ગઠબંધન તૂટી ગયું તો શું થયું, PDP અને BJP બંન્નેની પાસે છે J&Kમાં સરકાર બનાવવાનો વિકલ્પ

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભાની 87 સીટો છે. અહીં સરકાર બનાવવા માટે 44 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. બહુમતના આંકડા સુધી પહોંચવા માટે ઘણા વિકલ્પો દેખાઇ રહ્યાં છે. 

 

 ગઠબંધન તૂટી ગયું તો શું થયું, PDP અને BJP બંન્નેની પાસે છે J&Kમાં સરકાર બનાવવાનો વિકલ્પ

શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં ભાજપે મહબૂબા મુફ્તીની સરકાર પાડી દીધી છે. ભાજપના મહાસચિવ રામ માધવે ભાજપ-ડીપીડી ગઠબંધન તોડવાની જાહેરાત કરી. આ સાથે મહબૂબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. તેવામાં પ્રશ્ન થાઈ કે શું જમ્મૂ કાશ્મીરમાં કોઇ સરકાર બનશે કે વિધાનસભાની ચૂંટણી યોજાશે? હવે આ સવાલનો જવાબ છે કે, ભાજપ-ડીપીડીનું ગઠબંધન તૂટ્યા બાદ પણ જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવાના વિકલ્પ ઉપલબ્ધ છે. આવો સમજીએ જમ્મૂ કાશ્મીરમાં કઇ રીતે અને કોણ બનાવી શકે છે સરકાર. 

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની 87 સીટો છે. અહીં સરકાર બનાવવા માટે 44 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. બહુમતનો આંક મેળવવા માટે ઘણઆ વિકલ્પો ઉપલબ્ધ છે. 

વિકલ્પ-1
ભાજપઃ 25 ધારાસભ્ય
નેશનલ કોન્ફરન્સ (ફારૂખ અબ્દુલ્લાની પાર્ટી) 15 ધારાસભ્ય
જમ્મૂ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સઃ 2 ધારાસભ્ય
પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટઃ 1 ધારાસભ્ય
અપક્ષઃ 3 ધારાસભ્ય

આ રીતે ભાજપની આગેવાનીમાં ગઠબંધન સરકાર બની શકે છે. કારણ કે, આ ફોર્મુલામાં 46 ધારાસભ્યો એક પક્ષમાં દેખાઈ રહ્યાં છે. જો આ રીતે ગઠબંધન બને તો તેમાં ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવી શકે છે, કારણ કે આમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. 

વિકલ્પ-2
પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીઃ 28 ધારાસભ્ય
કોંગ્રેસઃ 12
જમ્મૂ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સઃ 2 ધારાસભ્ય
પીપુલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટઃ 1 ધારાસભ્ય
અપક્ષઃ 3 ધારાસભ્ય
જો આમ કોઇ બઠબંધન બને છે તો મહબૂબા મુફ્તી પોતાની સરકાર બનાવી શકે છે. આ ગઠબંધનમાં પણ 46 ધારાસભ્યો એક પક્ષમાં આવી શકે છે. 

વિકલ્પ-3
પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીઃ 28 ધારાસભ્ય
નેશનલ કોન્ફરન્સ (ફારૂખ અબ્દુલ્લાની પાર્ટી) 15 ધારાસભ્ય
કોંગ્રેસઃ 12
કુલ ધારાસભ્યઃ 55 આ રીતે મહબૂબા મુફ્તી ગઠબંધન સરકાર ચલાવી સકે છે. પરંતુ આ વિકલ્પ ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે. કારણ કે પીડીપી અને નેશનલ કોન્ફરન્સનું એક સાથે આવવું મુશ્કેલ લાગી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news