છત્તીસગઢથી PM મોદી LIVE, કોંગ્રેસ ગાંધી પરિવાર સામે તાક્યું નિશાન, કહ્યું- ચોકીદાર ચૂપ નહીં બેસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાયગઢમાં જનસભાને સંબોધતાં કહ્યું કે, આવા વિપરીત હવામાન વચ્ચે પણ આટલી મોટી સંખ્યામાં અહીં આવવું એ બતાવે છે કે આપની ભારતીય જનતા પાર્ટી અને અમારા માટે આપનો પ્રેમ છે. આપનો ઉત્સાહ, પ્રેમ સદાય મને અભિભૂત કરે છે. તમારી સાથે મારો નાતો જૂનો છે. જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એક હતું ત્યારે હું અહીં સંગઠનના કામે આવતો હતો. એ સમયે મેં અહીંના લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે પ્રેમ હતો, અટલજી પ્રતિ જે શ્રધ્ધા હતી એ અપ્રતિમ છે

છત્તીસગઢથી PM મોદી LIVE, કોંગ્રેસ ગાંધી પરિવાર સામે તાક્યું નિશાન, કહ્યું- ચોકીદાર ચૂપ નહીં બેસે

રાયગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના રાયગઢમાં જનસભાને સંબોધતાં કહ્યું કે, આવા વિપરીત હવામાન વચ્ચે પણ આટલી મોટી સંખ્યામાં અહીં આવવું એ બતાવે છે કે આપની ભારતીય જનતા પાર્ટી અને અમારા માટે આપનો પ્રેમ છે. આપનો ઉત્સાહ, પ્રેમ સદાય મને અભિભૂત કરે છે. તમારી સાથે મારો નાતો જૂનો છે. જ્યારે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એક હતું ત્યારે હું અહીં સંગઠનના કામે આવતો હતો. એ સમયે મેં અહીંના લોકોમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે પ્રેમ હતો, અટલજી પ્રતિ જે શ્રધ્ધા હતી એ અપ્રતિમ છે. 

મિલાવટ દેશ માટે મોટી બિમારી છે
લોકસભા ચૂંટણી માટે એક થઇ રહેલા વિપક્ષો પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ચાવાળામાંથી ચોકીદાર બનેલા આ પીએમ માટે કેટલાક લોકો સત્તા મેળવવા માટે એક થઇ રહ્યા છે. તમારે જાગૃત થવાની જરૂર છે. મિલાવટવાળી વસ્તુ ખાવાથી શું થાય? પેટ ખરાબ થાય કે નહીં? બે પૈસા વધુ ખર્ચાય તો વાંધો નહીં પરંતુ મિલાવટવાળી વસ્તુ ખરીદાય નહીં, મિલાવટ ગરીબમાં ગરીબ લોકોને પણ મંજૂર નથી એમ મિલાવટવાળી સરકાર દેશને બિમાર કરનારી મોટી બિમારી છે. એટલે એમને ઘૂસવા ન દેતા

એમનો બધો હિસાબ કરાશે
ગાંધી પરિવાર પર આડકતરો ઇશારો કરતાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નામદાર પરિવાર વિરૂધ્ધ ગંભીર કેસ ચાલી રહ્યા છે. જામીન કે આગોતરા લઇને જીવી રહ્યા છે. હાલત એ છે કે પરિવારના વધુ સભ્યો જામીન કે આગોતરા પર બહાર છે. કાયદાથી બચવાના આ પ્રયાસનાં આ ચોકીદાર જાગે છે એ એમને ખબર નથી. એમનો બધો હિસાબ કરાશે. એમના કાકા મામાઓના ચોપડા ખોલાઇ રહ્યા છે. તપાસ થઇ રહી છે. વધુમાં એમણે કહ્યું કે, એમનો તો એક જ નિયમ છે, જાતે ભ્રષ્ટાચાર કરો અને ભ્રષ્ટાચારીઓને મદદ કરો. પરંતુ એમને એ ખબર નથી કે આ ચોકિદાર જાગે છે. મને મારી કોઇ કિતાબ ખુલ્લી પડવાની ચિંતા નથી.

