Mann Ki Baat: 100મા એપિસોડમાં PM મોદીએ કહ્યુંકે, મન કી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છે

Mann Ki Baat 100th Episode: પીએમ મોદીએ જણાવ્યુંકે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સામાન્ય લોકો સાથે મળવાનું થતુ હતું. પણ 2014માં દિલ્લી આવ્યા પછી કામનું સ્વરૂપ અને સ્થિતિઓ પરિસ્થિતિઓ સમયની સીમા, સુરક્ષા અને બંધનો અલગ હતા. મેં પોતાનું ઘર એટલા માટે નહોંતુ છોડ્યું કે મારા દેશવાસીઓ સામે મારો સંપર્ક તૂટી જશે. મન કી બાતે મને એ પડકારને ઓળંગવાનો મોકો આપ્યો.

Mann Ki Baat: 100મા એપિસોડમાં PM મોદીએ કહ્યુંકે, મન કી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છે

Mann Ki Baat: આજે મન કી બાતનો 100 મો એપિસોડ. મને તમારા બધાની હજારો ચિઠ્ઠીઓ અને લાખો મેસેજ મળ્યા છે. મેં વધુમાં વધુ સંદેશાઓ વાંચવાનો પ્રયાસ કર્યો છે. હું તમારા મેસેજ વાંચીને ખુબ ભાવુક થયો છું. 11 વિદેશી ભાષામાં થાય છે મન કી બાતનું પ્રસારણ. દેશના લોકોની સકારાત્મકતાનો પર્વ બન્યો છે મનકી બાત. મનકી બાતનો આ પ્રોગ્રામમાં દેશના ખુણા ખુણામાંથી લોકો જોડાયા. રેડિયો તેનું માધ્યામ બન્યું.

દરેક વર્ગ-તબક્કા અને ઉંમરના લોકોની મનની બાતઃ
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, 3 ઓક્ટોબર 2014 ને વિજ્યા દશમીના દિવસે મન કી બાતની યાત્રા શરૂ થઈ હતી. વિજ્યા દશમી એટલે બુરાઈ પર અચ્છાઈની જીતનું પર્વ. મન કી બાત પણ દેશવાસીઓની સકારાત્મક સિદ્ધિઓની વાત કરવામાં આવે છે. આમાં સકારાત્મક વાતોની ઉજવણી કરવામાં આવે છે. દરેક એપિસોડ વિશેષ રહ્યો.  મનકી બાતમાં દરેક ઉંમર, દરેક વર્ગ, દરેક પ્રાંતના લોકો જોડાયા. મનકી બાત જે વિષય સાથે જોડાયું એ જન આંદોલન બની ગયું. 

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, જ્યારે મેં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે મનકી બાત કરી હતી ત્યારે દુનિયાભરમાં તેની ખુબ ચર્ચા થઈ હતી. બીજાના ગુણઓની પુજા કરવું એ મનકી બાત છે. મારા માર્ગદર્શક વકીલ સાહેબે મને બીજા લોકોના ગુણો પરથી શિખવાની પ્રેરણા આપી. બીજાના ગુણોથી શિખવાનું મોટું માધ્યામ છે મન કી બાત. 

પીએમ મોદીએ જણાવ્યુંકે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સામાન્ય લોકો સાથે મળવાનું થતુ હતું. પણ 2014માં દિલ્લી આવ્યા પછી કામનું સ્વરૂપ અને સ્થિતિઓ પરિસ્થિતિઓ સમયની સીમા, સુરક્ષા અને બંધનો અલગ હતા. મેં પોતાનું ઘર એટલા માટે નહોંતુ છોડ્યું કે મારા દેશવાસીઓ સામે મારો સંપર્ક તૂટી જશે. મન કી બાતે મને એ પડકારને ઓળંગવાનો મોકો આપ્યો. પદભાર અને પડકારો દૂર થયા. દરેક મહિને હું દેશવાસીઓના અદભુત સ્વરૂપોના દર્શન કરું છું.

મનકી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છેઃ પીએમ મોદી
મનકી બાત મારા માટે આસ્થા, પુજા અને વ્રત છે. મારા માટે એ એક કાર્યક્રમ નથી. ઈશ્વર રૂપી જનતા જનાર્દનના રૂપમાં પુજા છે. મન કી બાત મારા માટે એક આધાત્મિક યાત્રા છે. મન કી બાત મેં નહીં તુ હી. એ વાતને આગળ વધારે છે. મન કી બાતમાં હું ઘણીવાર ભાવુક થયો છું. 

