ભગવાન શ્રીકૃષ્ણના મસ્તક પર શોભતા મોરપીંછના છે આ 5 મોટા ફાયદા

મોર, મયૂર, પિકોક નામવાળું આ સુંદર પક્ષી સનાતન ધર્મમાં સનાતન કાળથી મહત્વપૂર્ણ છે. પૌરાણિક કાળથી મહર્ષિઓ દ્વારા મોરના પીછાની કલમથી મોટા મોટા ગ્રંથ લખાયા છે. કઈક તો ખાસ વાત છે કે પ્રેમના દેવતા શ્રીકૃષ્ણના મસ્તક ઉપર પણ આ મોરપીછ વિરાજમાન થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણના મસ્તક પર શોભતા મોરપીંછના છે આ 5 મોટા ફાયદા

નવી દિલ્હી: મોર, મયૂર, પિકોક નામવાળું આ સુંદર પક્ષી સનાતન ધર્મમાં સનાતન કાળથી મહત્વપૂર્ણ છે. પૌરાણિક કાળથી મહર્ષિઓ દ્વારા મોરના પીછાની કલમથી મોટા મોટા ગ્રંથ લખાયા છે. કઈક તો ખાસ વાત છે કે પ્રેમના દેવતા શ્રીકૃષ્ણના મસ્તક ઉપર પણ આ મોરપીછ વિરાજમાન થાય છે. આવો તમને જણાવીએ કે આ મોરપીંછના કેટલાક ફાયદા કેટલા જબરદસ્ત છે. મોરપીંછથી આ પાંચ ફાયદા થાય છે જે જાણવા ખુબ જરૂરી છે. 

1. ખરાબ શક્તિઓથી બચાવે છે
મોરપીંછ વિશે કહેવાય છે કે કોઈ પણ સ્થાન પર તેને રાખવાથી ખરાબ શક્તિઓ અને પ્રતિકૂળ ચીજોનો પ્રભાવ દૂર થઈ સુરક્ષા મળે છે. આ કારણે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં મોરના સુંદર પીછા રાખે છે. 

2. નકારાત્મક ઉર્જા દૂર કરે છે
મોરપીંછની એક વિશેષતા છે કે તે સકારાત્મકતા પ્રદાન કરે છે અને આસપાસની નકારાત્મક ઉર્જાને નજીક પણ ફટકવા દેતુ નથી. મોરને નકારાત્મક ઉર્જા દૂર કરવામાં સૌથી અસરકારક ગણવામાં આવ્યો છે. 

3. શુભતા હોવાનું ચિન્હ છે મોરપંખ
શ્રીકૃષ્ણ ભગવાનના મસ્તક પર શોભતા મોરપંખને હિન્દુ ધર્મમાં શુભતાનું સૂચક ગણવામાં આવ્યું છે. આ જ કારણે તે શુભ ચિન્હ તરીકે સ્વીકારાયું છે. ધરમાં જો મોરપંખ  અને વાંસળીને સાથે રાખવામાં આવે તો પરિવારના લોકો વચ્ચે પ્રેમ વધે છે. 

4. ધન અને વિદ્યા સમાન રીતે પ્રદાન કરે છે
સનાતન ધર્મમાં મોરને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. આથી મોરપંખ લગાવવાથી ધન અને બુદ્ધિ બંને સાથે સાથે પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મી સ્વયં સૌભાગ્ય, ખુશાલી અને ધન ધાન્ય તથા સંપન્નતાના પ્રતિનિધિ છે. આથી મોરના પંખનો ઉપયોગ માતા લક્ષ્મીની આ વિશેષતાઓને અર્જિત કરવાના લક્ષ્યથી કરાય છે. 

5. પ્રેમ વધારે છે, નીકટ લાવે છે મોરપીંછ
મોરપંખનો આ ગુણ પ્રેમનો જ પર્યાય છે. તે બે વ્યક્તિઓમાં અંતર ઘટાડવાનું કામ કરે છે. મૂળ રીતે મોરપીંછને અધ્યાત્મની દ્રષ્ટિથી શુભંકર તરીકે ગણવામાં આવે છે. પરંતુ ઘરેલુ સ્તરે તે પરિજનો વચ્ચેનું અંતર દૂર કરે છે અને નીકટતા વધારે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news