આજથી 5 દિવસ માટે આફ્રીકાના પ્રવાશે જશે મોદી, રવાંડાના રાષ્ટ્રપતિને આપશે 200 ગાય

 મોદી પોતાના રવાંડા પ્રવાસ દરમિયાન રવાંડાના રાષ્ટ્રપતિને અનમોલ ભેટ આપવાની તૈયારીમાં છે. તે ત્યાંના રાષ્ટ્રપતિ પોલ કાગામેને 200 ગાય ભેટ સ્વરૂપે આપશે.

આજથી 5 દિવસ માટે આફ્રીકાના પ્રવાશે જશે મોદી, રવાંડાના રાષ્ટ્રપતિને આપશે 200 ગાય

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી સોમવારથી ત્રણ આફ્રીકી દેશોના પ્રવાસે જઇ રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન ભારત બ્રિક્સ હેઠળ પહેલા મહાદ્રીપમાં દ્રિપક્ષીય અને ત્યારબાદ બહુપક્ષીય સંવાદ સ્થાપિત કરશે. વિદેશ મંત્રાલયે તેમના પ્રવાસને લઇને એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે 'રવાંડા, યુગાંડા અને દક્ષિણ આફ્રીકાના પ્રવાસથી આફ્રીકા મહાદ્રીપની સાથે આપણો સંબંધ વધુ મજબૂત થશે.' ગત કેટલાક વર્ષોમાં આફ્રીકી દેશોની સાથે વિભિન્ન ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર થયા છે. ગત ચાર વર્ષોમાં આપણા દેશના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનમંત્રી આફ્રીકાના 23 પ્રવાસ કરી ચૂક્યા છે.  મોદી પોતાના રવાંડા પ્રવાસ દરમિયાન રવાંડાના રાષ્ટ્રપતિને અનમોલ ભેટ આપવાની તૈયારીમાં છે. તે ત્યાંના રાષ્ટ્રપતિ પોલ કાગામેને 200 ગાય ભેટ સ્વરૂપે આપશે. આ કોઇ ભારતીય વડાપ્રધાનની પ્રથમ રવાંડા યાત્રા હશે. 

ભારતની વિદેશ નીતિમાં આફ્રીકાને પ્રથમ પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 'ભારતની વિદેશ નીતિમાં આફ્રીકાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.' રવાંડા અને યુગાંડાના પ્રવાસ દરમિયાન રક્ષા અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ મોદીની પ્રાથમિકતા હશે. ત્યારબાદ તે બ્રિક્સ (બ્રાજીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકા)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રીકા જશે. પીએમ મોદીનો આ આફ્રીકાનો બીજો પ્રવાસ હશે. આ પહેલાં તે 2016માં મોજામ્બિક, દક્ષિણ આફ્રીકા, તંજાનિયા અને કેન્યાના પ્રવાસ પર ગયા હતા. 

ભારતે રવાંડા સાથે પોતાના સંબંધો મજબૂત કર્યા છે. તેણે પૂર્વી આફ્રીકાના પ્રવેશ દ્વારાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખતાં ગત વર્ષે જાન્યુઆરીમાં ભારતે રવાંડા સાથે રાજકીય ભાગીદારી કરી. વડાપ્રધાનમંત્રી આ પ્રવાસની જાણકારી મીડિયાને જોતાં વિદેશ મંત્રાલયમાં સચિવ (આર્થિક સંબંધ) ટી. એસ. તિરૂમૂર્તિએ જાણકારી આપી હતી. 'ભારત ખૂબ જલદી રવાંડામાં પોતાનું પ્રથમ મિશન શરૂ કરશે. રવાંડા માટે ભારતના હાલના હાઇ કમિશનરનું આવાસ યુગાંડાના કંપાલામાં છે. ભારતે રવાંડાને 40 કરોડ ડોલર લોન આપી છે અને ત્યાં ભારત દ્વારા ટ્રેનિંગ છાત્રવૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યું છે.  

બે કરાર પર હસ્તાક્ષર કરવાની આશા
મોદીના આ પ્રવાસ દરમિયાન બે કરાર પર હસ્તાક્ષર કરવાની આશા છે જેમાં એક ઔદ્યોગિક પાર્ક માટે 10 કરોડ ડોલર અને એટલી જ રકમ કૃષિ અને સિંચાઇ પ્રોજેક્ટ માટે આપવામાં આવશે. તિરૂમૂર્તિએ જણાવ્યું હતું કે ''અમે રક્ષા, ડેરી સહયોગ, ચર્મ, કૃષિ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કરાર થવાની આશા છે.'' રવાડાંમાં મોદી રવેરૂ મોડલ ગામની મુલાકાત લેશે અને રાષ્ટ્રપતિ કામાગેના નિરીક્ષણમાં ચાલનાર કાર્યક્રમમાં ભાગીદારી તરીકે 200 ગાયોની ભેટ આપશે. ત્યાં સરકાર દ્વારા ગરીબ પરિવારોને ડેરી માટે ગાયો આપવામાં આવે છે અને ભાઇચારો વધારવા માટે પહેલી ગાયનું વાછરડું લોકો પોતાના પડોશીને ભેટ સ્વરૂપે આપે છે. 

રવાંડાથી મોદી 24 જુલાઇના રોજ યુગાંડા પહોંચશે, જે ગત 21 વર્ષોમાં ભારતીય વડાપ્રધાનનો પ્રથમ દ્રિપક્ષીય પ્રવાસ હશે. તિરૂમૂર્તિએ જણાવ્યું હતું કે ભારત અને યુગાંડા વચ્ચે રક્ષા સહયોગ વધારવા માટે ટ્રેનિંગ અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન આપવામાં આવશે. ત્યાં જિંજામાં 2010થી ભારતીય સેનાની ટ્રેનિંગ ટુકળી તૈનાત કરવામાં આવશે. 

યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેઇ મુસેવેની સાથે મુલાકાત
યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેઇ મુસેવેની સાથે મુલાકાત અને પ્રતિનિધિ સ્તરીય વાર્તા બાદ મોદી ભારત અને યુગાંડાના સંયુક્ત વેપાર કાર્યક્રમમાં ભાગ લેશે. ભારતના વડાપ્રધાન પહેલીવાર યુગાંડાની સંસદને સંબોધિત કરશે. વડાપ્રધાન યુગાંડામાં ભારતીય સમુદાયના સભ્યોને પણ સંબોધિત કરશે. તિરૂમૂર્તિએ કહ્યું કે ' યુગાંડાને વિજ લાઇન અને સબ સ્ટેશન માટે 14.1 કરોડ ડોલર અને કૃષિ તથા ડેરી ઉત્પાદન માટે 6.4 કરોડ ડોલર આપવામાં આવશે.'' મોદી પોતાના પ્રવાસ દરમિયાન 25 જુલાઇના રોજ યુગાંડાથી દક્ષિણ આફ્રીકા પહોંચશે. બ્રિક્સ સંમેલન ઉપરાંત મોદી ફેબ્રુઆરીની સત્તા સંભાળનાર રાષ્ટ્રપતિ રમાફોસાની સાથે દ્રિપક્ષીય વાર્તા કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news