કોરોના સંકટ પર PM મોદીની મહત્વપૂર્ણ બેઠક શરૂ, અમિત શાહ-હર્ષવર્ધન સહિત અધિકારીઓ હાજર

કોરોના સંકટ (Corona Crisis) પર પીએમ મોદી (PM Modi) અત્યારે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. વર્ચુઅલ થઇ રહેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં તાજેતરની પરિસ્થિતિ અને રસીકરણની સ્થિતિ પર ચર્ચા થઇ રહી છે.

કોરોના સંકટ પર PM મોદીની મહત્વપૂર્ણ બેઠક શરૂ, અમિત શાહ-હર્ષવર્ધન સહિત અધિકારીઓ હાજર

નવી દિલ્હી: કોરોના સંકટ (Corona Crisis) પર પીએમ મોદી (PM Modi) અત્યારે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. વર્ચુઅલ થઇ રહેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં તાજેતરની પરિસ્થિતિ અને રસીકરણની સ્થિતિ પર ચર્ચા થઇ રહી છે. આ બેઠકમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિકો પણ હાજર છે. 

પીએમ મોદી (PM Modi) એ એક દિવસ પહેલાં શુક્રવારે તમામ રાજ્યોને ઓક્સિજન સિલિન્ડરની જમાખોરી વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી (PM Modi) એ તે સમયે તે જમાખોરો વિરૂદ્ધ આવા કામોમાં લુપ્ત થવા માટે અસંતોષ વ્યક્ત કર્યો, જ્યારે ભારતીય સશસ્ત્ર બળની ત્રણેય સેના, ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેના કોવિડ સંકટ વચ્ચે માનવ સેવામાં લાગેલા છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા ત્રણેય સશસ્ત્ર બળ જરૂરિયાત મંદોની સેવનો પ્રયત્ન કરી રહ્યા છે અને કોવિડ સંકટ વચ્ચે ઓક્સિજન ટ્રેનો સતત ઓક્સિજન સિલિન્ડર મોકલી રહી છે. પરંતુ એવા ઘણા લોકો છે, જે ઓક્સિજનની જમાખોરીમાં સામેલ છે. રાજ્યોમાં એવા લોકોના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ. 

નરેન્દ્ર મોદી (Narendra  Modi) ગ્રામીણોની સાથે-સાથે ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા લોકોને પણ અપીલ કરી છે કે તે માસ્કનો ઉપયોગ કરે, કોવિડના પ્રત્યેક્ષ લક્ષણ ગંભીરતા લે, કોવિડ ટેસ્ટ માટે જાય, કોવિડના રિપોર્ટ નેગેટિવ આવ્યા સુધી વિશેષ સાવધાની વર્તે વેક્સીન પણ લગાવે. નરેન્દ્ર મોદીએ કહ્યું કોરોનાને હરાવવા માટે લોકોની ભાગીદારી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news