રાહુલ ગાંધીથી વધુ મમતા બેનર્જીને સર્ચ કરી રહ્યા છે લોકો, PM મોદી હજુ પણ નંબર વન, જુઓ લિસ્ટ

આ વર્ષે ભારતીય યૂઝર્સોએ શું શોધ્યુ, તે જાણવા માટે સર્વે કરવામાં આવ્યો. તે પ્રમાણે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે. તેમને આજે પણ ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યાં છે.
 

રાહુલ ગાંધીથી વધુ મમતા બેનર્જીને સર્ચ કરી રહ્યા છે લોકો, PM મોદી હજુ પણ નંબર વન, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ Yahoo એ ભારત માટે પોતાના 2021 ઈયર ઇન રિવ્યૂ (YIR) ની જાહેરાત કરી છે. આ વર્ષે ભારતીય યૂઝર્સોએ શું શોધ્યુ, તે જાણવા માટે સર્વે કરવામાં આવ્યો. તે પ્રમાણે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે. તેમને આજે પણ ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યાં છે. ત્યારબાદ ક્રિકેટર વિરાટ કોહલીનો નંબર આવે છે. તે બીજા સ્થાને છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. તેઓ ત્રીજા સ્થાને રહ્યાં છે. દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનુક્રમે ચોથુ અને પાંચમું સ્થાન હાસિલ કર્યુ છે. 

2021ના ટોપ ન્યૂઝમેકર કેટેગરીમાં ઈન્ડિયન ફાર્મર્સ પ્રોટેસ્ટ (કિસાન આંદોલન) નંબર વન પર રહ્યુ. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હાલમાં એક નશીલા પદાર્થના મામલામાં ચર્ચામાં રહેવાની સાથે બીજુ સ્થાન હાસિલ કર્યુ. ભારતનું કેન્દ્રીય બજેય, રાજ કુન્દ્રા અને બ્લેક ફંગસે આ શ્રેણીમાં ત્રીજુ, ચોથુ અને પાંચમું સ્થાન હાસિલ કર્યુ છે. 

'મોસ્ટ સર્ચ્ડ મેલ સેલેબ્રિટીઝ' કેટેગરીમાં દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સૌથી ઉપર છે. અભિનેતા સલમાન ખાને બીજુ સ્થાન હાસિલ કર્યુ છે. ત્યારબાદ અલ્લૂ અર્જુન ત્રીજા સ્થાને રહ્યા. પુનીત રાજકુમાર અને દિવંગત અભિનેતા દિલીપ કુમારે ક્રમશઃ ચોથુ અને પાંચમું સ્થાન હાસિલ કર્યુ છે. 

કરીના કપૂર મહિલા હસ્તિઓમાં ટોપ પર
અભિનેત્રી કરીના કપૂર 2021ની ભારતમાં સૌથી વધુ સર્ચ થનારી મહિલા હસ્તી હતી. કેટરીના કેફ પોતાની સફળ ફિલ્મ સૂર્યવંશીના રિલીઝ બાદ બીજા સ્થાને રહી. યાદીમાં પ્રિયંકા ચોપડા જોનાસ, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ ક્રમશઃ ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને રહી. 

નરેન્દ્ર મોદીનો જલવો યથાવત
નરેન્દ્ર મોદી 'મોસ્ટ સર્ચ્ડ પોલિટિશિયન ઓફ 2021'ની યાદીમાં સૌથી ઉપર છે. મમતા બેનર્જીએ પાછલા વર્ષની પોતાની સ્થિતિમાં સુધાર કર્યો અને બીજા નંબરે આવી ગયા. રાહુલ ગાંધી ત્રીજા સ્થાન પર અને અરવિંદ કેજરીવાલ ચોથા સ્થાને રહ્યા છે. તો ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાંચમાં સ્થાને રહ્યા છે. 

એલોન મસ્કે મોસ્ટ સર્ચેડ બિઝનેસ પર્સનના રૂપમાં ટોચનું સ્થાન હાસિલ કર્યુ છે, ત્યારબાદ મુકેશ અંબાણીનું નામ સામે આવે છે. બિઝનેસ મેગ્નેટ બિલ ગેસ્ટ ત્રીજા સ્થાને રહ્યા છે. ત્યારબાદ રતન ટાટા અને બિલ બુલ રાકેશ ઝુનઝુનવાલા ટોપ 5માં રહ્યા છે. 

વિરાટ કોહલીને સર્ચ કરી રહ્યા છે લોકો
વિરાટ કોહલી સૌથી વધુ સર્ચ થયેલા ભારતીય ખેલ હસ્તિઓમાં સૌથી ઉપર છે. ત્યારબાદ એમએસ ધોની આવે છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નિરજ ચોપડા ત્રીજા સ્થને રહ્યો. સચિન તેંડુલકરે ચોથુ અને રોહિત શર્માએ પાંચમું સ્થાન હાસિલ કર્યું છે. 

સર્વે પ્રમાણે સર્વાધિક સર્ચ ફિલ્મો, ટીવી શો અને ઓટીટી સિરીઝ શ્રેણીમાં 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' યાદીમાં સૌથી ઉપર છે. ત્યારબાદ રાધા કૃષ્ણ બીજા સ્થાને છે. આ યાદીમાં 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ', મની હોસ્ટ- સીઝન 5 અને શેરશાહે રાઉન્ડ ઓફ કર્યુ છે. 

સર્વાધિક સર્ચ થયેલી ક્રિપ્ટોકરન્સી શ્રેણીમાં બિટકોઈન, ડોગકોઈન, શીબા ઇનુ, ઇથેરિયમ, યૂનિસ્વેપે ટોપ પાંચમાં જગ્યા બનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news