કૃષિ કાયદાના વિરોધીઓ પર PM મોદીના આકરા પ્રહાર, કહ્યું- વિપક્ષ ખેડૂતોને દગો કરી રહ્યો છે

પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આજે ખેડૂતો માટે લાભકારી સુધારાનો વિરોધ કરી રહ્યા છે તેમના પર નજર નાખીએ તો તમને બૌદ્ધિક બેઈમાની અને રાજનીતિક દગાબાજીનો અસલ અર્થ નજરે ચડશે.

કૃષિ કાયદાના વિરોધીઓ પર PM મોદીના આકરા પ્રહાર, કહ્યું- વિપક્ષ ખેડૂતોને દગો કરી રહ્યો છે

નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) એ ગત વર્ષે પસાર કરાયેલા નવા કૃષિ કાયદાના વિરોધને 'રાજનીતિક દગાબાજી' ગણાવી છે. પીએમ મોદીએ એક પત્રિકાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અનેક રાજકીય પક્ષો છે જે ચૂંટણી અગાઉ મોટા મોટા વચનો આપે છે, તેમના મેનિફેસ્ટોમાં પણ નાખે છે. પછી જ્યારે વચન પૂરા કરવાનો સમય આવે છે ત્યારે આ જ પક્ષો યુટર્ન લઈ લે છે અને પોતાના લોકોને જ આપેલા વચનોને લઈને દરેક પ્રકારની ઉપજાવેલી અને ખોટી વાતો ફેલાવે છે. જો તમે ખેડૂતોના હિતમાં કરાયેલા સુધારાઓનો વિરોધ કરનારાઓને જોશો તો તમને બૌદ્ધિક બેઈમાની અને રાજનીતિક દગાબાજીનો અસલ અર્થ જોવા મળશે. 

પહેલા માંગ, હવે વિરોધ....આ છે બૌદ્ધિક બેઈમાની
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ એ જ લોકો છે જેમણે મુખ્યમંત્રીઓને પત્ર લખીને એ જ કરવાનું કહ્યું જે અમારી સરકારે કર્યું છે. આ એવા લોકો છે જેમણે પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું કે તેઓ એ જ સુધારા લાગૂ કરશે જે અમે લઈને આવ્યા છીએ. આમ છતાં અમે એક અલગ રાજકીય પક્ષ છીએ, જેને લોકોએ પોતાનો પ્રેમ આપ્યો છે અને જે એ જ સુધારા લાગૂ કરી રહ્યા છે, તો તેમણે સંપૂર્ણ રીતે યુટર્ન લઈ લીધો છે અને બૌદ્ધિક બેઈમાનીનું પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના હિતમાં શું છે તે સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરાયું છે. રાજનીતિક રીતે તેમને શું ફાયદો થશે બસ તે જ વિચારવામાં આવી રહ્યું છે. 

પીએમ મોદીના જણાવ્યાં મુજબ આ જ રાજકીય દગાબાજી આધાર, જીએસટી, કૃષિ કાયદા અને એટલે સુધી કે સૈન્ય દળોના હથિયારો જેવા ગંભીર મામલાઓમાં પણ જોવા મળી શકે છે. વચન આપો, તેના માટે તર્ક આપો અને પછી કોઈ પણ નૈતિક મૂલ્ય વગર તે ચીજનો વિરોધ કરો. 

મોદીને કોઈ રોકી શકશે નહીં...
પ્રધાનમંત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે જે લોકો આવા વિવાદ ઊભા કરે છે તેમને લાગે છે કે મુદ્દો એ નથી કે જનતાને આ નિર્ણયોથી ફાયદો થશે કે નહીં. તેમના માટે મુદ્દો એ છે કે જો આ પ્રકારના નિર્ણય લેવાયા તો મોદીની સફળતાને કોઈ રોકી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે અમે નાના ખેડૂતોને સશક્ત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કૃષિ કાયદાને લઈને સરકાર પહેલા દિવસથી કહી રહી છે કે જે મુદ્દાઓ પર અસહમતિ છે સરકાર બેસીને તેના પર વાતચીત કરવા માટે તૈયાર છે. આ અંગે અનેક  બેઠકો થઈ છે પરંતુ હજુ સુધી કોઈ પણ વ્યક્તિ એ જણાવી શકી નથી કે કયા મુદ્દામાં ફેરફારની જરૂર છે. 

પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં બનેલી તમામ સરકારો મૂળ રીતે કોંગ્રેસના ગોત્રના જ એક વ્યક્તિના નેતૃત્વમાં બની. આથી તેમાંથી દરેકની રાજનીતિક વિચાર પ્રક્રિયા અને આર્થિક વિચાર પ્રક્રિયામાં કઈ બહુ અંતર નહતું. અટલજીને લોકોએ તક આપી પરંતુ તેમની પાસે પૂર્ણ બહુમત નહતું, તે ગઠબંધન સરકાર હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું મારી જાતને ખુશનસીબ સમજુ છું કે લોકોએ અમારો સાથ આપ્યો અને દેશમાં પહેલી પૂર્ણ બહુમત બિન કોંગ્રેસ સરકાર બનાવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news