી હતી, ત્યારે ગુરૂ તેગબહાદુરજી ભારતની આશા હતા'

દિલ્હીના લાલ કિલ્લામાં શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વના અવસર પર આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર  છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર દ્વારા દિલ્હી સિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રને સંબોધિત કરતાં PM એ કહ્યું, જ્યારે દેશમાં ધાર્મિક કટ્ટરતાની આંધી આવી હતી, ત્યારે ગુરૂ તેગબહાદુરજી ભારતની આશા હતા'

નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લામાં શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વના અવસર પર આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર  છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકાર દ્વારા દિલ્હી સિખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. બુધવારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત મોટા નેતાઓ સામેલ થયા હતા. 

PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે આ ભારતભૂમિ ફક્ત એક દેશ જ નથી પરંતુ આપણો મહાન વારસો છે, મહાન પરંપરા છે. તેને આપણા ઋષિઓ, મુનીઓ, ગુરૂઓએ હજારો વર્ષોની તપસ્યાથી સીંચ્યો છે. તેમના વિચારોને સમૃદ્ધ કર્યો છે. 

PM મોદીએ કહ્યું આ લાલકિલ્લો ઘણા મહત્વપૂર્ણ કાલખંડોનો સાક્ષી રહ્યો છે. આ કિલ્લાએ ગુરૂ તેગ બહાદુરજીની શહાદતને પણ જોઇ છે અને દેશ માટે જાન નિછાવર કરી દેનાર લોકોનો આત્મવિશ્વાસ પાર્ખો છે. 

PM મોદીએ કહ્યું કે અત્યારે શબદ કીર્તન સાંભળીને જે શાંતિ મળી, તે શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે. આજે મને ગુરૂને સમર્પિત સ્મારક ટપાલ ટિકીટ અને સિક્કાના વિમોચનનું સૌભાગ્યા મળ્યું છે. હું તેને આપણા ગુરૂઓની વિશેષ કૃપા માનું છું. 

PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ખ્યું કે 'તમામ 10 ગુરૂઓના ચરણોમાં આદરપૂર્વક નમન કરું છું. હું તમામને પ્રકાશ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.' 

અહીં લાલકિલ્લાની પાસે જ ગુરૂ તેગબહાદુરજીના અમર બલિદાનનું પ્રતીક ગુરૂદ્રારા શીશગંજ સાહિબ પણ છે! પવિત્ર ગુરૂદ્રારા આપણને યાદ અપાવે છે કે આપણી મહાન સંસ્કૃતિની રક્ષા માટે ગુરૂ તેગબહાદુરજીનું બલિદાન કેટલું મોટું હતું. તે સમયે દેશમાં ફક્ત કટ્ટરતાની આંધી આવી હતી. ધર્મને દર્શન, વિજ્ઞાન અને આત્મશોધનો વિષય ગણનાર આપણા હિંદુસ્તાન સામે એવા લોકો હતા જેમણે ધર્મના નામે હિંસા અને અત્યાચારની પરાકાષ્ઠા કરી દીધી હતી. તે સમયે ભારતને પોતાની ઓળખ બચાવવા મટે એક મોટી આશા ગુરૂ તેગબહાદુરજીના રૂપમાં જોવા મળી હતી. ઔરંગજેબની અત્યાચારી વિચારધારા સામે તે સમયે ગુરૂ તેગબહાદુરજી 'હિન્દ દી ચાદર' બનીને એક પહાડની માફક ઉભા થઇ ગયા. 

પીએમ મોદીએ કહ્યું કે ગુરૂ તેગ બહારદુરજીના બલિદાને ભારતની અનેક પેઢીઓને પોતાની સંસ્કૃતિની મર્યાદાની રક્ષા માટે તેમના માન-સન્માન માટે જીવવા અને બલિદાન આપી દેવાની પ્રેરણા આપી છે. મોટી મોટી સત્યાઓ નષ્ટ થઇ ગઇ. મોટા મોટા તોફાનો શાંત થઇ ગયા, પરંતુ ભારત આજે પણ અમર ઉભું છે, આગળ વધી રહ્યું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પહેલાં 2019 માં આપણે ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશપર્વ અને 2017માં ગુરૂ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશ પર્વ ઉજવવાનો પણ અવસર મળ્યો હતો. મને ખુશી છે કે આજે આપણા દેશની પુરી નિષ્ઠા સાથે આપણા ગુરૂઓના આદર્શો પર આગળ વધી રહ્યા છે. 

બે દિવસીય કાર્યક્રમનું સમાપન આજે
આ બે દિવસીય કાર્યક્રમ (20 અને 21 એપ્રિલ) કાર્યક્રમ દરમિયાન દેશના વિભિન્ન ભાગમાંથી રાગી અને બાળકો 'શબ્દ કીર્તન' માં ભાગ લઇ રહ્યા છે. ગુરૂ તેગ બહાદુરજીના જીવનને દર્શાવનાર એક ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો થયો. આ ઉપરાંત સિખોની પારંપારિક માર્શલ આર્ટ 'ગતકા'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આ કાર્યક્રમમાં નવ સિખ ગુરૂ, ગુરૂ તેગ બહાદુરજીના ઉપદેશોને રેખાંકિત કરવા પર કેંદ્રીત છે. 

પ્રધાનમંત્રી મોદીનું સંબોધન લાલ કિલ્લાની પ્રાચીર પરથી નહી થાય, પરંતુ તે લોનથી રાષ્ટ્રને સંબોધિત કરશે. 

કાર્યક્રમમાં 400 સિખ 'જત્થેદારો' ના પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં અમૃતસરના સુવર્ણ મંદિરના લોકોનો પણ સમાવેશ થાય છે. 
No description available.

કાર્યક્રમમાં સિખ સંગીતકારો દ્રારા પરર્ફોમન્સ આપવામાં આવશે અને પછી લંગર પણ હશે. પીએમ મોદી આ અવસર પર એક સ્મરણીય સિક્કો અને પોસ્ટ ટિકીટ પણ જાહેર કરશે. 

PM Modi આજે રાત્રે 9:30 વાગે ભાષણ આપશે. સ્વતંત્રતા દિવસ ઉપરાંત આ બીજી વાર છે જ્યારે પીએમ મોદી ઐતિહાસિક સ્મારકથી ભાષણ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news