અમારી સરકાર, ગરીબોની સરકાર
અમારી સરકાર ગરીબોની સરકાર છે. અમારો પ્રયાસ છે કે દેશમાંથી ગરીબી દૂર થાય. આ માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. શ્રમિક ભાઇઓ માટે પણ ઘણી સારી યોજનાઓ બનાવી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર અમે યોજનાઓ બનાવી છે. અગાઉ શ્રમિકો માટે માત્ર વાતો જ થતી હતી. પરંતુ અમારી સરકારે શ્રમિક સાથી જેવી યોજનાઓ બનાવી છે. એમના માટે પેન્શન યોજના પણ બનાવવામાં આવી છે. જેનો લાભ દેશના 30-40 કરોડ શ્રમિકોને મળશે. જે શ્રમિકો માસિક જેટલી રકમ આ યોજનામાં જમા કરાવશે એટલી જ રકમ સરકાર એમનામાં ઉમેરશે.  

કોંગ્રેસ સરકારે ગરીબોનો હક છિનવ્યો
વડાપ્રધાન બન્યા બાદ પણ હું અહીં વધુ વખત આવ્યો છે. વિધાનસભા ચૂંટણી બાદ મારો આ પ્રથમ પ્રવાસ છે. રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાઇ તો મે શુભેચ્છાઓ આપી હતી. પરંતુ આ સરકારે આવ્યા બાદ શું કામ કર્યું એ ખબર છે? એમણે નવું કર્યું તો શું કર્યું? પરંતુ સચ્ચાઇ એ છે કે પહેલા જે સારૂ કરવામાં આવતું હતું એને પણ આ લોકો ઠપ કરી રહ્યા છે. અહીંની કોંગ્રેસ સરકારે બે નિર્ણય લીધા છે. એ ઉપર બે વિચાર કરવા જેવો છે. આ સરકારે જે કામ કર્યું છે એ જોતાં ખબર પડે છે કે એમની વિચાર શું છે. આયુષ્યમાન ભારત, મોદી કેરથી તમને દુર કર્યા.  બીજો નિર્ણય એ લીધો કે સીબીઆઇને આવવા નહીં દઇએ, તમને એવો તો શું ડર છે કે સીબીઆઇને આવવા દેવા નથી. 

વાસ્તવમાં કોંગ્રેસનો રોમ રોમ વચેટીયાઓના અહેસાનોથી દબાયેલો છે. રાયપુરથી દિલ્હી સુધી કોંગ્રેસ દબાયેલી છે. અને એનું કારણ એ છે કે આયુષ્યમાન ભારતથી બહાર નીકળી રહ્યા છે. ગરીબો માટે આ યોજના મહત્વની હતી. પરંતુ આ સરકારે લોકોનો આ અધિકાર છીનવી લીધો છે. 

રાજ્યના ગરીબ લોકોને પોતાની જમીન વેચવા સુધીના દિવસો આવશે. આ સરકારે ગરીબોની આરોગ્ય સુવિધા છીનવી લીધી છે. આયુષ્યમાન ભારત યોજનામાં કોઇ ફર્જીવાડો થતો નથી. સીધો લાભ હોસ્પિટલના ખાતામાં જમા થાય છે. એટલે વચેટીયાઓના રાજવાળી કોંગ્રેસ સરકારને આ રાજ આવ્યું નથી. જેને પેઢીઓથી મલાઇ ખાવાની ટેવ હોય એમને ચોકીદારની પારદર્શિતા કેવી રીતે પસંદ આવે. એમને તો બસ તું પણ ખા અને અમને પણ ખાવા દે એવી નીતિ વાળા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news