લોકસભા દરમિયાન વિદેશી હસ્તક્ષેપ ન થાય તે જુએ Twitter: સંસદીય સમિતી

સંસદી સ્થાયી સમિતીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ટ્વીટરનાં વૈશ્વિક લોકનીતિ મુદ્દાના પ્રભારી ઉપાધ્યક્ષ ક્રોલિન ક્રોવેલ અને કંપનીના અન્ય અધિકારી સાથે બેઠક યોજી હતી

લોકસભા દરમિયાન વિદેશી હસ્તક્ષેપ ન થાય તે જુએ Twitter: સંસદીય સમિતી

નવી દિલ્હી : સંસદની એક સમિતીએ સોમવારે સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટરને તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણી અંગે કોઇ પ્રકારનાં વિદેશી પ્રભાવ ન હોવો જોઇએ. ટ્વીટરને તેમ પણ કહેવામાં આવ્યું છે કે, તેને તેની સાઇટ પર રાજનીતિક તરફદારી જેવા મુદ્દાઓનું તુરંત જ નિનાદ કરવું પડશે. ટ્વીટરે સમિતીની સલાહ પર વિચારણા કરતા ચૂંટણી પંચની સાથે મળીને કામ કરવા માટે એક નોડલ અધિકારીની નિયુક્તિ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. સમિતીએ આ સાથે જ ફેસબુક, વ્હોટ્સએપ અને ઇન્સટાગ્રામના અધિકારીઓને 6 માર્ચે તત્કાલ બોલાવ્યા છે. 

માહિતી અને ટેક્નોલોજી પર સંસદની સ્થાયી સમિતીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ટ્વીટરનાં વૈશ્વિક લોકનીતિ મુદ્દાના પ્રભારી ઉપાધ્યક્ષ કોલિન ક્રોવેલ અને કંપનીના અધ્ય અધિકારીની સાથે સમિતી સાથે થયેલી બેઠક બાદ માહિતી આપી હતી. આ બેઠક આશરે સાડા ત્રણ કલાક ચાલી હતી. સુત્રોએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ઠાકુરે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી જેક ડોરસે દ્વારા મોકલાવાયેલા પત્રને વાંચ્યો. ત્યાર બાદ ક્રોવેલને સમિતી સમક્ષ આવવાની અનુમતી આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડોરસે ગત્ત બેઠકની જેમ જ આ બેઠકમાં પણ હાજર રહી શક્યા નહોતા. 

તેમણે કહ્યું કે, ટ્વીટરનાં અધિકારીઓને ચૂંટણી પંચ સાથે યોગ્ય તાલમેલ બેસાડીને કામ કરવા અને કિસ્સાઓને ઉકેલવા માટે કહેવાયું છે. ટ્વીટર અધિકારીઓને કહ્યું કે, તેઓ સુનિશ્ચિત કરે કે લોકસભા ચૂંટણીમાં કોઇ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ ન થાય. સુત્રોએ જણાવ્યું કે, કોઇ પણ પ્રકારે વિદેશી હસ્તક્ષેપ ન થાય. તેમણે કહ્યું કે, અમેરિકી ચૂંટણી દરમિયાન અનેક સોશિયલ મીડિયા મંચો દ્વારા ચુંટણીમાં હસ્તક્ષેપની વાત સામે આવી હતી. માટે સોશિયલ મીડિયા કંપનીઓને આ નિર્દેશો અપાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news