મન કી બાત: પીએમ મોદીએ કરી અપીલ, સૈનિકો માટે ઘરમાં એક દીવો પ્રગટાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે દેશવાસીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે. 

મન કી બાત: પીએમ મોદીએ કરી અપીલ, સૈનિકો માટે ઘરમાં એક દીવો પ્રગટાવો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે દેશવાસીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે. 

સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી., તેમણે કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ નમસ્કાર. આજે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર છે. આ પાવન અવસરે તમને ખુબ ખુભ શુભકામનાઓ. તેમણે કહ્યું કે દશેરાનો આ પર્વ અસત્ય પર સત્યની જીતનો પર્વ છે. પરંતુ સાથે સાથે તે એક પ્રકારે સંકટો પર ધૈર્યની જીતનો પર્વ પણ છે. 

પીએમ મોદીએ કહ્યું કે આજે તમે બધા ખુબ સંયમ સાથે જીવી રહ્યા છો. મર્યાદામાં રહીને પર્વ, તહેવાર, ઉજવી રહ્યા છો. આથી જે લડાઈ આપણે લડીએ છીએ તેમાં જીત સુનિશ્ચિત છે. પહેલા દુર્ગા પંડાળમાં માતાના દર્શન માટે ખુબ ભીડ ભેગી થતી હતી. એકદમ મેળા જેવો માહોલ રહેતો હતો. પરંતુ આ વખતે એવું ન થઈ શક્યું. પહેલા દશેરા પર મોટા મોટા મેળા જામતા હતાં પરંતુ આ વખતે તેનું અલગ જ સ્વરૂપ છે. 

પીએમ મોદીએ કહ્યું કે 'કોરોનાના આ સંકટકાળમાં આપણે સંયમથી કામ લેવાનું છે. મર્યાદામાં જ રહેવાનું છે.' આ સાથે જ તેમણે સૈનિકોને યાદ કરતા કહ્યું કે 'જેમના પુત્ર પુત્રીઓ આજે સરહદે છે તેમના પરિવારોના ત્યાગને પણ હું નમન કરું છું. દરેક એ વ્યક્તિ કે જે દેશ સાથે જોડાયેલી કોઈ ને કોઈ જવાબદારીના કારણે પોતાના ઘરે નથી અને પરિવારથી દૂર છે, હું હ્રદયપૂર્વક તેમનો આભાર પ્રગટ કરું છું.'

તેમણે વધુમાં કહ્યું કે 'આપણે ઘરમાં એક દીવો, ભારતમાતાના આ વીર પુત્ર પુત્રીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હું મારા વીર જવાનોને પણ કહેવા માંગુ છું કે તમે ભલે સરહદે હોવ પરંતુ આખો દેશ તમારી સાથે છે. તમારા માટે કામના કરી રહ્યો છે.' 

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ખાદીની લોકપ્રિયતા ઉપર પણ વાત કરી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે બોડી ફ્રેન્ડલી ફેબ્રિક છે. દરેક ઋતુમાં પહેરાય છે અને આજે ખાદી ફેશન સ્ટેટમેન્ટ પણ છે. ખાદીની લોકપ્રિયતા વધી રહી છે. સાથે જ દુનિયામાં અનેક જગ્યાએ ખાદી બનાવવામાં આવે છે. 

આ સંદર્ભે પીએમ મોદીએ મેક્સિકોના ઓહાકાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે 'મેક્સિકોમાં એક જગ્યા છે ઓહાકા (Oaxaca). આ વિસ્તારમાં અનેક એવા ગામ છે જ્યાં સ્થાનિકો ખાદી વણવાનું કામ કરે છે. આજે અહીંની ખાદી 'ઓહાકા ખાદી'ના નામે પ્રસિદ્ધ થઈ છે.  

કાર્યક્રમ દ્વારા પીએમ મોદીએ સરદાર પટેલને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ થોડા દિવસ બાદ સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરના રોજ આપણે બધા રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવીશું. 

તેમણે કહ્યું કે જરા એ લોહ પુરુષની છબીની કલ્પના કરો જેઓ રજવાડાઓ સાથે વાત કરતા હતા, પૂજ્ય બાપુના જન આંદોલનનું મેનેજમેન્ટ કરતા હતા, આ સાથે જ અંગ્રેજો સાથે લડાઈ  લડી રહ્યા હતા અને આ બધા વચ્ચે તેમની સેન્સ ઓફ હ્રુમર પૂરેપૂરા રંગમાં હતી. બહુ ઓછા લોકો તમને જોવા મળશે જેમના વ્યક્તિત્વમાં એક સાથે અનેક તત્વ હોય. વૈચારિક ઊંડાઈ, નૈતિક સાહસ, રાજનૈતિક વિલક્ષણતા, કૃષિ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન અને રાષ્ટ્રીય એક્તા પ્રત્યે સમર્પણ ભાવ. 

કાર્યક્રમ દ્વારા પીએ મોદીએ દેશવાસીઓને એક વેબસાઈટનો પણ આગ્રહ કર્યો. આ વેબસાઈટ છે  http://ekbharat.gov.in . તેમણે જણાવ્યું કે તેમાં નેશનલ ઈન્ટિગ્રેશનની આપણી મુહિમને આગળ વધારવાના અનેક પ્રયત્નો જોવા મળશે. 

પીએમ મોદીએ કહ્યું કે તમે આ વેબસાઈટ દ્વારા કન્ટ્રિબ્યુટ પણ કરો, જેમ કે દરેક રાજ્ય અને સંસ્કૃતિમાં અલગ અલગ ખાનપાન હોય છે. આ વ્યંજન સ્થાનિક સ્તરે ખાસ ઈન્ગ્રિડિયન્ટસ એટલે કે અનાજ, અને મસાલાથી બને છે. શું આપણે આ લોકલ ફૂડની રેસિપીને લોકલ ઈન્ગ્રિડિયન્ટ્સના નામ સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારત વેબસાઈટ પર શેર કરી શકીએ?યુનિટી અને ઈમ્યુનિટી વધારવા માટે આનાથી સારો ઉપાય કયો હોઈ શકે?

આ અગાઉ પીએમ મોદીએ ગત મહિને 27 તારીખે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news