ધર્મશાળા : પીએમ મોદી બોલ્યા, દેશ લૂંટનારાઓને ચોકીદારનો ડર લાગી રહ્યો છે

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાયેલી જન આભાર રેલીમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે. આ સમારોહમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી

ધર્મશાળા : પીએમ મોદી બોલ્યા, દેશ લૂંટનારાઓને ચોકીદારનો ડર લાગી રહ્યો છે

નવી દિલ્હી/ધર્મશાળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં બીજેપી સરકારના એક વર્ષ પૂરા થવાના પ્રસંગે ધર્મશાળામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે અહીં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, હિમાચલ પ્રદેશ માટે આજે ઐતિહાસિક દિવસ છે. હિમાચલે દેશ-દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. પીએમ મોદી અહીં રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ બતાવનાર એક દસ્તાવેજ પણ જાહેર કરશે. ગત વર્ષે થયેલ રાજ્ય વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસને હરાવીને બીજેપી સત્તામાં આવી હતી. 

પહાડનું પાણી અને જવાની કામમાં આવી રહી છે
પીએમ મોદીએ કહ્યું કે, પહાડનું પામી પણ હિમાચલના કામમાં આવી રહ્યું છે અને પહાડની જવાની પણ અહીંના વિકાસના કામમાં આવશે. તેથી સરકાર અનેક મહત્વના પગલા લઈ રહી છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશ અને અટલ બિહારી વાજયેપીનો અતૂટ નાતો રહ્યો છે. હિમાચલ પ્રદેશના વિકાસનો પાયો નાંખવાનું કામ અટલજીની સરકારે કર્યું હતું. 

— ANI (@ANI) December 27, 2018

કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
તેમણે કહ્યું કે, કોંગ્રેસે હિમાચલ પ્રદેશની અવગણના કરી છે. જ્યારે દિલ્હીમાં ડરાવનારી સરકાર હતી, તો હિમાચલને 21 હજાર કરોડ રૂપિયા મળતા હતા. હવે કેન્દ્ર સરાર 72 હજાર કરોડ રૂપિયા આપી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકોની આંખમાં ધૂળ નાંખવી તો કોંગ્રેસની આદત છે. કોંગ્રેસે દેશના વીરો સામે જુઠ્ઠાણુ ચલાવ્યું છે. તેમણે ક્હયું કે, એક સમયે કોંગ્રેસમાં વન રેન્ક વન પેન્શનના નાામ દેશાન જવાનોને મૂર્ખ બનાવવાનું કામ કરતી હતી. એ જ કામ કોંગ્રેસ દેશના ખેડૂતોની સાથે કરી રહી છે. પહેલા કોંગ્રેસે જવાનો સામે ખોટું ચલાવ્યું, હવે તે ખેડૂતો સાથે ખોટુ બોલી રહી છે. 

તેમણે ક્હયું કે, દેશના પૂર્વ સૈનિક ગત 40 વર્ષોથી વન રેન્ક, વન પેન્શનની માંગણી કરી રહ્યા હતા. ગત સરકારે તેમના માટે માત્ર 500 કરોડ રૂપિયા જ ફાળવ્યા હતા. પંરતુ અમે સત્તામાં આવ્યા તો અમે વન રેન્ક વન પેન્શનને કાર્યશીલ બનાવી. 

 થઈ રહ્યો છે વિકાસ
તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશી બીજેપી સરકાર રાજ્યમાં માત્ર પર્યટન અને ખેતીને જ આગળ લઈને નથી વધી રહી. પરંતુ રાજ્યમાં ઔદ્યોગિક શક્યતાઓને પણ સાથે લઈને ચાલી રહી છે. વડાપ્રધાન ગ્રામ સડક યોજનાથી હિમાચલના દૂરના ગામડાઓને રસ્તાથી જોડી શકાશે. કેન્દ્ર સરકાર રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાની દિશામાં તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. 

મુખ્યમંત્રી જયરામ ઠાકુરને અભિનંદન
તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં બીજેપી સરકારે એક વર્ષમાં જ વિકાસના અથાગ પ્રયાસો કર્યા છે. તેના માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને તેમની ટીમને અભિનંદન આપું છું. હિમાચલ દેવી અને દેવતાઓની ભૂમિ છે. અહીયાનો દરેક ગામ દેવી-દેવતાઓનું પોતાનું ગામ છે. હિમાચલ દેવભૂમિ હોવાની સાથે સાથે વીરોની ભૂમિ પણ છે. અહીં શાંતિની કૂખમાંથી વીરતા પેદા થાય છે અને જે અક્ષુણ્ણ હોય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news