ફેથાઇ ચક્રવાત: આંધ્ર, ઓરિસ્સા સહિત 3 રાજ્યોમાં હાઇએલર્ટ

આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાનાં કિનારાના તમામ જિલ્લાઓમાં તંત્રને એલર્ટ કરી દેવાયુ છે, જો કે ચક્રવાતથી નુકસાન થવાની શક્યતાઓ નહીવત્ત

ફેથાઇ ચક્રવાત: આંધ્ર, ઓરિસ્સા સહિત 3 રાજ્યોમાં હાઇએલર્ટ

નવી દિલ્હી : આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારાનાં ક્ષેત્રમાં ફેથાઇ ચક્રવાત પર ખતરો જોવા મળી રહ્યો છે. જેના કારણે બંન્ને રાજ્યોમાં તંત્ર હાલ હાઇએલર્ટ પર છે. બંગાળની ખાડીમાં ઉઠેલ ચક્રવાતી તોફાન આંધ્રપ્રદેશનાં કિનારાઓની તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. સોમવારે તેનાં કાકીનાડા અને વિશાખાપટ્ટનમ સુધી પહોંચવાની આશંકા છે. 

વિશાખાપટ્ટનમ સાઇક્લોન વોર્નિંગ સેંટરના અનુસાર આગામી થોડા કલાકોમાં ફેથાઇ મજબુત થશે અને સોમવારે કિનારા સુધી પહોંચી જશે. જો કે સોમવારે બપોર સુધી તે નબળું પડી જશે. રાજ્યની રીયલ ટાઇમ ગવર્નન્સ સોસાયટીએ રાજ્યનાં તમામ 9 કિનારાનાં જિલ્લાઓને એલર્ટ આપ્યું છે. એટલું જ નહી રાજ્યની ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સને પણ સ્ટેન્ડ બાઇ પર રાખવામાં આવ્યા છે. જાન અને માલની સુરક્ષાને ધ્યાને રાખીને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ તમામ 9 કિનારાનાં જિલ્લાઓને એલર્ટ આપ્યું છે અને તમામ જરૂરી પગલા ઉઠાવવા માટેનો આદેશ આપ્યો છે. 

હવામાન વિભાગે રવિવાર ઉપરાંત સોમવારે પણ આંધ્રપ્રદેશના કિનારાના વિસ્તાર અને પોંડીચેરીનાં યાનામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પવન પણ 100 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ફુંકાઇ શકે છે. 
કેથાઇનાં કારણે ઓરિસ્સામાં ભારે વરસાદની આશંકા

ચક્રવાતીય તોફાન ફેથાઇનાં કારણે કિનારાનાં રાજ્ય ઓરિસ્સામાં ભારે વરસાદની આશંકાય છે. હવામાન વિભાગે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં સોમવારે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યનાં ગજપતિ, ગંજામ, રાયગઢ અને કાલાહાંડી જિલ્લાને ભારે વરસાદની વાત કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news