Diwali પર ખરીદવી છે સસ્તી CNG કાર? આ લિસ્ટમાંથી કરી લો પસંદ, કિંમત 3 લાખથી પણ ઓછી

cheapest cng car in india: અહીં અમે તમારા માટે એક લિસ્ટ લઇને આવ્યા છીએ. તમને દેશની 5 સસ્તી સીએનજી ગાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી તમે તમારી પસંદગીની કાર સિલેક્ટ કરી શકો છો. 

Diwali પર ખરીદવી છે સસ્તી CNG કાર? આ લિસ્ટમાંથી કરી લો પસંદ, કિંમત 3 લાખથી પણ ઓછી

Cheapest CNG Car: મોંઘા પેટ્રોલ અને ડીઝલના જમાનામાં કાર ખરીદનારા સીએનજી ગાડીઓને પસંદ કરી રહ્યા છે. દિવાળીના અવસરે ઘણા લોકો નવી ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરે છે. બની શકે છે કે તમે પણ તમારા માટે એક સીએનજી ગાડી શોધી રહ્યા હોવ. અહીં અમે તમારા માટે એક લિસ્ટ લઇને આવ્યા છીએ. તમને દેશની 5 સસ્તી સીએનજી ગાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી તમે તમારી પસંદગીની કાર સિલેક્ટ કરી શકો છો. 

1. Maruti Suzuki Alto
આ દેશની સૌથી સસ્તી સીએનજી કાર છે. Maruti Alto 800 ની કિંમત 2.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે તેના સીએનજી સાથે આવનાર વેરિએન્ટની કિંમત 5.03 લાખ રૂપિયા (એક્સ શોરૂમ‌) છે. સીએનજી કિટ સાથે આ કાર 31KM થી વધુની માઇલેજ ઓફર કરે છે. 

2. Maruti S-Presso 
મારૂતિ એસ-પ્રેસોના સીએનજી મોડલની કિંમત 5.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીનો દાવો છે કે સીએનજી સાથે આ કાર 32.73 km/kg ની માઇલેજ ઓફર કરે છે. તેમાં 1.0 લીટર, 3- સિલિન્ડર પેટ્રોલ એન્જીન જ મળે છે, જે સીએનજી મોડમાં 56 bhp અને 82 Nm ટોર્ક જનરેટ કરે છે.  

3. Maruti Eeco
આ દેશની સૌથી સસ્તી 7 સીટર કાર છે. તેનું સીએનજી વેરિએન્ટ તમને 5.94 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) માં મળશે. તેમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જીન મળે છે, જે સીએનજી કિટ સાથે 63PS અને 85Nm જનરેટ કરે છે. સીએનજી સાથે આ કાર 20KM થી વધુની માઇલેજ ઓફર કરે છે. 

4. Tata Tiago
ટાટા ટિયાગોનું સીએનજી વર્જન આ વર્ષે લાવવામાં આવ્યું હતું અને તેની માઇલેજ 26KM થી વધુ રહે છે. આ ગાડીનું સીએનજી વર્જન કુલ 5 વેરિએન્ટમાં આવે છે. સીએનજી કિટ સાથે ટાટા ટિયાગોની કિંમત 6.30 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 7.82 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. 

5. Hyundai Grand i10 Nios
હ્યુન્ડાઇની ગ્રાંડ આઇ10 નિઓસ પણ સીએનજી માટે એક સારો ઓપ્શન છે. સીએનજી કિટ સાથે આ ગાડીની કિંમત 7.16 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે. તેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news