નારી શક્તિને વંદનઃ
સેલ્ફી વિથ ડોટર. હરિયાણાના એક પિતા સાથે વાત કરી. સુનીલભાઈ સાથે પીએમ મોદીએ વાત કરી છે. મન કી બાતમાં મહિલાઓની સિદ્ધિઓની વાત કરવામાં આવી.  સેલ્ફી વિથ ડોટરનું અભિયાન ચાલ્યુ અને દેશભરમાં તેને પ્રચાર પ્રસાર થયો. મનકી બાત એ નારીશક્તિના પ્રયાસોને સામે લાવવાનું મંચ બન્યો.

જમ્મુ-કાશ્મીરમાં પેન્સિલ સ્ટેલનું કામ કરે છે મંજુર. જેનાથી 200થી વધારે લોકોને રોજગાર મળ્યો છે.  દેશમાં આવા અનેક પ્રતિભાશાળી લોકો છે. મનકી બાત એ વોકલથી લોકલને પ્રોત્સાહિત કરે છે. સ્વદેશી અપનાવો અને મેક ઈન ઈન્ડ઼િયા, સ્ટાર્ટઅપની વાતો મનકી બાતમાં કરાઈ છે. 

લોટસ ફાઈબરનો બિઝનેસ વધી ગયો મનકી બાતના પ્રોગ્રામના કારણે. મણિપુરની એક મહિલાએ અપનાવ્યો વોકલ ફોર લોકોલનું સૂત્ર. હવે તે લોકલ ફોર ગ્લોબલને અપનાવી રહી છે. જેનું નામ વિજયા શાંતિ છે. દેશી રમકડાં, દેશી શ્વાસ, હર ઘર તિરંગા અભિયાન, નાના લોકો પાસેથી ખરીદી કરતી વખતે તેમની સાથે ભાવતાલ ન કરવો. આવી વાતો મનકી બાતમાં કહેવામાં આવી છે. 

ટુરિઝમને પ્રોસ્તાહનઃ
પીએમ મોદીએ કહ્યુંકે, મનકી બાતથી ટુરિઝમને પણ પ્રોત્સાહનું મળ્યું છે. વિવિધ રાજ્યોમાં વિવિધ સ્તર પર રોજગારી વધી છે. ત્યારે આપણે પણ વિદેશી યાત્રા પર જતા પહેલાં આપણે આપણાં દેશના અન્ય રાજ્યોના ઓછામાં ઓછા 15 ટુરિઝસ્ટ ડેસ્ટિનેશનની મુલાકાત જરૂર લેવી જોઈએ.

યુનેસ્કોના ડીજીનો સંદેશઃ
દેશવાસીઓને અભિનંદન આપ્યાં. ભારત સાથે ખુબ જુનો અને મજબુત સંબંધ રહ્યો છે યુનેસ્કોનો. દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં અનેક સંભાવનાઓ અનેક સિદ્ધિઓ અને અનેક ટેલેન્ટ છુપાયેલું છે. મનકી બાત તેને એક સારું પ્લેટફોર્મ પુરુ પાડે છે. એજ્યુકેશન અને સાંસ્કૃતિ સંરક્ષણ અંગે ભારતના પ્રયાસોને યુનેસ્કો પણ જાણવા માંગે છે. તેની પાસેથી શિખવા માંગે છે. ભારતની પ્રાચિન પરંપરાઓને પણ જાણવા માંગે છે.

મનકી બાતમાં નાના-નાના માણસોની મોટી વાત દર્શાવવાનો પ્રયાસ કરાય છે. શિક્ષકોની સારી કામગીરીને દર્શાવવામાં આવી છે. ચલાતા રહો, ચાલતા રહો, ચાલતા રહો આ સૂત્ર આ મંત્ર સાથે જ આ એપિસોડ પુરો કરીએ છીએ. મનકી બાતનો દરેક એપિસોડ બીજા એપિસોડ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરે છે. આઝાદીના અમૃતકાળમાં મનકી બાતમાં દર્શાવવામાં આવતી પોજેટિવિ દેશને આગળ લઈ જશે. પીએમ મોદીએ જણાવ્યુંકે, ભારતના લોકો અને ભારતમાં આસ્થા રાખનારા તમામ લોકોનો હું આભારી છું. હું તમારા પરિવારના એક સદસ્યના રૂપમાં તમારી વચ્ચે રહ્યો છું અને તમારી વચ્ચે રહીશ. પોતાનું અને પોતાના લોકોનું ખુબ ખુબ ધ્યાન રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news